પુણે સાઉન્ડ, લાઇટ્સ, ઇલેક્ટ્રીકલ્સ જેનસેટ એસોસિએશનને આવતીકાલે ૧૧મી ઓગસ્ટથી છઠ્ઠી સપ્ટેમ્બર સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. ધ્વનિ પ્રદૂષણ માટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા લાગૂ કરવામાં આવેલા કઠોર નિયમોને તોડવા બદલ તેમના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. આક્ષેપ કરવામાં આવ્યા બાદ આખરે હડતાળ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રથમ વખત ઇવેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં હડતાળ પડનાર છે. આના પરિણામ સ્વરુપે ઇÂન્ડયન ઓશિયન અને સનમના મ્યુઝિક કોન્સર્ટ સહિત ૧૦૦૦થી પણ વધારે ઇવેન્ટને અસર થાય તેવી શક્યતા છે. સૌથી મોટા ઇવેન્ટ તરીકે ગણેશ મહોત્સવ રહેનાર છે. તેને પણ અસર થાય તેવી વકી છે. તહેવારના સંદર્ભમાં વધી રહેલી ચિંતા વચ્ચે એસોસિએશનના પ્રમુખ ઉદય શાહે કહ્યું છે કે, એસોસિએશને પહેલાથી જ હડતાળના સંદર્ભમાં ગણેશ મંડળોને માહિતી આપી દીધી છે. શક્ય તેટલી વહેલીતકે હડતાળનો અંત લાવવા માટે સત્તાવાળાઓ અને એસોસિએશન વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે.
તેમના મુદ્દાઓને રજૂ કરવા માટે દબાણના હેતુસર પ્રથમ વખત ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના એક વર્ગે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણા વર્ષથી સમગ્ર ભારતમાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના લોકો સામે પરમીશન મેળવવા, પીપીએલ, આઈપીઆરએસ લાયસન્સ મેળવવા, ઇવેન્ટના આયોજકો પાસેથી સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ટિકિટની માંગ જેવા મુદ્દાઓ રહેલા છે. જેના કારણે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પરેશાન છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જાડાયેલા લોકો એક થાય અને સાથે મળીને આગળ આવે તે ખુબ જરૂરી હોવાની બાબત હવે સપાટી ઉપર આવી રહી છે.