ભારતમાં લોકડાઉનની સફળતા માટે બેઝિક ઈન્કમ સ્કીમ લાગુ કરવી જરૂરી

સંપત્તિ ટેક્સ અને વારસાઈ કર લગાવવા પર ભાર મુક્યો

ગત વર્ષે લોકસભા ચૂંટણી વેળા ભારતમાં આ પ્રકારની એક બેઝિક ઈન્કમ સ્કીમ અંગે વિચારણા થઈ હતી : ફ્રાન્સના જાણીતા અર્થશાસ્ત્રી પિકેટીનું સૂચન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
ભારતે લોકડાઉનની સફળતા માટે એક બેઝિક ઈન્કમ સ્કીમ લાગુ કરવાની જરૂર છે. ફ્રાન્સના જાણીતા અર્થશાસ્ત્રી થોમસ પિકેટીએ મંગળવારે આ સૂચન આપ્યું. તેમણે એમ પણ કહ્યું કે ભારત જો અસમાનતા સાથે સંલગ્ન મુદ્દાને યોગ્ય રીતે ઉકેલી લે તો તે ૨૧મી સદીમાં દુનિયાનું નેતૃત્વ કરનારો લોકશાહી દેશ બનવાની ક્ષમતા ધરાવે છે. સરકારને દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી સૌથી પહેલા ૨૧ દિવસનું લોકડાઉન કર્યું હતું. તે પછી લોકડાઉનને બે વખત વધારાયું. પિકેટીએ કહ્યું કે મારું માનવું છે કે સરકારે એક બેઝિક ઇન્કમ સ્કીમ શરૂ કરવી જોઈએ. તેણે ભારતમાં સામાન્ય લોકોના જીવન નિર્વાહની સુરક્ષાનું કોઈ તંત્ર વિકસાવવું જોઈએ. મને નથી લાગતું કે બેઝિક ઈન્કમની વ્યવસ્થા વિના કોઈ લોકડાઉન સફળ થઈ શકે છે. ભારતમાં ૨૦૧૬-૧૭ની આર્થિક સમીક્ષામાં બેઝિક ઇન્કમ સ્કીમનો વિચાર એ સમયે સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે રજૂ કર્યો હતો. ગત વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન ભારતમાં આ પ્રકારની એક બેઝિક ઈન્કમ સ્કીમ અંગે ચર્ચા થઈ હતી. પિકેટીએ ભારતમાં આર્થિક ન્યાસંગત અને પ્રગતિશીલ ટેક્સ વ્યવસ્થાની પણ વકીલાત કરી હતી. જેમાં સંપત્તિ ટેક્સ અને વારસાઈ કર લગાવવા પર પણ ભાર આપ્યો. આ પ્રમુખ અર્થશાસ્ત્રીએ કહ્યું કે, ભારત તેની સાથે સૌથી લાંબા સમયથી જોડાયેલી અસમાનતાની સમસ્યાને જો દૂર કરી દે તો તેમાં ૨૧મી સદીમાં વિશ્વની લોકશાહી નેતા બનવાની ક્ષમતા છે.
તેમણે કહ્યું કે, ભારતમાં અનામત વ્યવસ્થા તરફ તો ધ્યાન અપાયું, પરંતુ તેની સાથે જોડાયેલા બીજા મુદ્દા તરફ ધ્યાન અપાયું નહીં. તેમાં જમીન સુધારાણા અને સંપત્તિના પુનર્વિતરણ જેવા મુદ્દા પણ છે. તે સાથે જ આર્થિક તર્કસંગત અને પ્રગતિશીલ ટેક્સ વ્યવસ્થા (જેમાં સંપત્તિ કર અને વારસાઈ કર પણ સામેલ હોવો જોઈએ) દ્વારા શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પૂરતા રોકાણ તેમજ ફાઈનાન્સની જરૂર છે. પિકેટીએ તાજેતરના જ એક પુસ્તક કેપિટલ એન્ડ આઇડિયોલૉજી લખ્યું છે તેમનું કહેવું છે કે, કોવિડ-૧૯ જેવી મહામારીની અસમાનતા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. એક તેનાથી સ્વાસ્થ્ય, માળખાકીય સુવિધાઓ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં જાહેર રોકાણની વેલિડીટી વધી શકે છે, જ્યારે કે બીજી તરફ જૂના ક્ષેત્રવાદ સાથે સંલ્ગન વિવાદ જેવા મુદ્દા ઉભરી શકે છે. સમગ્ર દુનિયામાં કોરોનાનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. તમામ દેશોની અર્થવ્યવસ્થામાં કોરોના કારણે ભારે અસર થઇ છે. કોરોના કારણે વિકાસદરમાં ભારે ઘટાડો નોંધાયો ચુક્યો છે. આવી સ્થિતિમાં ફ્રાંસના અર્થશાસ્ત્રી થોમસ પિકેટીએ ભારતને બેઝિક ઇન્કમ સ્કીમ લાગૂ કરવા માટેનું સચૂન કર્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope