કોરોના મંદીની અસરઃ ઓસી. બોર્ડ સીઈઓને પણ છૂટા કરશે

કેવિન રોબર્ટસનો કોન્ટ્રાક્ટ વહેલા સમેટી લેવાયો

કોરોના લીધે આવેલી આર્થિક તંગદિલી ક્રિકેટને પણ નડી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સિડની, તા. ૧૫
કોરોના વાયરસને કારણે આવેલી આર્થિક તંગદિલી ક્રિકેટને પણ નડી રહી છે. હાલમાં વિશ્વભરમાં મંદીનો માહોલ છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ આર્થિક તંગી અનુભવી રહ્યું છે અને આ સંજોગોમાં તેણે પોતાના સીઇઓ કેવિન રોબટ્ર્સને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ આ સપ્તાહમાં જ રોબટ્ર્સની વિદાય અંગે જાહેરાત કરાશે. ૪૭ વર્ષીય કેવિન રોબર્ટસનો કરાર ૨૦૨૧ના અંત સુધીનો હતો પરંતુ એમ મનાય છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના માંધાતાઓ તેમને રાખવા માગતા નથી. રોબર્ટસે ૨૦ મહિના અગાઉ આ કામગીરીનો પ્રારંભ કર્યો હતો. તેમણે જેમ્સ સઘરલેન્ડના સ્થાને હવાલો સંભાળ્યો હતો. સધરલેન્ડ ૧૭ વર્ષ સુધી આ હોદ્દા પર રહ્યા હતા. ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં ઓસ્ટ્રેલિયન ટીમ બોલ ટેમ્પરિંગમાં સંડોવાઈ અને તેના બે સ્ટાર ખેલાડી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો ત્યારે સધરલેન્ડ હોદ્દા પર હતા. હવે રોબર્ટસને હાંકી કઢાયા બાદ ટૂંક સમયમાં જ વચગાળાના અધિકારની વરણી કરાશે. આ વર્ષે કોરોના વાયરસને કારણે આર્થિક મંદી આવી ગઈ તેવામાં ઓસ્ટ્રેલિયન બોર્ડને ઘણું સહન કરવું પડ્યું છે. તેઓ આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપને બદલે ભારત સામેની સિરીઝ યોજવા માગે છે કેમ કે તેનાથી તેમને લાભ થઈ શકે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope