કારંજમાં જુગારધામ પર પીસીબીએ પાડેલા દરોડા

લતીફના સાગરિત સહિત નવ ઝડપાયા

પીસીબીએ કુલ ૧,૩૨,૧૬૦.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૭
શહેરના કારંજ વિસ્તારમાં પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
જુગારધામના દરોડામાં અબ્દુલ લતીફનો સાગરિત અને આધુનિક હથિયારોની હેરાફેરીમાં પકડાયેલા યુસુફ લપલપ સહિત ૯ જુગારીઓને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. નવેનવ જુગારીઓની અટકાયત કરીને પીસીબીએ કુલ રૂ. ૧,૩૨,૧૬૦.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુના નિવારણ શાખાના ઈન્ચાર્જ ઁૈં એ.ડી.ચાવડાની આગેવાનીમાં ઁઝ્રમ્એ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે યુસુફ લપલલ અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો વહીવટ કરે છે અને ક્રિકેટના સટ્ટાકાંડમાં મોટાબુકીઓ સાથે ભાગીદારીમાં સટ્ટા રેટીંગ ચલાવી રહ્યો છે.
પકડાયેલા ૯ જુગારીઓ
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૭
૧. યુસુફખાન ઉર્ફ લપલપ ખુદાદાતખાન પઠાણ (ઉ.વ.૬૦ ), ચુડીઓળ પીળી હવેલી પાસે ત્રણ દરવાજા કારંજ
૨. અબ્દુલરહેમાન ઈદુભાઈ શેખ (ઉ.વ.૪૩) રામલાલની ચાલી કાલુપુર પુલ નીચે સરસપુર
૩. શકીલએહમદગુલામ મયુદ્દીન શેખ (ઉ.વ.૪૭) નવો વાસ કુરેશ મેડિકલ સ્ટોર પાસે મીર્ઝાપુર ચોક
૪. શેબરઆલમ જલીશએહમદ રાજપુત (ઉ.વ.૪૮) ૧૧૫/૬૦૭ ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરારજી ચોક, બાપુનગર
૫. દશરથભાઈ નરસિંહભાઈ પરમાર (ઉ.વ.૩૮), મનસુરી ખાડાવાળી ચાલી રાજપુર ગોમતીપુર
૬. સૈયદઅલી રસુલમીયા સૈયદ (ઉ.વ.૪૦) ઘર નં- ૯૩૮ સાચી ફળી ડેલામાં રામોલ ગામ
૭. મહમદહુસેન અહેમદહુસેન શેખ (ઉ.વ.૪૦) બિસ્કીટ ગલી પાનકોર નાકા
૮. મહેબુબ મહમદશરફી બરીવાલા (ઉ.વ.૫૨) બડાબંબા પાડાપાડીની ગલી ગોળલીમડા
૯. રફીક ઈકબાલભાઈ રંગરેજ (ઉ.વ.૩૫) આસ્ટોડિયા દરવાજા કોટની રાંગ બગીચાની સામે છાપરામાં આસ્ટોડિયા દરવાજા

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope