અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ પછીની મોટી સમસ્યાના સંકેત

એનએબીઈના નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી

આ કટોકટીથી અમેરિકાના અર્થતંત્રને ઘણું નુકસાન થઈ શકે છે : અહેવાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા) ગુવાહાટી, તા. ૮
અમેરિકા કોરોનાથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ કેસ સતત વધી રહ્યા છે. આ કટોકટીથી અમેરિકાના અર્થતંત્રને ઘણું નુકસાન થઈ શકે છે. એક અહેવાલમાં આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સોમવારે જાહેર કરવામાં આવેલા નેશનલ એસોસિએશન ફોર બિઝનેસ ઇકોનોમિક્સ (એનએબીઈ) દ્વારા આ સંદર્ભે હાથ ધરવામાં આવેલા સર્વેના પરિણામોમાં એવી આશંકા છે કે, કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકાનો જીડીપી ૨૦૨૦માં ૫.૯ ટકા જેટલો ઘટી શકે છે. અર્થશાસ્ત્રીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, કોરોનાને કારણે અમેરિકાને છેલ્લા સાત દાયકામાં સૌથી ખરાબ મંદીનો સામનો કરવો પડી શકે તેમ છે. એટલું જ નહીં, એવી આશંકા છે કે કોરોના વાયરસનો રોગચાળો પાછો પણ આવી શકે છે, જે અર્થવ્યવસ્થા માટે મોટું સંકટ લાવી શકે છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટાડો ૧૯૪૬ પછીનો સૌથી વધુ હશે. આ પહેલા બીજા વિશ્વયુદ્ધને કારણે અમેરિકાના જીડીપીમાં ૧૧.૬ ટકાનો ઘટાડો થયો હતો. એનએબીઈના ૪૮ નિષ્ણાતોની ટીમે આગાહી કરી છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અમેરિકાનો જીડીપી ૫ ટકાનો ઘટશે, જ્યારે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, આ ઘટાડો રેકોર્ડ ૩૩.૫ ટકા રહેશે. જો કે નિષ્ણાતો કહે છે કે, વૃદ્ધિ દર ૨૦૨૦ ના બીજા ભાગમાં વધુ સારો રહેશે અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે ૯.૧ ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ૬.૮ ટકા રહેવાની ધારણા છે. આ અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે ૨૦૨૧માં અમેરિકાનો વિકાસ દર ૩.૬ ટકા રહેશે. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અર્થવ્યવસ્થાને પુનઃજીવિત કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope