History

સંપૂર્ણ સમાચાર સેવાની આગેકૂચ ઝડપથી જારી છે

સંપૂર્ણ સમાચાર સેવા આજે વૈશ્વિકસ્તરે પોતાનું નેટવર્ક ધરાવે છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાંથી બહાર પડી રહેલા ગુજરાતી અખબારોને પણ સંપૂર્ણ સમાચાર સેવા સમાચાર ઉપલબ્ધ કરાવી રહી છે. ગુજરાત અને ભારતની એક માત્ર સમાચાર સંસ્થા સંપૂર્ણ સમાચાર સેવા નામની જેમ જ સંપૂર્ણ લે આઉટ સાથે તમામ સમાચારો અખબારોને ઉપલબ્ધ કરાવે છે જેથી અખબારોને કોઈ પણ પ્રકારની કવાયત કરવાની જરૂર રહેતી નથી. માત્ર ઉપલબ્ધ સમાચાર લઈને અખબારોમાં પ્રાથમિકતાની જગ્યાએ મુકવાનું કામ જ હોય છે. સંપૂર્ણ સમાચાર સેવાને પાંચમી માર્ચ ૧૯૯૯ના દિવસે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદથી લઈને હજુસુધી સમાચારોની વિશ્વસનિયતા અને ગુણવત્તાના કારણે આ સમાચાર સેવા એક પછી એક સિદ્ધીઓ હાંસલ કરી રહી છે. ખુબજ ટૂંકા ગાળામાં સંપૂર્ણ સમાચાર સેવા ૧૧૦ ગુજરાતી અખબારોને અને ૧૫થી ૨૦ જેટલા હિન્દી અખબારોને સમાચાર ઉપલબ્ધ કરાવતી સંસ્થા બની ગઈ છે. એટલામાં ઓછુ હોય તેમ સંપૂર્ણ સમાચાર સેવાની કૂચ જારી છે. આગામી દિવસોમાં સંપૂર્ણ સમાચાર સેવા નવી સિદ્ધીઓ હાંસલ કરીને વધુ લોકપ્રિયતા મેળવવા માટે સજજ છે. સ્થાનિક સમાચારો, રમતગમતના સમાચારો, બિઝનેસના સમાચારો અને રાજકારણના સમાચારો તથા મનોરંજન સહિતના તમામ સમાચારો વિસ્તૃત વિગત સાથેે ઉપલબ્ધ કરાવવામાં સંપૂર્ણ સમાચારની વિશ્વસનિયતા રહી છે. ઘણા સમાચારો એવા પણ આપવામાં આવ્યા છે જેના નિર્ણય એક દિવસ પછી લેવાયા હોવા છતાં એક દિવસ પહેલા આપવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર સેવાએ ખુબજ નાના પાયે તેની શરૂઆત કરી હતી પરંતુ પારદર્શકતા, વિશ્વસનિયતાના કારણે હવે ૧૧૦થી વધુ ગુજરાતી અખબારોને આવરી લેવામાં આવ્યા છે. સમૃદ્ધ ભવિષ્ય તરફ સંપુર્ણ સમાચારની આગેકૂચ યથાવતરીતે જારી રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope