લોકડાઉન : એક્ટર સોલંકી દિવાકર નાણાંકીય સંકટમાં

આયુષ્યમાન સાથે ડ્રીમ ગર્લમાં રોલ કર્યો હતો

પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે દેશની રાજધાની દિલ્હીમાં ફળફળાદી વેચવા મજબૂર થયો છે : અહેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૦
ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરના લોકોને પરેશાન કર્યા છે. ભારતમાં પણ દિવસેને દિવસે આ મહામારીના કેસ વધી રહ્યા છે. ગઈકાલથી દેશમાં લોકડાઉન ૪.૦ પણ લાગુ થયું છે. આ દરમિયાન લોકોની આર્થિક સમસ્યા સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. તેમાંથી એક્ટિંગ ઇન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ પણ બાકાત નથી. આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચૂકેલા એક્ટર આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યો છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે દેશની રાજધાની દિલ્હીમાં ફળ વેચવા મજબૂર થયો છે. બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાનાની સાથે ફિલ્મ ડ્રીમ ગર્લ અને ફિલ્મ સોનચિડીયામાં જોવા મળેલા એક્ટર સોલંકી દિવાકરને ભલે ખૂબ ઓછા લોકો નામથી જાણતા હોય, પરંતુ ફિલ્મો જોઈને તેનો ચહેરો જરૂરથી યાદ આવી જશે. લોકડાઉનના કારણે હાલ તેની આર્થિક સ્થિતિ નબળી છે અને જેથી તેણે દિલ્હીના રસ્તા પર ફ્રુટ વેચવાનું શરૂ કર્યું છે. લોકડાઉનના કારણે ફિલ્મોનું શૂટિંગ બંધ છે, જેના કારણે તેને ઘર ચલાવવામાં તકલીફ થઈ રહી છે. તેણે જણાવ્યું છે કે, લોકડાઉનના કારણે મારે મારું અને મારા પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું છે. મકાનનું ભાડું ભરવાનું છે અને પેટ પણ ભરવાનું છે. તેથી મેં ફળ વેચવાનું શરૂ કરી દીધું. તેણે જણાવ્યું કે, લોકડાઉનના કારણે ફિલ્મનું શૂટિંગ પાછળ ઠેલાયું છે. તે આગામી ફિલ્મમાં ઋષિ કપૂર સાથે નાના રોલમાં જોવા મળવાનો હતો, પરંતુ લોકડાઉનના કારણે શૂટિંગ થયું નહીં અને હવે તો ઋષિ કપૂર પણ દુનિયા છોડીને જતા રહ્યાં.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope