યુએસ પ્રમુખ ટ્રમ્પની ધરપકડ માટે ઈરાને વોરન્ટ ઈશ્યૂ કર્યું

કોરોના સામે લડી રહેલા પ્રમુખ પર વધુ એક આફત

ઈન્ટરપોલની મદદ માગી, આતંકવાદના આરોપ મૂક્યા, ટ્રમ્પની સાથે ડઝન અમેરિકી નેતા સામે પણ વોરંટ જારી
(સંપૂર્ણ સમાચાર સેવા) તહેરાન, તા. ૨૯
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધે તેવા એક ઘટનાક્રમમાં તહેરાને સોમવારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કર્યું છે. ટ્રમ્પની સાથે ડઝન અમેરિકી નેતાઓ સામે પણ આ પ્રકારનું વોરંટ કાઢવામાં આવ્યું છે. બગદાદમાં આ વર્ષે ડ્રોન હુમલામાં કેટલાક ઈરાની ઓફિસરોની હત્યાના કેસમાં આ વોરંટ કાઢવામાં આવ્યું છે. ઈરાને આ માટે ઈન્ટરપોલને મદદ કરવા માટે વિનંતી કરી છે. ઈરાનના આ ઓર્ડરથી ટ્રમ્પની ધરપકડ થઈ શકવાની નથી પણ નિષ્ણાતો માને છે કે આ ઘટનાક્રમને પગલે બંને દેશો વચ્ચે ફરી એકવાર તનાવપૂર્ણ સંબંધો શરૂ થઈ જશે. ટ્રમ્પે ઓબામા વહીવટીતંત્રએ ઈરાન સાથે પરમાણુ સંધિ કરી હતી તેને એકતરફી રીતે પાછી ખેંચી લીધી ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધો તંગ છે. એટલું જ નહીં, અમેરિકાએ બગદાદ એરપોર્ટની બહાર ઈરાનના રોયલ ગાર્ડના અધિકારીને ડ્રોન હુમલાથી ખતમ કરી નાંખ્યો તે પછી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી આવી રહી છે તેથી ટ્રમ્પ ઈરાન સાથેના ઘર્ષણનો ફાયદો લેવા માગે છે.તહેરાનના પ્રોસીક્યુટર અલી અલકાસિમીરે કહ્યું કે, ટ્રમ્પ અને અન્ય ૩૦ વયક્તિ સામે ઈરાનમાં આ વર્ષે ત્રીજી જાન્યુઆરીએ જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં આતંકવાદ સંબંધી ગુનો નોંધ્યો છે. જનરલ કાસીમ સુલૈમાનીની બગદાદમાં અમેરિકાએ કરેલી હત્યા આતંકવાદની ઘટના છે, તેમ ઈસના ન્યૂઝ એન્જસીએ જણાવ્યું હતું. પ્રોસીક્યુટરે કહ્યુંકે, તેઓ ટ્રમ્પ સિવાયના બાકીના ૩૦ જણને ઓળખતા નથી પણ જ્યાં સુધી આ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં નહીં આવે ત્યાં સુધી ઈરાન જંપીને બેસશે નહીં. ફ્રાન્સ સ્થિત લિયોનમાં જેની હેડ ઓફિસ આવેલી છે તેને પણ ટ્રમ્પની ધરપકડ માટે મદદની વિનંતી કરી દેવામાં આવી છે. અલકાસિમીરે કહ્યું કે, ટ્રમ્પ અને અન્ય અમેરિકીઓ સામે રેડ નોટિસ કાઢવામાં આવી જે સૌથી ગંભીર બાબત દર્શાવે છે. ઈન્ટરપોલને આ અંગે વિનંતી મળી હશે તો તેના અધિકારીઓ મિટિંગ બોલાવશે અને તે અંગેની ચર્ચા કરીને આગળ વિચારણા કરશે. જોકે, ટ્રમ્પની ધરપકડ થાય તેવી કોઈ શક્યતા નથી, તેમ નિષ્ણાતો કહે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope