૨૪ કલાકમાં નવા ૩૯૪ કેસ અને ૨૯ લોકોના મૃત્યુ થયા

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭૯ કેસ

સુરતમાં ૩૫, વડોદરામાં ૩૦, ગાંધીનગરમાં ૧૧ તેમજ સાબરકાંઠામાં ૧૪ કેસ : ૨૪૩ લોકોને ડિસ્ચાર્જ કરાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪
ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે અને આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૯૪ કોરોના કેસો નોંધાયા છે અને ૨૪૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુમાં ૧૫ પુરુષ અને ૧૪ સ્ત્રીનો સમાવેશ થાય છે. જમાંથી અમદાવાદમાં ૨૮ અને સુરતમાં એકનું મોત થયું છે. અમદાવાદના ૨૭૯, સુરત ૩૫, વડોદરા, ૩૦, ગાંધીનગર ૧૧, ભાવનગર અને આણંદમાં ૧-૧, રાજકોટમાં ૫, અરવલ્લીમાં ૧, મહેસાણા, પંચમહાલ, મહીસાગરમાં ૨-૨ ખેડામાં ૩, જામનગરમાં ૧, સાબરકાંઠામાં ૧૪ દાહોદમાં ૪, વલસાડમાં ૧ કેસો નોંધાયા છે. રાજય સરકારની હેલ્પલાઇન નંબર -૧૦૪ ઉપર નિયમિત રીતે વ્યકિતઓ મદદ માંગી રહયા છે અને માહિતી મેળવી રહયા છે. જયારે હેલ્પલાઇન ઉપર વ્યકિતઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઇ જરૂરી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. વેન્ટીલેટર કેર તાલીમ સંદર્ભે વિગતો આપતા ડો.રવિ જણાવ્યું કે, રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ હતી અને તા.૩૦/૦૩/૨૦૨૦ સુધીમાં તાલીમ આપવામાં આવેલ હતી. વધુમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી રાજયના ર૮ બીજા સેન્ટરો ખાતે આ તાલીમ શરૂ કરી છે. એટલું જ નહિ, ૨૩૬૭ તબીબો, ૧૩૦૦ જેટલા આયુષ, ૨૬૦ ફીજીયોથેરાપીસ્ટ, ૨૬૬ ડેન્ટલ સર્જન અને ૫૦૦૦ જેટલા સ્ટાફ નર્સને કોવિડ-૧૯ ને લગતી આનુષંગિક તાલીમ આપવામાં આવશે. સરકાર પર હવે સજ્જ દેખાઈ રહી છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કામ સિવાય ઘરની બહાર નીકળવુ નહીં. ત્યારે લોકો પણ કામ સિવાય ઘરની બહાર નીકળી રહ્યા નથી. ગુજરાતમાં કોરોના કેર હજુ પણ યથાવત જ રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope