સોનામાં વધુ રૃપિયા ૩૫૦નો ઉછાળો નોંધાયો, ચાંદી સ્થિર

સોનાની કિંમતમાં જંગી ઉછાળો થતા કિંમત ૩૦૧૫૦થી ૩૧૨૫૦ની છેલ્લા એક મહીનાની સૌથી ઉંચી સપાટીએ

­(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૨

સોનાની આયાત ડ્યુટીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ૫૦ ટકાનો ધરખમ વધારો અને શેરબજારમાં જોવા મળેલી પીછેહઠના પગલે આજે અમદાવાદ સોના-ચાંદી માર્કેટમાં સોનામાં આગઝરતી તેજી જોવા મળી હતી. જ્યારે બાકીની કિંમતી ધાતુઓમાં ફ્લેટ કારોબાર નોંધાયો હતો. મંગળવારે ખુલ્લા બજારેજ સોનામાં મજબુત કારોબાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત સરકારે આયાત ડ્યુટીમાં ૫૦ ટકાનો વધારો કરતા સોનાની આયાત મોંઘી બની છે. જેનાં પગલે મંગળવારે સોનામાં ભારે મજબુતાઈ જોવા મળી હતી. જેના કારણે દિવસનાં અંતે ૧૦ ગ્રામ સોનાના ભાવ રૃપિયા ૩૫૦ના જંગી ઉઘાળા સાથે રૃપિયા ૩૦૧૫૦થી ૩૧૨૫૦ની છેલ્લા એક મહીનાની સૌથી ઉંચી સપાટી ઉપર બંધ રહ્યા હતા. જે સોમવારે રૃપિયા ૩૦૮૦૦થી ૩૦૯૦૦ની સપાટી ઉપર બંધ રહ્યા હતા. જ્યારે મંગળવારે અમદાવાદ માર્કેટમાં અન્ય ધાતુઓ ચાંદીમાં ફ્લેટ કારોબાર નોંધાયો હતો. જેની કારણે અમદાવાદ માર્કેટમાં પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવ કોઈપણ પ્રકારના વધારા ઘટાડા વગર સોમવારથીજ સપાટી રૃપિયા ૫૮૩૦૦થી ૫૮૮૦૦ ઉપર બંધ રહ્યા હતા. જ્યારે ચાંદીના પગલે રૃપામાં પણ ફ્લેટ કારોબાર નોંધાતા અમદાવાદ માર્કેટમાં રૃપાના ભાવ પણ કોઈપણ પ્રકારની વધઘટ વગર સોમવારી સપાટી રૃપિયા ૫૮૧૦૦થી ૫૮૬૦૦ ઉપરજ બંધ રહ્યા હતા. આમ, મંગળવારે સરકારે ઈમ્પેક્ટ ડ્યૂટીમાં વધારો કરતા સોનામાં આગઝરતી તેજી જોવા મળી હતી. જેનાં કારણે લગ્નની સિઝનમાં સોનાની ખરીદીએ મધ્યમવર્ગ માટે વધુ આકરી બની ગઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope