નરેન્દ્ર ગીરી મોત કેસમાં આનંદગીરી ૧૪ દિવસની કસ્ટડીમાં

મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુ મામલે આનંદ ગિરીને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ મહંતના મોતના કેસમાં આનંદ ગીરીની પોલીસે ૧૨ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુસાઇડ નોટ બતાવીને આનંદ ગિરીની પોલીસના અલગ-અલગ અધિકારીઓએ પૂછપરછ કરી હતી. આનંદ ગિરીએ કહ્યું કે મને ફસાવવામાં આવી રહ્યો છે. તપાસ થવી જાેઈએ. પ્રયાગરાજની સીજેએમ કોર્ટે આનંદ ગીરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સિવાય હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીને પણ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બંનેને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં લાવી રહ્યા છે. પ્રયાગરાજમાં મહંત નરેન્દ્ર ગિરીને તેમની ઈચ્છા મુજબ જમીન સમાધિ આપવામાં આવી હતી. આ દરમિયાન મહંત નરેન્દ્ર ગિરીને જાેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરીના અવસાનથી બે પ્રશ્નો ઉભા થયા. પહેલો એ છે કે નરેન્દ્ર ગિરીનું મૃત્યુ હત્યા છે કે આત્મહત્યા અને બીજાે પ્રશ્ન એ છે કે મહંત ગિરીની ગાદીનો વારસદાર કોણ હશે? અનુગામી તરીકે જે નામ બહાર આવી રહ્યું છે તે બલવીર ગિરી છે. પરંતુ બલવીર ગિરીના નિવેદન બદલવાને કારણે તેમના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અખાડા પરિષદે બલવીર ગિરીના નામની જાહેરાતને સત્તાવાર રીતે મુલતવી રાખી છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે બલવીર ગિરી મઠના નવા અનુગામી હશે કે અન્ય કોઈ? મહંત નરેન્દ્ર ગિરીની સ્યુસાઇડ નોટમાં તેમના શિષ્ય બલવીર ગિરી, જેમણે તેમને તેમના અનુગામી બનાવવા વિશે લખ્યું હતું, તેમના ગુરુના હસ્તાક્ષર અંગે બે અલગ અલગ નિવેદનો આપ્યા છે. ગઈકાલે સુસાઈડ નોટ મળ્યા બાદ બલવીર ગિરીએ કહ્યું કે તે ગુરુજીની હસ્તલિખિત છે. પરંતુ આજે જ્યારે તેને સુસાઈડ નોટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસ્તાક્ષરને ઓળખવાની ના પાડી દીધી.

 

આતંકીઓ સાથે સબંધમાં કાશ્મીરના ૬ કર્મી સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાના આરોપમાં બરતરફ કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંક પર વધુ એક પ્રહાર કરતા ભારતના બંધારણના કલમ ૩૧૧ (૨) (સી) હેઠળ કેસની તપાસ અને ભલામણ કરવા માટે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં નામિત સમિતિએ આતંકવાદી લિંક રાખવા અને ઓજીડબલ્યુ તરીકે કામ કરવા માટે સરકારી સેવા સાથે ૬ કર્મચારીઓને બરતરફ કરવાની ભલામણ કરી. જે ૬ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી છે તેમાં કાશ્મીર ખીણના અનંતનાગના અધ્યાપક હમીદ વાની સામેલ છે. વાની પર આરોપ છે કે નોકરીમાં આવ્યા પહેલા તેઓ આતંકી સંગઠન અલ્લાહ ટાઈગરના જિલ્લા કમાન્ડર તરીકે કામ કરી રહ્યા હતા. આ સાથે જ જમાત-એ-ઈસ્લામીના સહયોગથી તેમને આ સરકારી નોકરી મળી હતી. વાની પર એ પણ આરોપ છે કે ૨૦૧૬માં બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ તેઓ દેશ વિરોધી ગતિવિધિઓ માટે કાશ્મીરમાં ચલાવાઈ રહેલા ચલો કાર્યક્રમના મુખ્ય વક્તાઓમાંના એક હતા. આ સાથે જ જમ્મુના કિશ્તવાડ જિલ્લાના જફર હુસૈન ભટ્ટને પણ સરકારી નોકરીમાંથી બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. જફર હુસૈન જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે અને તેને એનઆઈએએ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ પણ કરી હતી. તેઓ હાલ જામીન પર છુટ્યા છે. તેની પર આરોપ છે કે તેઓ પોતાની કાર હિઝ્‌બુલ મુઝાહિદ્દીનના આતંકીઓને લાવવા અને લઈ જવા માટે વ્યવસ્થા કરાવતા હતા. આ સાથે જ મોહમ્મદ રફી, જે કિશ્તવાડના રહેવાસી છે અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તરીકે જુનિયર આસિસટન્ટ તૈનાત છે, બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. મોહમ્મદ રફી ભટ્ટ પર આરોપ છે કે કિશ્તવાડ જિલ્લામાં હિઝ્‌બુલ મુઝાહિદ્દીનના આતંકીઓને પોતાના આતંકી મનસૂબાને અંજામ સુધી પહોંચાડવા માટે જગ્યા આપતો હતો. તેની પર એનઆઈએએ પહેલા જ ચાર્જશીટ દાખલ કરી છે અને ધરપકડ પણ કરી હતી. હાલ તેઓ જામીન પર છૂટ્યા છે.

 

મુંબઈના એરપોર્ટ પર ડ્રગ્સ સાથે વિદેશી માતા -પુત્રીની ધરપકડ

દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ ડ્રગ્સ એરપોર્ટના કસ્ટમ વિભાગે ૨ વિદેશી નાગરિકો પાસેથી જપ્ત કર્યુ છે. જેની કિંમત ૨૫ કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. ધરપકડ કરાયેલા બંને વિદેશી નાગરિક સંબંધમાં મા અને પુત્રી છે. માતા અને પુત્રીની આ જાેડી વિદેશી પર્યટક બનીને મુંબઈ આવી હતી. ધરપકડ બાદ મહિલાએ જણાવ્યુ છે કે તે અને તેમની પુત્રી ભારતમાં કેન્સરની સારવાર કરાવવા માટે સાઉથ આફ્રિકાના જાેહાન્સબર્ગથી કતારના દોહા થતા મુંબઈ આવી છે. માતા અને પુત્રીએ સૂટકેસની અંદર ખાસ કેવિટી બનાવીને લગભગ ૫ કિલો હેરોઈનને છુપાવ્યુ હતુ. કાળા રંગના પેકેટમાં ડ્રગ્સને ઘણી જ સાવધાનીથી છુપાવ્યુ હતુ. જે બાદ મુંબઈ એરપોર્ટના સરહદ કર વિભાગે એનડીપીએસ અધિનિયમ હેઠળ ૪.૯૫૩ કિલોગ્રામ હેરોઈનની તસ્કરી કરવાના પ્રયત્નમાં બંનેની ધરપકડ કરી લીધી. કસ્ટમ સૂત્રો અનુસાર આ માતા-પુત્રીને ડ્રગ્સ તસ્કરી કરવા માટે ડ્રગ માફિયા રેકેટ દ્વારા લાલચ આપવામાં આવી હતી, જ્યાં તેમને એક યાત્રા માટે ૫૦૦૦ અમેરિકી ડોલર આપવાનુ વચન આપવામાં આવ્યુ હતુ. બંને મુસાફરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડી કરી છે. મુંબઈ સીમા શુલ્ક અધિકારી હવે આ મામલે તપાસમાં લાગેલા છે. કસ્ટમ ઈન્ટેલિજન્સ વિંગે હવે આ વાતની જાણકારી મેળવી છે કે ભારતમાં ડ્રગ્સની આ ખેપ કેવી રીતે પહોંચાડવામાં આવી હતી અને ક્યારથી આ ડ્રગ્સની હેરાફેરી ચાલી રહી છે? સાથે જ આ સિન્ડિકેટ સાથે જાેડાયેલા અન્ય લોકોની પણ જાણકારી મેળવાઈ રહી છે.

 

ધર્માંતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ

ઉત્તર પ્રદેશ એટીએસએ ધર્માંતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. તે ગ્લોબલ પીસ સેન્ટરનો અધ્યક્ષ છે અને જમીયત-એ-વલીઉલ્લાહનો પણ અધ્યક્ષ છે. તેની મેરઠ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુફ્તી કાજી અને ઉમર ગૌતમની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. બંનેની લિંક કલીમ સિદ્દીકી સાથે મળે છે. એવો આરોપ છે કે, વિદેશથી કરોડો રૂપિયા કલીમ સિદ્દીકીના ખાતામાં આવ્યા હતા. આ મામલે ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, મૌલાના કલીમ સિદ્દીકી પર હવાલા દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણ માટે ફન્ડિંગ ભેગું કરવાનો આરોપ છે. આરોપી મૌલાનાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. મૌલીના કલીમ યુટ્યુબ દ્વારા પણ લોકોને ધર્માંતરણ કરવા માટે અને ધર્માંતરણના રેકેટમાં સામેલ થવા માટે પ્રેરિત કરતો હતો. તેણે જ અભિનેત્રી સના ખાનના નિકાહ કરાવ્યા હતા. આરોપ પ્રમાણે મૌલાના કલીમ સિદ્દીકી લોકોને લાલચ આપીને ધર્માંતરણ માટે ઉશ્કેરતો હતો. તે પોતાનું ટ્રસ્ટ ચલાવવાની સાથે તમામ મદરેસાઓને પણ ફન્ડિંગ કરતો હતો. તેને હવાલા અને અન્ય ગેરકાયદેસર રીતે વિદેશથી ભારે ધનરાશિ મોકલવામાં આવતી હતી. ઉત્તર પ્રદેશ એટીએસના કહેવા પ્રમાણે મૌલાના કલીમ સિદ્દીકીના ખાતામાં ૧.૫ કરોડ રૂપિયા બહરીનથી આવ્યા હતા. તેના એકાઉન્ટમાં કુલ ૩ કરોડ રૂપિયા આવ્યા હતા. યુપી એડીજી પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે ૨૦ જૂનના રોજ ગેરકાયદેસર ધર્માંતરણ જૂથ ચલાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉમર ગૌતમ અને તેના સાથીદારોને બ્રિટિશ આધારીત સંસ્થા પાસેથી આશરે ૫૭ કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું જેના ખર્ચનો હિસાબ આપવામાં આરોપી અસમર્થ રહ્યો હતો. આ મામલે અન્ય ૧૦ લોકોની પણ ધરપકડ કરવામાં આવેલી છે જેમાંથી ૬ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ ચુકી છે અને ૪ વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. અમાનતુલ્લાહ ખાને પોતાની ધરપકડ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તેણે લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા હવે મશહૂર ઈસ્લામિક સ્કોલર મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી છે, મુસલમાનો પરનો અત્યાચાર વધી રહ્યો છે. આ મુદ્દે સેક્યુલર પાર્ટીઓનું મૌન ભાજપને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

 

ભારત અગ્નિ-૫ મિસાઈલનો આજે ઓપન ટેસ્ટ કરશે

ભારત પોતાની સૌથી ઘાતક અગ્નિ-૫ મિસાઈલનો ૨૩ સપ્ટેમ્બર, ગુરૂવારે ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યુ છે. એ પછી આ મિસાઈલને સેનામાં સામેલ કરી દેવામાં આવશે. આ મિસાઈલ સેનામાં સામેલ થશે તે બાદ ભારત પણ એવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેની પાસે ન્યુક્લિયર હથિયારોથી સજ્જ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે. ભારતના ડીઆરડીઓ દ્વારા તેને ડેવપલ કરવામાં આવ્યુ છે. ૨૦૦૮માં તેને વિકસિત કરવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. ૨૦૧૨માં તેનો સોલિડ ફ્યુલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ પછી ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધી તેના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાયા છે. હવે ૨૩ સપ્ટેમ્બરે ભારત પહેલી વખત તેનો ઓપન ટેસ્ટ કરવા માટે જઈ રહ્યુ છે. અગ્નિ-૫ દોઢ ટન સુધીના ન્યુક્લિયર વેપન્સનુ વહન કરી શકે છે.તે અવાજ કરતા ૨૪ ગણી ઝડપે ઉડનારૂ મિસાઈલ છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. તેની રેન્જ ૫૦૦૦ કિલોમીટરની છે. તે એક સાથે ઘણા હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ તેનો છેલ્લો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ મિસાઈલના સાત ટેસ્ટ પૈકી તમામ સફળ રહ્યા છે. આમ તો અગ્નિ-૫ને ૨૦૨૦માં જ ઓપન ટેસ્ટ કરીને સેનામાં સામેલ કરવાનુ હતુ પણ કોરોનાના કારણે તેના પરિક્ષણમાં મોડુ થયુ છે. આ મિસાઈલના પગલે ચીનના પેટમાં તેલ રેડાયુ છે. કારણકે એક વખત અગ્નિ-૫ મિસાઈલ સેનામાં સામેલ થશે તે પછી ચીનના મહત્વના શહેરો પણ તેની રેન્જમાં આવી જશે.

 

તાલિબાનનું શાસન : દેશમાં ૧૦૦ કરોડનું ડ્રગ્સ આવ્યું

તાલિબાન શાસને તેના ડ્રગની માયાજાળ ફેલાવવાનું શરૂ કર્યું છે. તાલિબાનના શાસન બાદ ૧૦૦ કરોડ રૂપિયાના માદક પદાર્થ ભારતમાં આવ્યા છે અને આમાંથી માત્ર ૨૦ કરોડ રૂપિયાનો માલ જ પકડાયો છે. ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સનું નેટવર્ક સમગ્ર ભારત અને દિલ્હીમાં ફેલાયેલું છે છેલ્લા બે મહિના દરમિયાન એનસીઆરમાં બે કારખાના પકડાયા હતા. શું તાલિબાન પોતાનું શાસન ચલાવવા માટે તસ્કરી કરી રહ્યુ છે? ગુજરાત પોર્ટ પર પકડવામાં આવ્યુ હજારો કરોડ રૂપિયાનુ માદક પદાર્થ, એવો માદક પદાર્થ જે કાગળમાં તો બતાવવામાં આવ્યુ હતુ ટેલકમ પાઉડર પરંતુ વાસ્તવમાં હતુ નશાનુ ઝેર, જે ભારતના વિભિન્ન ભાગોમાં મોકલવામાં આવતુ હતુ. તપાસ એજન્સીઓએ જ્યારે મામલાની તપાસ આગળ વધારી તો તેને તાર સીધા દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગયા. માહિતીના આધારે ડીઆરઆઈમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશના નોઈડા બે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા અને દિલ્હીથી બે અફઘાનીઓ સહિત ત્રણ લોકોને અને નોઈડાથી ૨ અફઘાનીઓની ધરપકડ કરવામાં આવી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં પણ પંજાબ પોલીસે દિલ્હીના સૈનિક ફાર્મ વિસ્તારમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો અને તે કેસમાં ચાર અફઘાન સહિત ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. છેલ્લા ૨ મહિના દરમિયાન ભારતમાં મોટી સંખ્યામાં માદક દ્રવ્યો પકડાયા છે. આમાંથી ૬ જુલાઇના રોજ પંજાબ પોલીસ દ્વારા દિલ્હી અને પંજાબથી આશરે ૨૦ કિલો હેરોઇન, ૭ ઓગસ્ટે ગુજરાત પોર્ટ પરથી દિલ્હી પોલીસ દ્વારા ૧૨ કિલો હેરોઇન ૩૦૦૦ કિલો હેરોઈન / માદક દ્રવ્યો, ૨૦ સપ્ટેમ્બરના રોજ દિલ્હી નોઈડાથી ૨૦ કિલો હેરોઈન, ગુજરાત બંદર પર જ ૨૫ હજાર કિલો ટેલ્કમ પાવડર આવ્યાનો અહેવાલ પરંતુ પકડાઈ શક્યો નથી.

 

SRH નો નટરાજનનો કોરોનો રિપોર્ટ પોઝિટીવ

યુએઈમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૧માં વધુ એક વખત કોરોનાનો પ્રવેશ થઈ ગયો છે. જેના કારણે આજે રમાનારા મુકાબલા સામે પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાનારી મેચના થોડા કલાકો પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના ટી.નટરાજનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નટરાજનને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય છ સભ્યોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મેડિકલ ટીમે કેટલાક ખેલાડીઓની ઓળખ કરી છે જેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાં વિજય શંકર (ખેલાડી), વિજય કુમાર (ટીમ મેનેજર), શ્યામ સુંદર જે (ફિઝિયો), અંજના વી. (ડોક્ટર), તુષાર કેદાર (લોજિસ્ટિક મેનેજર) અને પી.ગણેશન (નેટ બોલર) સામેલ છે. આ સિવાયના અન્ય ખેલાડીઓ અને સભ્યોનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આઈપીએલના ટિ્‌વટર હેન્ડલ પર તેની જાણકારી આપવામાં આવી છે.

 

કોવિશીલ્ડ મુદ્દે યુકેએ ભેદભાવ કર્યાનો ભારત દ્વારા આક્ષેપ

ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોના વેક્સિન કોવિશીલ્ડને માન્યતા ન આપીને ભેદભાવપૂર્ણ વલણ અપનાવ્યું છે. સાથે તે પણ કહ્યું કે, જાે તેનું કોઈ સમાધાન નિકળશે નહીં તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આજે કહ્યુ કે, યૂકે સરકારનો કોવિશીલ્ડને માન્યતા ન આપવાનો ર્નિણય ‘ભેદભાવપૂર્ણ’ છે. તેમણે તે પણ કહ્યું કે, પારસ્પરિક ઉપાય કરવાનો અધિકાર ની અંદર આવે છે. તેમણે આગળ કહ્યું- કોવિશીલ્ડની બિન-માન્યતા એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યૂકેની યાત્રા કરનાર આપણા નાગરિકોને પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રીએ બ્રિટનના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દાને મજબૂતીથી ઉઠાવ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે આશ્વાસન આપવામાં આવ્યું કે, આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને પોતાના કોવિડ-૧૯ અવરજવરના નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ આ સાથે એક નવા વિવાદને જન્મ આપી દીધો છે. બ્રિટન પર આરોપ લાગી રહ્યો છે કે તે ભારતની સાથે ભેદભાવ કરી રહ્યું છે. બ્રિટન સરકાર પર હવે ભારતથી આવનારા યાત્રીકો માટે નક્કી નિયમોની સમીક્ષા કરવાનું દબાણ વધી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે બ્રિટનના નવા નિયમો હેઠળ કોવિશીલ્ડ વેક્સિન લેનારાનું રસીકરણ થયેલું માનવામાં આવશે નહીં, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીન લીધેલા લોકોને માન્યતા આપવામાં આવી છે. ભારતમાં મોટાભાગના લોકોને કોવિશીલ્ડ વેક્સીન લાગી છે. આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા વેક્સીનનું ભારતીય વર્ઝન છે. તેને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ બનાવી છે, તેમ છતાં ભારતને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. બ્રિટનમાં નેશનલ ઈન્ડિયન સ્ટૂડન્ટ એન્ડ એલુમનાઈ યૂનિયન (એઆઈએસએયૂ) ના અધ્યક્ષ સનમ અરોડાએ કહ્યુ- ભારતીય વિદ્યાર્થીઓ તે વાતથી પરેશાન છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવપૂર્ણ પગલું છે કારણ કે અમેરિકા અને યૂરોપીય સંઘના તેમના સમકક્ષોની તુલનામાં તેમની સાથે અલગ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

 

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી દેશમુખે ૧૭ કરોડની આવક છૂપાયાની માહિતી મળી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને તેમના પરિજનો સાથે સંબંધિત સંસ્થાનો પર તાજેતરમાં જ દરોડા બાદ ઈનકમ ટેક્સ વિભાગે ૧૭ કરોડ રૂપિયાની આવક છુપાવવાની જાણકારી મેળવી લીધી છે. સત્તાકીય સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે ઈનકમ ટેક્સે રાષટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સાથે જાેડાયેલા નાગપુર સ્થિત ન્યાસમાં નાણાંકીય ગડબડની જાણકારી મેળવી છે જે ત્રણ શૈક્ષણિક સંસ્થાન ચલાવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ કહ્યુ, તપાસ દરમિયાન મળેલા પુરાવાથી સ્પષ્ટ થાય છે કે ૧૭ કરોડ રૂપિયાની આવક છુપાવવામાં આવી હતી. સીબીડીટીએ કહ્યુ કે ૧૭ સપ્ટેમ્બરે નાગપુરની એક પ્રમુખ સાર્વજનિક હસ્તી અને તેમના પરિજનોના નાગપુર, મુંબઈ, દિલ્હી અને કલકત્તા સ્થિત ૩૦ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. સત્તાકીય સૂત્ર અનુસાર આ કાર્યવાહી દેશમુખ વિરૂદ્ધ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક બેન્કના લોકર પર પ્રતિબંધિત હુકમ લાગુ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી ૭૧ વર્ષીય દેશમુખ પર રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ સહિત અન્ય કેસ નોંધાયા છે જેની સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહ્યા છે. અગાઉ મુંબઈમાં વસૂલી કાંડમાં અનિલ દેશમુખ વિરૂદ્ધ ઈડીએ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. નોટિસ જારી થયા બાદ અનિલ દેશમુખ દેશ છોડીને જઈ શકતા નથી. દેશમુખ પર આરોપ છે કે તેમણે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી રહેતા ૧૦૦ કરોડથી વધારેની વસૂલી કરાવી હતી. મની લોન્ડ્રિંગ મામલે રજૂ થવા માટે ઈડી તરફથી અનિલ દેશમુખને પાંચ વાર નોટિસ જારી કરવામાં આવી પરંતુ રજૂ થયા નહીં. એજન્સીએ જણાવ્યુ કે રજૂ થવાને લઈને અનિલ દેશમુખ અને તેમના વકીલ તરફથી ઈડીને દરેક વખતે અલગ-અલગ દલીલ આપવામાં આવી રહી છે.

 

મહંત નરેન્દ્ર ગિરીના મોત સંદર્ભે ૬ લોકોની અટકાયત

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનુ રહસ્યમય સંજાેગોમાં મોત થયા બાદ આજે પ્રયાગરાજ પોલીસે ૬ વ્યક્તિઓને અટકાયતમાં લીધા છે અને આ તમામ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. મહંત નરેન્દ્ર ગિરિના ગનમેનની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહંતને વાય કેટેગરીની સુરક્ષા મળી હતી. મહંતનો મૃતદેહ ગઈકાલે તેમના આશ્રમના રૂમમાંથી શંકાસ્પદ સંજાેગોમાં મળ્યો હતો.તેમનો મૃતદેહ દોરડા પર લટકતો હતો. પોલીસને આઠ પાનની એક સુસાઈડ નોટ મળી હતી. એ પછી તેમના શિષ્ય આનંદ ગિરિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે મહંતે આનંદ ગિરિ પર સતામણી કરવાનો આરોપ સુસાઈડ નોટમાં લગાવ્યો છે. દરમિયાન પોલીસે મહતંના મોબાઈલની કોલ ડિટેલ રિપોર્ટ કઢાવ્યો છે અને તેમાં ઘણી કડીઓ મળી છે. મંહતે પોતાના મોતના ૧૦ કલાક પહેલા જેમની સાથે વાત કરી છે તે તમામની પોલીસ પૂછપરછ કરશે. મહંતના મોતને લઈને પોલીસને એક વિડિયો પણ મળ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, શિષ્ય આનંદ ગિરિનુ કહેવુ છે કે, મહંતના મોતની પાછળ ભૂ-માફિયાઓ અને મોટા અધિકારીઓ સંડોવાયેલા છે. મહંતના મોતને આત્મહત્યામાં ખપાવીને મને ફસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope