મહિલાઓ માટે ફ્રી હેલ્થ ચેક અપની સ્કીમ ટૂંકમાં જ જાહેર

દેશની અડધી વસતી હોવા છતાં મહિલાઓ વંચિત વર્ગમાં જ સામેલ રહી છે. આને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે મહિલાઓ માટે ઇન્કમટેક્સના દરોને ઘટાડવા અને આધાર સાથે જાડાયેલા હેલ્થકાર્ડ બનાવીને મફત આરોગ્ય ચકાસણીની સુવિધા આપવા પર વિચારણા કરી રહી છે. મહિલાઓ માટે ઓછા ટેક્સ અને મફત આરોગ્યની ચકાસણીની મહાકાય યોજના રજૂ કરવાની તૈયારી સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. આની સાથે સાથે સરકાર સગર્ભા મહિલાઓ માટે કેશલેસ મેડિકલ સર્વિસ ઉપલબ્ધ કરાવવાની યોજના ઉપર પણ કામ કરી રહી છે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નેતૃત્વમાં એક પ્રધાનગ્રુપ દ્વારા મહિલાઓ માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવી છે જેને ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ નીતિમાં એકલી જીવન ગાળી રહેલી મહિલાઓની આવક પર ઓછા ટેક્સ લાગૂ કરવાની દરખાસ્ત છે. કારણ કે મંત્રી ગ્રુપને લાગે છે કે, આવી મહિલાઓની સંખ્યા વધી રહી છે. આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૦૦૧-૨૦૧૧ વચ્ચેના ગાળામાં આ કેટેગરીમાં રહેલી મહિલાઓની સંખ્યામાં ૩૯ ટકા સુધીનો વધારો નોંધાઈ ચુક્યો છે. સૂચિત રાષ્ટ્રીય મહિલા નીતિમાં અન્ય બાબતો ઉપર પણ વિચારણા ચાલી રહી છે.

સાફ સફાઈ માટેની જરૂરી વસ્તુઓ ઉપર પણ ટેક્સ ખતમ કરવાની હિલચાલ ચાલી રહી છે. સાફ સફાઈ માટેની ચીજવસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડીને સરળતાથી ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર થઇ રહી છે. મહિલાઓ માટે વધારે પ્રમાણમાં જાહેર શૌચાલયોના નિર્માણ ઉપર પણ કામ ચાલી રહ્યું છે. આ નીતિમાં સ્થાનિક હિંસાની શિકાર થયેલી મહિલાઓને મફત સારવાર અને કાયદાકીય સહાયતા આપવાની સાથે સાથે તેમને આશ્રય આપવાના પાસા ઉપર પણ વિચારણા ચાલી રહી છે. રાષ્ટ્રીય મહિલા નીતિને જા કેબિનેટની મંજુરી મળી જશે તો સરકાર સિનિયરો અને ખાસ કરીને વિધવા મહિલાઓને મદદમાં આગળ આવી શકે છે.

મહિલાઓની કાળજીમાં ઘટાડો થયો છે જેના લીધે મહિલા નીતિમાં હેલ્થ કાર્ડ બનાવવાની દરખાસ્ત સામેલ કરવામાં આવી છે. આ દરખાસ્ત હેઠળ મહિલાઓને અનિમિયા અને જુદા જુદા પ્રકારના કેન્સરના રોગ જેવી બિમારીની મફત ચકાસણી થઇ શકશે. સગર્ભા મહિલાઓ માટે કેશલેસ સર્વિસ અને ગંભીર બિમારિયોની સ્થિતિમાં વ્યાપક આરોગ્ય વિમાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહિલા કલ્યાણની દિશામાં આ પગલાઓને તરત અમલીકરણ માટે રજૂઆત થઇ ચુકી છે. પ્રધાન ગ્રુપ તરફથી આ પ્રકારના સૂચન ઉપર એક નિષ્ણાત સેક્શનમાં તરત જ કાર્યવાહી ક્ષેત્રોમાં તેની ઓળખ કરવામાં આવી છે.

મહિલા નીતિમાં દેશના કાર્યબળમાં મહિલાઓની સંખ્યા વર્ષ ૨૦૩૦ સુધી વધારીને ૫૦ ટકા સુધી લઇ જવાની યોજના તૈયાર કરાઈ છે. સરકાર અને એજન્સીઓ તરફથી આયોજિત સ્પર્ધા અને પ્રવેશ પરીક્ષામાં હાજરી માટે મહિલાઓને મફત નોંધણી, મફત કોચિંગ અને મહિલા કર્મચારીઓ માટે મોટા અને નાના શહેરોમાં વધારે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા નીતિમાં પ્રવાસી ભારતીય મહિલાઓની ભૂમિકા તથા તેમના મુદ્દા તેમજ સાંસ્કૃકતિક ક્ષેત્રમાં તેમના યોગદાનની પણ વાત કરાઈ છે. સૂચિત દસ્તાવેજમાં એકથી વધારે લગ્ન, પતિ દ્વારા છોડી મુકવામાં આવેલી મહિલાઓ, સ્થાનિક હિંસાનો શિકાર થયેલી મહિલાઓ અને બાળકો ઉપર બળજબરીપૂર્વક અધિકાર જમાવવાના મામલાથી પ્રભાવિત પ્રવાસી ભારતીય મહિલાઓની સમસ્યાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope