હવે કોરોના વાયરસ ઉપર ફિલ્મ બનાવી રહ્યા છે રામ ગોપાલ વર્મા

કોરોના વાયરસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ
૪ મિનિટ લાંબા આ ટ્રેલરમાં ડિસ્ટન્સિગનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે : રામુ ફિલ્મ ક્લાઇમેક્સના કારણે ચર્ચામાં છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૨૭
કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યું છે. સરકારે પણ બધાને ઘરમાં રહેવાની અપીલ કરી છે. લોકડાઉનમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ્સ રોકાયેલાં છે. આની સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ પર ખાસ્સો ભાર મૂકવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, અક્ષયકુમારે સોમવારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કર્યું. ડિરેક્ટર રામ ગોપાલ વર્મા પણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તેમણે ‘કોરોના વાયરસ’ નામની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. રામગોપાલ વર્માએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. આ કોઈ ઘરના ડાયનિંગ એરિયાની તસવીર છે, જ્યાં તમામ ફેમિલી મેમ્બર્સે ડિન્સન્ટ જાળવેલું છે. આની સાથે તેમણે લખ્યું છે કે, તસવીરમાં કોરોના વાયરસથી ફેમિલી ડિસ્ટન્સિંગ… લોકડાઉન દરમિયાન લોકડાઉન પર ફિલ્મનું શૂટિંગ. આ ઉપરાંત તેમણે કોરોના વાયરસનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે.રામુએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ચાર મિનિટ લાંબા આ ટ્રેલરમાં ડિસ્ટન્સિગનું સંપૂર્ણ ધ્યાન રખાયું છે. રામગોપાલ વર્મા અત્યારે પોતાની ફિલ્મ ‘ક્લાઈમેક્સ’ને લીધે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમેરિકન એડલ્ટ સ્ટાર મિયા માલકોવા કામ કરી રહી છે. આ ફિલ્મનાં ટીઝર અને ટ્રેલર રિલીઝ કરાઈ ચૂક્યા છે. આના પહેલા મિયા માલકોવાએ ‘ગોડ, સેક્સ અને ટ્રુથ’ નામની એક ડોક્યુમેન્ટરીમાં રામગોપાલ વર્મા સાથે કામ કરી ચૂકી છે. રામગોપાલ વર્માએ મિયા માલકોવાની એક્ટિંગની પ્રશંસા કરતાં લખ્યું હતું કે, ક્લાઈમેક્સ એક થ્રિલર ફિલ્મ છે જેને મેં મારી ફેવરેટ સ્ટાર મિયા માલકોવા સાથે બનાવી છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગ જોઈને તમે દંગ રહી જશો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope