કોચી-પંજાબની વચ્ચે આજે ઈન્દોરમાં રોચક જંગ થશ

એડમ ગિલક્રિસ્ટના નેતાૃત્વમાં પંજાબની ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઊતરશે : રાત્રે ૮ વાગ્યાથી પ્રસારણ થશ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ઈન્દોર,તા. ૧૨

હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમિયર લીગ-૪માં આવતીકાલે કગ્સ ઈલેવન પંજાબ અને કોચી વચ્ચે ઈન્દોરમાં જંગ ખેલાશે. આ મેચને લઈને ભારે ઊત્સુકતા પ્રવર્તી રહી છે. આવતીકાલની મેચમાં પંજાબની ટીમ વધારે હોટફેવરીટ દેખાઈ રહી છે. તેની પાસે વિશ્વના કેટલાક ધરખમ ખેલાડી રહેલા છે. આ ખેલાડીઓ સારા ફાર્મમાં પણ ચાલી રહ્યા છે. એડમ ગિલક્રિસ્ટના નેતાૃત્વમાં કિગ્સ ઈલેવન પંજાબમાં ડેવિડ હસી અને દિનેશ ર્કાિતક જેવા પણ ખેલાડી છે. પોતાની ટીમને જીત અપાવવા માટે ુત્સુક દેખાઈ રહ્યા છે.

ટીમમાં શોન માર્શ જેવો આક્રમક ખેલાડી પણ છે. બીજી બાજુ કોચીની ટીમમાં પણ માહેલા જયવર્ધને, બ્રેડન મેક્કુલમ, બ્રેડ હોજ જેવા ખેલાડી છે. આવતીકાલે એક જ મેચ હોવાથી ક્રિકેટચાહકોને મજા રહેશે. વેકેશન હોવાના કારણે ક્રિકેટ ચાહકોને હાલમાં કોઈ ટેન્શન નથી. તેઓ આઈપીએલની મેચોની મજા માણી રહ્યા છે. ટીમમાં સ્થાનિક ખેલાડીઓ પણ સારો દેખાવ કરવા માટે સુસજજ છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગેથી સેટ મેકસ પરથી કરવામાં આવશે. આઈપીએલમાં હવે ધુબ ઓછી ંમેચો બાકી રહી ગઈ છે. જેથી સ્પર્ધા તીવ્ર બની ગઈ છે. આઈપીએલ-૪માં ખેલાડીઓની નેવસરથી હરાજી કરવામાં આવી હતી જેથી અગાઈ ડેક્કન ચાર્જર્સ તરફથી રમાનર એડમ ગિલક્રિસ્ટ હવે પંજાબમાં કેપ્ટન તરીકેની ભૂમિકામાં છે.

કોચી : માહેલા જયવર્ધને, મુરલીધરન, રવિન્દ્ર જાડેજા, એસ શ્રીસંત, આરપી સહ, બ્રેડન મેક્કલુમ, બ્રેડ હોજ, વીવીએસ લક્ષ્મણ, ર્પાિથવ પટેલ, સ્ટિવન સ્મિથ, રમેશ પવાર, આર વિનય કુમાર, ઓવેસ શાહ, થિસારા પરેરા, માઇકલ કલગર, સ્ટીવન ઓફીક. કગ્સ ઈલેવન પંજાબ ઃ ડેવિડ હસી, એડમ ગિલક્રિસ્ટ, દિનેશ ર્કાિતક, પિયુશ ચાવલા, પ્રવીણ કુમાર, અભિષેક નાયર, સ્ટુઅર્ટ બ્રોડ, શોન માર્શ, રેયાન હેરિસ, નાથન રેમિગટન, મૈસ્કરેન્હાસ

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope