બોલિવુડને વધુ એક મોટો ફટકો પડ્યો
કાસ્ટિંગ ડિરેક્ટર કૃષ કપૂરનું માર્ગ દુર્ઘટનામાં મોત થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૪
બોલિવુડના કાસ્ટિંગ ડિરેક્ટર કૃષ કપૂરનું રસ્તામાં અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટના ૩૧મે રોજ બની હતી. તેમણે ‘જલેબી’, ‘વીરે દી વેડીંગ’ અને અન્ય ડિજિટલ ફિલ્મનું કાસ્ટિંગ કર્યું હતું. આ દુર્ઘટના તેમના હોમટાઉનમાં જ બની હતી. જેથી તેમને ખૂબ જ ઈજા પહોંચી હતી અને તે દિવસે જ તેમનું મોત થયું હતું. હાલ તો આ દુર્ઘટના પ્રત્યે કૃષના પરિવારનું કે પછી કોઈ સ્પોક્સપર્સનનું નિવેદન સામે નથી આવ્યું. તેમની ઉંમર ૩૦ ની આસપાસ હતી.
નોંધનીય છે કે આ વર્ષ બોલિવુડ માટે કારમું સાબિત થયું છે. એકબાજુ લોકડાઉનને કારણે ફિલ્મના શૂટિંગને અસર પહોંચવાથી અનેક જુનિયર આર્ટિસ્ટ પણ બેકાર બન્યા છે. તો બીજી બાજુ ખૂબ જ ટૂંકાગાળામાં એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીએ ઋષિકપૂર, ઈરફાન ખાન જેવા એક્ટર તો યોગેશ ગૌર અને મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાન જેવા કલાકારો પણ ગુમાવ્યા છે.