બિયોન્સ મિલેનિયમ એવોર્ડ મેળવવા માટે સંપૂર્ણ તૈયાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસ એન્જલસ, તા.૧૩

પોપ સ્ટાર અને અભિનેત્રી બિયોન્સ નોવેલ્સને લાસવેગાસમાં વર્ષ ૨૦૧૧ના બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડમાં મિલેનિયમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તેવી શક્યતા છે. હોલિવુડ ગોસિપ વેબસાઈટમાં નજીકના સુત્રોને ટાંકીને આ મુજબની માહિતી આપવામાં આવી છે. બિયોન્સ એમજીએમ ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે આયોજીત ૨૨મી મેના દિવસના કાર્યક્રમમાં પરફોર્મ કરે તવી શક્યતા દેખાઈ રહી છે. બિલબોર્ડ મિલેનિયમ એવોર્ડથી બિયોન્સની કેરિયરને વધુ વેગ મળે તેવી શક્યતા છે. બિયોન્સની સિદ્ધી અને તેની કેરિયર દરમિયાન સંગીતના ક્ષેત્રમાં તેના યોગદાન બદલ આ એવોર્ડ તેને આપવામાં આવે તેમ માનવામાં આવી રહ્યુ છે. ઓક્ટોબર ૨૦૦૯માં બિલબોર્ડે વુમન્સ ઓફ ધ યરનો એવોર્ડ બિયોન્સને આપ્યો હતો આ ઉપરાંત ડિસેમ્બર ૨૦૦૯માં ટોપ ફિમેઈલ ર્આિટસ્ટ ઓફ ધ ડિકેડ બનવામાં પણ બિયોન્સ સફળ રહી હતી. આગામી શો માં તમામ ટોચની અભિનેત્રીઓ અને ટોચના પોપ સ્ટાર હાજરી આપે તેવી શક્યતા છે. જેમાં રિહન્ના, કન્ટ્રી સ્ટાર કિથ અર્બન, લો ગ્રીન, નિકી મિનાજ, પીટ બુલ અને ટાયો ક્રુઝનો સમાવેશ થાય છે. એવોર્ડ સમારંભમાં આ તમામ ટોચના પોપ સ્ટાર પરફોર્મ કરીને ઉપસ્થિત લોકોને રોમાંચિત કરે તેવી શક્યતા છે. બિયોન્સની લોકપ્રિયતા શરૂઆતના દિવસોથી જ સતત વધી છે.

 

લાસવેગાસમાં ૨૦૧૧ના બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડમાં પોપસ્ટાર પરફોર્મ કરશે : બિયોન્સને સન્માનિત કરાશે

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope