સલમાન હજુ પણ રોમેન્ટિક ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ છે : સોનમ

હાલમાં કેરિયરના સારા દોરમાંથી પસાર થઇ રહેલી અભિનેત્રી અને વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા અનિલ કપુરની પુત્રી સોનમ કપુરે કહ્યુ છે કે સલમાન ખાન હજુ પણ રોમેન્ટિક ફિલ્મોમાં અન્ય અભિનેતા કરતા શ્રેષ્ઠ દેખાય છે. તે સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયો બાદ વધુ રોમેન્ટિક
ફિલ્મ કરવા માટે આશાવાદી છે. જા કે તેની ઇચ્છા હાલમાં પૂર્ણ થાય તેવી કોઇ શક્યતા દેખાઇ રહી નથી. તેનુ કહેવુ છે કે તે પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યા બાદ સલમાન પાસેથી ઘણુ બધુ શિખી જવામાં સફળ રહી છે. તેની પાસેથી નવી નવી બાબતો શિખવા મળી છે.

પ્રેમ રતન ધન પાયો અને નીરજા ફિલ્મને સફળતા મળ્યા બાદ સોનમ કપુર હવે આસમાન પર છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો આવી રહી છે. જા કે તે નવી ફિલ્મો આડેધડ સાઇન કરી રહી નથી. સોનમ કપુરે હાલમાં એક મુલાકાતમાં કહ્યુ હતુ કે પ્રેમ રતન ધન પાયો જેવી ફેમિલી ડ્રામાં ફિલ્મમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. સુરજ બડજાતિયા આ પ્રકારની ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની વિતેલા વર્ષોની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ સર્જી ચુકી છે.

સુરજ બડજાતિયા અગાઉ સલમાનને લઇને રેકોર્ડ સફળતા મેળવનાર ફિલ્મો બનાવી ચુક્યા છે. જેમાં મેને પ્યાર કિયા, હમ આપકે હે કોન અને હમ સાથ સાથ હે ફિલ્મનો સમાવેશ થાય છે. સુરજ પોતાની કેરિયરમાં પ્રથમ વખત સલમાન સાથે કામ કર્યા બાદ સોનમ પાસે સતત સારી મોટી ફિલ્મો આવી રહી છે. તેની નીરજા ફિલ્મમાં ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. બીજી બાજુ રણબીર સાથે પોતાની કેરિયરની શરૂઆત કરનાર સોનમ કપુર હવે મહિલા પ્રધાન ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તેની પાસે કેટલાક પ્રોજેક્ટ હાથમાં છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope