ચૂંટણીના પરિણામોને વધાવતું શેરબજાર : સેન્સેક્સમાં ૧૯૬ પોઇન્ટનો ઉલ્લેખનીય ઉછાળો નોંધાયો

સેન્સેક્સ ૧૮૫૩૧ની અને નિફટી ૫૯ પોઈન્ટ ઉછળીને ૫૫૪૪ની સપાટીએ : ઘણા શેરમાં લેવાલી જોવા મળી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ, તા. ૧૩

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોને શેરબજારે વધાવી લીધું હતું. ભ્રષ્ટાચારથી પોતાની ઇમેજ બચાવવા મેદાને પડેલી કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનને મળેલા જીતના પગલે મુંબઇ શેરબજારનાં બીએસઇ સેન્સેટીવ ઇન્ડેક્સમાં ૧.૦૭ ટકા અથવા ૧૯૫.૪૯ પોઇન્ટનો ઉછાળો થતાં ૧૮૫૩૧.૨૮ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના પગલે પગલે નેસનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના નિફટીમાં પણ ૧.૦૭ ટકા અથવા ૫૮.૭૫ પોઇન્ટનો વધારો થતાં ૫૫૪૪.૭૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સ આજે નીચા મથાળે ખૂલ્યોહતો. જો કે વિધાનસભાના પરિણામો સ્પષ્ટ થઇ ગયા બાદ તેજીનો માહોલ છવાયો હતો. જો કે અંતિમ ક્ષણોમાં થયેલી નફારૂપી વેચવાલીના પગલે ઇન્ટ્રા -ડે ૧૮૭૨મી ઊંચી સપાટીની ૨૦૦ પોઇન્ટનો ઘટાડો થયો છે. આજરોજ તમામ ક્ષેત્રીય ઇન્ડેક્ષો ઉછાળા સાથે બંધ રહ્યા હતાં. સૌથી વધુ ૨.૩૫ ટકાનો વધારો એફએમસીજી ઇન્ડેક્સમાં થયો હતો. મેટલ ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો. બેંકીગ રીયાલ્ટી, ઓટો, કેપીટલ ગુડઝ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં અંદાજે ૧ થઈ ૨ ટકાનો વધારો થયો હતો. બીએસઇ-૩૦ સ્ક્રિપોમાં ૨૭ શેર વધ્યા હતા. જયારે ૩ ઘટ્યા હતા. સૌથી વધુ ૩ ટકાનો ઉછાળો. જયપ્રકાશ એસોસીએટ્સમાં થયો હતો. આઇટીમાં ૫ણ ૩ ટકાનો વધારો થયો હતો. હીરો હોન્ડા, બજાજ ઓટોમાં ૨ થી ૩ ટકાનો વધારો થયો છે. જયારે રીલાયન્સ કોમ્યુનિકેશન્સ, ઇન્ફોસીસ અને એચડીએફસીમાં ઘટાડો થયો હતો. માર્કેટ બ્રેડથ હકારાત્મક રહી હતી. બીએસઇ-૫૦૦ ઇન્ડેક્સમાં ૬૯ ટકા શેર વધ્યા હતા. જયારે ૩૧ ટકા ઘટ્યા હતા. એશિયાના અન્ય બજારોમાં જાપાનનો ૨૨૫ નિક્કી ૦.૨ ટકા ઘટીને ૯૬૯૫.૩૩ પર બંધ રહ્યો હતો. એક સમયે તે ૯૭૫૧.૪૫ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. બીજી બાજુ બેંક ઓફ કોરિયાએ ચાવીરૂપ વ્યાજદરો યથાવત જાળવી રાખ્યા હોવા છતાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો હતો. હોંગકોંગનો હેંગસેંગ ૦.૪ ટકા, તાઇવાનનો ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટીને બંધ રહ્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી-૨૦૦ ૦.૧ ટકા અને ચીનનો શાંઘાઇ કોમ્પોઝીટ ૦.૧ ટકાના વધારા સાથે બંધ રહ્યો છે.

અત્ર ઉલ્લેખનીય છે કે પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના આજના પરિણામ પહેલા પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં સરકાર દ્વારા વધારો થવાની દહેશતને પગલે ગઈકાલે મુંબઇ શેરબજારનાં બીએસઇ સેન્સીટીવ ઇન્ડેક્સમાં ૧.૩૪ ટકા અથવા ૨૪૯.૧૭ પોઇન્ટનો ઘટાડો થતાં ૧૮૩૩૫.૭૯ની સપાટીએ નરમ આવ્યો હતો. સેન્સેક્સી જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના નિફટીમાં પણ ૧.૪૨ ટકા અથવા ૭૮.૮૫ પોઇન્ટનો ઘટાડો થતાં ૫૪૮૬.૧૫ની સપાટીએ ગઈકાલે બંધ રહ્યો હતો. સેન્સેક્સ ગઈકાલે પણ નીચા મથાળે ખૂલ્યો હતો. પરંતુ માર્ચ માસના આઇઆઇની આંકડાઓ અપેક્ષા કરતાં સારા આવતાં તે હકારાત્મક શ્રેણીમાં પ્રવેશી ગયો હતો.

 

ોજીની સાથે સાથે……

 

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, તા. ૧૩

* શેરબજારમાં વિધાનસભાની ચુંટણીના પરિણામ વચ્ચે તેજી

* સેન્સેક્સમાં ૧૯૫ પોઈન્ટનો ઉછાળો નોંધાતા સપાટી ૧૮૫૩૧

* નિફટી ૫૯ પોઈન્ટ ઉછળી ૫૫૪૫ની સપાટીએ

* સેન્સેકસ નીચા મથાળે ખુલ્યા બાદ તેજી નોંધાઈ

* બેંકિંગ, રિઅલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સના શેરમાં એકથી બે ટકાનો ઉછાળો

* બીએસઈ-૩૦ સ્ક્રિપમાં ૨૭ શેર તેજીમાં

* જય પ્રકાશ એસોસિએટમાં ત્રણ ટકાનો ઉછાળો

* એશિયન બજારમાં જાપાનના બજારમાં ઘટાડો

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope