એચ-૧બી વિઝાના દુરૂપયોગને રોકવાના આદેશ ઉપર હસ્તાક્ષર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બિનજરૂરી અને ગેરવાજબી સ્પર્ધાથી અમેરિકન ઈન્ડસ્ટ્રીનું રક્ષણ કરવાના ઈરાદા સાથે બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકનના નામ સાથે કારોબારી આદેશ ઉપર હસ્તાક્ષર કરી દીધા છે. સાથે સાથે એચ-૧બી વિઝાના દુરૂપયોગને રોકવાનો પણ હેતુ રહેલો છે. ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યું છે કે એચ-૧બી વિઝાને મર્યાદિત કરવામાં આવનાર છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે અમેરિકી નાગરિકોની નોકરીની સુરક્ષા કરવા સાથે સંબંધિત આદેશ જારી કરી દીધો હતો. આ આદેશના કારણે ભારતીય ઇન્ફોટેક કંપનીઓને મોટો ફટકો પડી શકે છે. મોટા ભાગના અર્થશાસત્રી માની રહ્યા છે કે આગામી દિવસોમાં ભારતીય ઇન્ફોટેક કંપનીઓ દ્વારા આ દિશામાં કોઇ નવી પહેલ કરવામાં આવી શકે છે.

અમેરિકી પ્રમુખે એચ-૧બી વીઝાને મર્યાદિત કરવા સાથે સંબંધિત નવો આદેશ જારી કરી દીધો છે. એમ માનવામાં આવે છે કે આ આદેશ પ્રભાવી રીતે અમેરિકામાં અથવા તો ત્યાં સ્થિતિ ભારતીય કંપનીઓ દ્વારા વિદશી કર્મચારીઓને એચ-૧બી વીઝા હેઠળ નોકરી આપવાના નિર્ણય પર બ્રેક મુકી શકે છે. જા કે ટ્‌મ્પ અને તેમના વહીવટીતંત્રના મોટા ભાગના અધિકારીઓ આ દાવાને રદિયો આપી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યુ છે કે આનો મુખ્ય હેતુ નોકરી માટે વધારે યોગ્ય વિદેશી કર્મચારીઓને અમેરિકામાં લાવવા માટેનો રહેલો છે. સાથે સાથે કંપનીઓના પ્રવેશ સ્તર પર વધારે અમેરિકી નાગરિકોને નોકરી આપવા માટેનો રહેલો છે.

અમેરિકી નાગરિકોની નોકરીની રક્ષા કરવામા ંઆવનાર છે. નવા આદેશ પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા બાદ અમેરિકામાં એચ-૧બી વીઝા જેવી સુવિધા મર્યાદિત થઇ શકે છે. અમેરિકી કંપનીઓ પોતાના જ દેશની કંપનીઓ અને નાગરિકોની વધારે સેવા લેશે. આદેશ મહેમાન કર્મચારીઓ પર પ્રતિબંધ મુકવા સાથે સંબંધિત નથી. ભારતીય કંપનીઓને ફટકો પડી શકે છે. અમેરિકી લોકોની નોકરીઓને બચાવવાના ઈરાદા પ્રત્યે પોતાની નિષ્ઠા દર્શાવીને ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્કાન્સિન રાજ્યના પોતાના પ્રથમ પ્રવાસમાં કોનાસાની એક ફેકટરીમાં પહોંચ્યા હતા. ત્યાં ટ્રમ્પે બાય અમેરિકન, હાયર અમેરિકન આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશ પર તેમના હસ્તાક્ષર બાદ અમેરિકામાં એચ-૧બી વિઝા જેવી સુવિધા મર્યાદિત થઈ જશે અને અમેરિકન કંપનીઓ પોતાના દેશની જ કંપનીઓ અને કારીગરોને પ્રોડક્ટ અને સેવામાં પ્રાથમિકતા આપશે.

અલબત્ત આ આદેશ મહેમાન રહેલા કારીગરો ઉપર લાગુ થશે નહીં. આનાથી પ્રતિ વર્ષ ૮૫૦૦૦ એચ-૧બી વિઝા કર્મારીઓ પ્રભાવિત થશે. આમાંથી અડધાથી વધારે વિઝા ભારતીયોના હોય છે. અલબત્ત આદેશમાં વિલંબ થવાના પરિણામ સ્વરૂપે આ વર્ષે આપવામાં આવનાર વિઝા ઉપર કોઈ અસર થશે નહીં. આ ઉપરાંત આ આદેશ એચ-ટુબી વિઝા હેઠળ અન્ય મહેમાન કર્મચારીઓને પ્રભાવિત કરશે નહીં. એચ-૪ વિઝાને લઈને કોઈ વાત કરવામાં આવી નથી. એચ-૪ વિઝા હેઠળ કર્મચારીઓના પતિ અથવા પત્નીને ચોક્કસ સ્થિતિમાં અમેરિકામાં કામ કરવાની મંજુરી આપવામાં આવે છે.

ટ્રમ્પના આદેશ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા અધિકારીઓએ કહ્યું હતું કે વર્તમાન વિઝા કાર્યક્રમ હેઠળ અમેરિકા આવનાર અરજીદારોને કામ કરવા માટે સરેરાશ પગારથી ઓછા પૈસા આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે આનાથી અમેરિકી કર્મચારીઓ વિસ્થાપન થાય છે. સાથે સાથે વેતનમાં પણ ઘટાડો થાય છે. બીજી બાજુ ભારતીય આઈટી કંપનીઓનો દાવો છે કે એચ-૧બી કર્મચારીઓને ઓછા વેતન ચુકવવામાં આવે છે.

ટીસીએસના વડા રાજેશ ગોપીનાથને કહ્યું છે કે કાયદા મુજબ દરેક બરોબરની નોકરી માટે એકસમાન તક હોવી જાઈએ. કેટલાક જાણકાર લોકોનું કહેવું છે કે ટ્રમ્પના આ આદેશથી વધારે યોગ્ય યોગ્ય વિદેશી એન્જિનિયરો અમેરિકા પહોંચશે. જાકે હવે આમાં સર્ટિફિકેશન માટે વધુ કઠોર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બીજા નિષ્ણાતોની ચેતવણી છે કે આનાથી આઉટ સોસિંગ વધશે. ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ જેવી મોટી કંપનીઓ છે જે અમેરિકાની કોલેજા અને હાઈસ્કુલોની સાથે કામ કરીને કેટલાક પ્રોગ્રામ શરૂ કરી ચુક્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope