તુટેલા રસ્તા મામલે ઈજનેરો દ્વારા કોઇ તપાસ કરાઈ નથી

અમદાવાદ શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે આ તુટેલા રસ્તાઓ મામલે થયેલા એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં કહેવામા આવ્યુ છે કે જે સમયે શહેરના કોઈ પણ વિસ્તારમાં રસ્તો બની રહ્યો હોય એ સમયે મ્યુનિ.તંત્રમા ફરજ બજાવતા એડીશનલ ઈજનેર સહીત કુલ છ અધિકારીઓની એ સંયુકત જવાબદારી બનતી હોય છે કે તેઓ એ બાબતની ચકાસણી કરે કે રોડ ગુણવત્તા મુજબ બન્યો છે કે કેમ.સત્તાવારસૂત્રોના કહેવા મુજબ છેલ્લા બે વર્ષ દરમિયાન આવી કોઈ ચકાસણી કરવામા આવી જ ન હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં જુલાઈ માસ દરમિયાન પડેલા ૩૪ ઈંચ જેટલા ભારે વરસાદને પરીણામે શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામા આવેલા કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જવા પામ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર,નિયમ અનુસાર અમદાવાદ શહેરમાં કોઈ પણ વિસ્તારમાં જે સમયે રોડ બની રહ્યો હોય એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે ઝોનના એડીશનલ ઈજનેર ઉપરાંત આસીસ્ટન્ટ ઈજનેર સહીતની કુલ છ અધિકારીઓને રોડ યોગ્ય ગુણવત્તા વાળો બનાવવામા આવ્યો છે કે કેમ તેનુ સ્થળ તપાસ કરીને નિરીક્ષણ કરવાનુ હોય છે.

આ સાથે જ એક આસીસ્ટન્ટ ઈજનેરને પેવર પ્લાન્ટ ઉપર ફરજ સોંપવામા આવતી હોય છે જે પ્લાન્ટમાં રોડ તૈયાર કરવા માટે તૈયાર કરવામા આવેલુ મિશ્રણ બરોબર તૈયાર કરવામા આવ્યુ છે કે કેમ તેની ચકાસણી કરતા હોય છે.દરમિયાન રોડ બનતો હોય એ સમયે જે પણ રિપોર્ટ તૈયાર કરવામા આવે તેને એડીશનલ ઈજનેર સમક્ષ મુકવામા આવતો હોય છે.એડીશનલ ઈજનેર આ રિપોર્ટને જાયા બાદ સ્થળ તપાસ કરતા હોય છે એ પછી જ જે તે કોન્ટ્રાકટરના બીલને આગળની કાર્યવાહી માટે મોકલવામા આવતા હોય છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં માત્ર થર્ડ પાર્ટી ઈન્સપેકશનના નામે બધુ લોલમલોલ ચાલ્યુ હોવાના કારણે રસ્તાઓ તુટવા પામ્યા છે. વિપક્ષનેતા શર્માએ રસ્તાઓના મામલે મ્યુનિ. અધિકારીઓને છાવરવામા આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલ દ્વારા તપાસ પુરી થયા બાદ કોઈને પણ છોડવામાં નહી આવે એમ ફરી થી કહ્યુ છે.ઉલ્લેખનીય છે કે,આગામી ૧૧ સપ્ટેંબરે હાઈકોર્ટ દ્વારા મ્યુનિ.કમિશનરને રસ્તાઓ મામલે રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope