ગલવાનમાં સૈનિક નહીં, માર્શલ આર્ટમાં હત્યારા મોકલ્યા હતા

ચીને ભારત સામે પ્રોક્સીવોરનો આરંભ કર્યો

૧૫ જૂન પહેલાં જ તિબેટની રાજધાની લ્હાસામાં ચીની સૈન્યના પાંચ નવા મિલિશિયા ડિવિઝન તૈનાત કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા) બેઇજિંગ, તા. ૨૮
લદાખની ગલવાન ખીણમાં ૧૫ જૂને થયેલી હિંસક સૈન્ય અથડામણ બાદ ભારત અને ચીનની વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન ખુલાસો થયો છે કે આ સૈન્ય અથડામણના કેટલાક દિવસો પહેલાં ચીને પોતાની માઉન્ટેન ડિવિઝન અને માર્શલ આર્ટમાં કુશળ હત્યારાઓને સરહદ નજીક તૈનાત કર્યા હતા. ચીનના સરકારી મીડિયાના રિપોર્ટ અનુસાર, પીપલ્સ લીબરેશન આર્મી(પીએલએ)ના આ ડિવિઝનમાં તિબેટના સ્થાનીક માર્શલ આર્ટ ક્લબથી દાખલ કરાયેલા લડવૈયા સિવાય ચીની સૈન્યના નિયમિત સૈનિકોને પણ સામેલ કર્યા હતા. ચીનના અગ્રણી અખબારના રિપોર્ટ અનુસાર, ૧૫ જૂન પહેલાં જ તિબેટની રાજધાની લ્હાસામાં ચીની સૈન્યના પાંચ નવા મિલિશિયા ડિવિઝન તૈનાત કર્યા હતા. આ ડિવિઝનમાં ચીનના માઉન્ટ એવરેસ્ટ ઓલંપિક ટોર્ચ રિલે ટીમના પુર્વ સભ્યો સિવાય માર્શલ આર્ટ કલબના લડવૈયા સામેલ છે. માનવામાં આવે છે કે માર્શલ આર્ટના ખૂંખાર લડવૈયના કારણે ગલવાન સરહદ પર આટલી હિંસક ઘટના બની હતી. જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીનના આ ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસાર ચીની સૈન્યમાં માઉન્ટ એવરેસ્ટ ઓલંપિક ટોર્ચ રિલે ટીમના સભ્યો જ્યાં એક તરફ પર્વતો પર ચઢાઈ કરવામાં કુશલ હોય છે, જ્યારે માર્શલ આર્ટ કલબના લડવૈયા ઘાતક હત્યારા હોય છે. ચીની સૈન્યે લદાખમાં પોતાની નીતિઓ બદલતા મોટી સંખ્યામાં માર્શલ આર્ટમાં કુશળ લડવૈયાની ભરતી કરી છે. ચીન જાણે છે કે સરહદ પર એ યુદ્ધ થકી ભારતને જીતી શકે તેમ નથી, એટલા માટે ચીને આ માર્શલ આર્ટના કુશળ લડવૈયા થકી ભારતને ભીડવાની કોશિશ કરી છે. આ ખૂંખાર લડવૈયા માર્શલ આર્ટ લાઠી-ભાલા, ડંડા અને રોડ થકી યુદ્ધ કરવામાં ખૂબ કુશળ હોય છે. આવા ખૂંખાર લડવૈયાના ભરોસો ચીન હવે ભારતથી યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે. પીપલ્સ ડેઇલીના રિપોર્ટ અનુસાર તિબેટના પઠાર વિસ્તારમાં રહેતા લડવૈયા ચીન સૈન્યને લાઠી-ડંડાથી લડવાની ટ્રેનિંગ પણ આપતા રહે છે. છહ્યયુદ્ધમાં કુશળ ચીન હવે આ ભાડાના લડવૈયા થકી સરહદ વિવાદ વધારવાની કોશિશ કરી રહ્યું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.
ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ ન્યૂઝપેપરે પોતાના અહેવાલમાં લખ્યું છે કે સરહદને મજબૂત કરવા માટે અને તિબેટને સ્થિર કરવા માટેના ઉદ્દેશ્ય સાથે નવા સૈનિકો(માર્શલ આર્ટના કુશળ) સૈનિકોની ભરતી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન બંને દેશોની વચ્ચે વિશ્વાસ વધારવા માટે ૧૯૯૬ અને ૨૦૦૫માં કરાર થયા હતા. આ કરાર અનુસાર બંને દેશોના સૈનિક આમને-સામને આવે તો એકબીજા પર ગોળી ચલાવશે નહીં. સાથે જ બંને દેશોના લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલના બે કિલોમીટરના વિસ્તારમાં સૈન્ય ટીમો પોતાની રાયફલની બેરલ પણ જમીન તરફ ઝુકેલી રાખશે. આ સિવાય બંને દેશોએ વગર જાણ કર્યે એલએસીના ૧૦ કિલોમીટરની અંદર સૈન્ય વિમાનોની ઉડાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope