અમદાવાદમાં ભારે વરસાદને પગલે ફરીવખત જળબંબાકાર

અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ભારે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે શહેરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી હતી.શહેરમાં બપોરે ચારના સુમારે શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા શહેરના મીઠાખળી અને અખબારનગર અંડરપાસ સહીતના તમામ અંડરપાસ બંધ કરવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડવા પામી હતી. આંબાવાડીમાં વીજ કરંટ લાગતા બે મહીલાના મોત થવા પામ્યા છે.

અમદાવાદ શહેરમાં બપોરે ચારથી સાત સુધીમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ થવા પામતા અમદાવાદના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા.આ અંગેની વિગત એવી છે કે,આજે દિવસ દરમિયાન શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા અમદાવાદ શહેરમાં ૪.૩૦ કલાકના સુમારે ધોધમાર વરસાદ તુટી પડતા ચોતરફ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવા પામી હતી.શહેરના સાયન્સ સીટી, સોલા,થલતેજ, વ†ાપુર, આઈઆઈએમ, પાંજરાપોળ સહીત લો-ગાર્ડન અને આસપાસના વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીઓમાં ભારે વરસાદને પરિણામે ઢીંચણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા.

બીજી તરફ આજે બપોર બાદ શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે શાળા-કોલેજા ઉપરાંત ધંધાના સ્થળેથી કામ આટોપી લઈ લોકો પરત ફરી રહ્યા હતા તે સમયે ભારે વરસાદને પગલે શહેરના દરેક રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા કલાકો સુધી શહેરના તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામની પરિÂસ્થતિ જાવા મળી રહી હતી.શહેરના પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વના વિસ્તારો તમામ વિસ્તારોમાં મુખ્ય રસ્તા હોય કે સોસાયટીઓ પાણીમાં ગરકાવ જાવા મળી રહ્યા હતા.આંબાવાડી વિસ્તારમાં પંચવટી ચાર રસ્તા,લો-ગાર્ડન જેવા વિસ્તારોમાં પણ એકથી દોઢ ફુટ જેટલા પાણી ભરાઈ જવા પામતા પંચવટી વિસ્તારમાં પાર્ક કરેલી લોકોની ગાડીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

બપોરે ૪.૩૦ કલાકે શહેરના તમામ વિસ્તારોમાં શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે માત્ર એક કલાકના ગાળામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા મ્યુનિસિપલ તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા પ્રિ-મોન્સુન એકશન પ્લાનના લીરે લીરા ઉડી જવા પામ્યા છે.મળતી માહીતી પ્રમાણે સાંજે ૫ થી ૬ના એક કલાકની અંદર શહેરમાં સૌથી વધુ વરસાદ ઉસ્માનપુરામાં ૪૧ મીલીમીટર થવા પામ્યો હતો.જ્યારે ટાગોર કંટ્રોલરૂમ ખાતે ૨૨.૨૫ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.શહેરના વેજલપુરમાં ૨૩ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે લોકોના ઘરોમાં ગટરના પાણી બેક મારવાની પણ અનેક ફરિયાદો તંત્રને મળવા પામી છે.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા ભારે વરસાદની સાથે જ શહેરના મીઠાખળી અને અખબારનગર અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા.શહેરના હાટકેશ્વર, ભાઈપુરા, ખોખરા સહિત પૂર્વમાં ઓઢવ, સીટીએમ, વ†ાલ સહીતના વિસ્તારોમાં મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરીને પગલે ભારે વરસાદને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા.અમદાવાદ શહેરના મધ્યઝોનમાં દુધેશ્વર ખાતે ૫થી ૬ના એક કલાકના ગાળામાં દુધેશ્વરમાં ૩૯.૫ મીલીમીટર જેટલો વરસાદ ખાબકી જતા ચોતરફ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવા પામી હતી.

લોકોએ મ્યુનિસિપલ તંત્રની નિષ્ફળતા સામે ભારે રોષ વ્યકત કર્યો હતો..લોકોએ મ્યુનિસિપલ તંત્રની નિષ્ફળતા સામે ભારે રોષ વ્યકત કર્યો હતો.મળતી માહિતી પ્રમાણે શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા મહેનતપુરામાં વીજ કરંટ લાગતા બે મહિલાઓના મોત થવા પામ્યા છે. શહેરમાં અનેક વૃક્ષો ધરાશયી બનવા પામ્યા છે જેમા એલિસબ્રિજ વિસ્તારનો પણ સમાવેશ થાય છે.શહેરના મેમનગર ફાયર સ્ટેશન અને વિજય ચારરસ્તા સહીત સ્વસ્તીક ચાર રસ્તા પાસે પણ એક ફુટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope