ભારતમાં નવેમ્બરના મધ્યમાં કોરોના કહેર વધુ વણસી શકે

૨૪ કલાકમાં વધુ ૧૧૫૦૨ કેસ, ૩૨૫નાં મોત

થોડાક મહિનાઓ માટે આઈસોલેશન બેડ, આઈસીયુ બેડ, વેન્ટિલેટરની અછત ઊભી થવાની રિપોર્ટમાં ચેતવણી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
ભારતમાં કોરોનાનો કહેર વધુને વધુ વધી રહ્યો છે અને વિસ્તરી પણ રહ્યો છે. બે મહિનાના લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૩૩૨૪૨૪ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૧૫૦૨ નવા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૩૨૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૯૫૨૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૫૩૧૦૬ એક્ટિવ કેસ છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક અભ્યાસમાં કહેવાયુંં છે કે કોવિડ-૧૯ મહામારી નવેમ્બરના મધ્યમાં તેના પીક પર પહોંચી શકે છે, જે દરમિયાન આઈસીયુ બેડ અને વેન્ટિલેટર ની અછત થઈ શકે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં લોકડાઉનને કારણે કોરોના મહામારીને ટોચ પર પહોંચવામાં વિલંબ થયો છે જેનાથી સ્વાસ્થ્ય વ્યવસ્થાને તૈયારીઓ કરવામાં મદદ મળી છે. તેાં જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉનથી સંક્રમણના કેસની સંખ્યામાં ૬૯થી ૯૭ ટકાનો ઘટાડો થયો છે જેનાથી સ્વાસ્થ્ય પ્રણાલીને સંસાધન એકત્ર કરવામાં અને ઈન્ફ્રાસ્ટ્રકચર્સને મજબૂત કરવામાં મદદ મળશે. આ મહામારી નવેમ્બર સુધી તેના પીક પર પહોંચી શકે છે. ત્યારબાદ ૫.૪ મહિના માટે આઈસોલેશન બેડ, ૪.૬ મહિના માટે આઈસીયુ બેડ અને ૩.૯ મહિના માટે વેન્ટિલેટરની અછત થશે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૧.૦૭ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૧૯ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૬૯૭૯૮ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૦૭૯૫૮ કેસ નોંધાયા છે જ્યારે ૩૯૫૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૪૪૬૬૧ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૪૩૫ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૪૧૧૮૨ કેસ નોંધાયા છે જ્યારે ૧૩૨૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૨૩૫૪૪ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૪૭૭ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૭૯૧૨૪૨૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૪૩૩૩૯૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૭૭૭૧૩૧ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૩૭૦૧૯૦૪ કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ચોથા ક્રમાંક પર પહોંચી ગયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope