All posts by Sampurna Samachar

તાપસીની લૂપ લપેટા કોવિડ-૧૯ વીમાને કવર કરતી પહેલી ફિલ્મ

કોવિડ-૧૯ના વીમા માટે બોલિવૂડમાં પણ જાગૃતિ
ટાઈવરની ૧૯૯૮ની લોલા રનની ભારતીય રૂપાંતરણ (સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦ મુંબઈઃ તાપસી પન્નુની આગામી ફિલ્મ ’લૂપ લપેટા’ કોવિડ-૧૯ વીમાને કવર કરનારી આ બોલિવૂડની પહેલી ફિલ્મ બની શકે છે. ફિલ્મના નિર્માતા અતુલ કાસબેકર અને તનુજ ગર્ગ તેમના પ્રોજેક્ટ માટે કોવિડ -૧૯ વીમા મેળવવા કાનૂની નિષ્ણાત સાથે વાતચીત કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ’લૂપ લપેટા’ કોવિડ-૧૯ વીમા કવર કરવામાં આવતી પ્રથમ ફિલ્મ બની શકશે.આ ફિલ્મ ટાઈવરની ૧૯૯૮ની બનેલી જર્મન હિટ લોલા રનની ભારતીય રૂપાંતરણ છે. કસબેકરે જણાવ્યું કે, અમે અત્યારે કાનૂની વિશેષજ્ઞ આનંદ દેસાઈની સાથે વાત કરી રહ્યા છીએ ફિલ્મનો વીમો અત્યાર સુધી કોઈપણ અભિનેતાની બીમારી અથવા પ્રાકૃતિક ઘટનાઓ માટે લેવામાં આવતો હોય છે. પરંતુ કોવિડ-૧૯માટે વીમો તે નવી ઘટના છે. ફિલ્મ સ્થાપના સભ્યમાંથી તપાસ દરમિયાન કોઈ પોઝિટિવ કેસ આવે તો આખા સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવાની જરૂર ફરી શકે છે એવામાં નિર્માતાને થયેલું નુકસાન કવર થઈ શકે છે.
 

ક્રાઈમ ડ્રામા ફિલ્મ ’યારા’નું દમદાર ટીઝર રિલિઝ થયુેં

ફ્રેન્ડશીપ ડે પર દર્શકોને એક ઝલક જોવા મળશે
વિદ્યુત જમવાલ, અમિત સાધ, કેની બસુમતારી, વિજય વર્મા, શ્રુતિ હાસન અને સંજય મિશ્રા પરદા પર દેખાશે
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦ આ વર્ષે ફ્રેન્ડશિપ ડે પર દર્શકોને ૩૦ જુલાઈના દિવસે ’યારા’ની દુનિયાની એક ઝલક જોેવા મળશે. ‘યારા’ ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે દોસ્તીની કહાનીની છે. આ ઉત્તેજક અને રોમાંચકારી ટીઝર એક સાહસી રોલર-કોસ્ટર રાઈડ પર લઈ જાય છે. ટ્રેલરની શરૂઆત ચાર મસ્તીખોર બાળકોથી થાય છે, જે મોટા થઈને સારા મિત્રો બનવાની સાથે-સાથે ગુનાઓમાં પણ ભાગીદાર બની જાય છે. પરંતુ તેની દોસ્તીને જિંદગીની એક મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થવુ પડે છે. શું તેનો સંબંધ આ મુશ્કેલ પડકારને પાર કરવામાં સફળ રહેશે ? યારા એક ક્રાઈમ ડ્રામા છે જે ચાર કુખ્યાત ગુનેગારો વચ્ચે સ્થાયી દોસ્તીનું પરીક્ષણ કરે છે. ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિમાં સ્થાપિત, આ સ્ટોરીને ઈતિહાસના એક પાનામાં લપેટવામાં આવી છે. આ મૂળ ફિલ્મ એક રસપ્રદ, ઉત્તેજક અને રોમાંચકારી સ્ટોરી છે, જે નેપાળ-ભારત સરહદની પાર સંઘર્ષ કરતી ચોકડી ગેંગના ૪ દોસ્તોની સફળતા અને અસફળતાની સ્ટોરી છે. ફિલ્મ તિગ્માંશુ ધૂલિયા દ્વારા ડાયરેક્ટ છે અને અજુરે એન્ટરટેઈનમેન્ટ માટે સુનીર ખેતરપાલ દ્વારા નિર્મિત છે. તેમાં વિદ્યુત જમવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી, શ્રુતિ હાસન અને સંજય મિશ્રા મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
 

આયુષ્માન લોકડાઉન બાદ જાહેરાતના શૂટિંગમાં વ્યસ્ત

લાબાં સમય બાદ શૂટિંગ શરૂ થતાં અભિનેતા ખુશ
હાલમાં અભિનેતા આયુષ્માન ખુરાના માતા-પિતા સાથે સમય વિતાવવા માટે તેના પરિવાર સાથે ચંદીગઢમાં છે
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦ બૉલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ચંદીગઢમાં મહિનાઓ બાદ એક જાહેરાતની શૂટિંગ માટે સેટ પર પાછા ફર્યા છે. શૂટિંગ ફરીથી શરૂ કરવા માટે આયુષ્માન સંપૂર્ણપણે તૈયાર હતો. આયુષ્માને કહ્યું કે, લાબાં સમય બાદ શૂટિંગ શરૂ થતાં ખૂબ સારું લાગ્યું છે. લોકડાઉનના લાંબા સમય બાદ પ્રથમ વખત મેં સેટ પર પગ મૂક્યો છે. આયુષ્માન આ સમયે માતા-પિતા સાથે સમય વિતાવવા માટે તેમના પરિવાર સાથે ચંદીગઢમાં છે. અભિનેતા આયુષ્માને જણાવ્યું હતું કે, હાલમાં જ ખુરાના ફેમિલીએ નવું ઘર ખરીદ્યું છે. ખુરાના પરિવારે ચંદીગઢમાં ઉપર નગર પંચકુલામાં એક નવું ઘર ખરીદ્યું છે. પરિવારમાં આયુષ્માનના માતા-પિતા, ખુરાના અને પૂનમ, આયુષ્માન અને તેમની પત્ની તાહિર, અપાર, શક્તિ અને તેમની પત્ની આકૃતિ સામેલ છે.
 

સુઝેન ખાન માટે સલૂન બંધ કરાયું

સુઝેન લોકડાઉનમા રાહત મળતા બહાર નિકળીં
સલૂનનો ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી, ‘ચાર મહિના બાદ હેરકટ-સ્પા કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦ સુઝૅન ખાન હેરકટ કરવા પહોંચી તો તેના માટે આખું સૅલોન બંધ કરવામાં આવ્યું હતું. હાલમાં લૉકડાઉનને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે સરકારે ધીરે-ધીરે તમામ વ્યવસ્થાને શરૂ કરવાની મંજૂરી આપી છે. એવામાં સુઝૅન ખાન પણ સૅલોન પહોંચી ગઈ હતી. સૅલોનનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને સુઝૅન ખાને કૅપ્શન આપી હતી કે, ‘ચાર મહિના બાદ હેરકટ અને સ્પા કર્યા હતા. ઝેનોબી, કાન્તા, ક્રોમકી સૅલોં તમે મને આખું સૅલોન આપીને બગાડી રહ્યાં છો. ખરેખર ખૂબ જ વૉર્મ ફીલિંગ અપાવી અને આ નાનકડા ગર્લી ફનટાઇમ માટે સ્પેશ્યલ થેન્ક યુ ઝેન્ઝી.
 

દીપિકા કક્કડે બનાવેલી કેકના તેની નણંદે ખૂબ જ વખાણ કર્યા

અભિનેત્રી દીપિકા કક્કડ બેકર બની
કોઈપણ પ્રકારના ક્લાસ કે એક્સપર્ટની મદદ લીધા વગર કેક બનાવતા અભિનેત્રીના પરિવારજનો ખુબ ખુશ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦ દીપિકા કક્કડ ટેલેન્ટેડ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે એક સારી બેકર પણ છે. એક્ટ્રેસે લોકડાઉન દરમિયાન બેકિંગને થોડું ગંભીરતાથી લીધું હતું અને પોતાના પરિવાર માટે ડિલિશિયસ અને યમ્મી કેક બનાવી હતી. જેને લઈને હવે તેની નણંદે તેના ભરપેટ વખાણ કર્યા છે. હાલમાં એક્ટ્રેસે બનાવેલી ચોકલેટ કેકની તસવીર શેર કરતાં સબાએ લખ્યું છે કે, ‘આ કેક જુઓ કોણ કહેશે કે આ ઘરે બનાવી છે? તે પણ કોઈપણ પ્રકારના ક્લાસ કે એક્સપર્ટની મદદ લીધા વગર..’ તેણે ઉમેર્યું છે કે, ‘મને યાદ છે લોકડાઉન પહેલા તમે માત્ર સ્પોન્જ કેક જ બનાવતા હતા પરંતુ આ ૨-૩ મહિનામાં તો તમે કમાલ જ કરી દીધી છે. તમારા પર ખૂબ ગર્વ છે ભાભી ‘તમે જે કામ કરો છો તેમાં તમે તમારો જીવ રેડી દો છો’. નણંદે વખાણ કરતાં દીપિકા પણ ખુશ-ખુશ થઈ ગઈ હતી અને સબાની પોસ્ટને રિ-શેર કરી હતી. એક્ટ્રેસે હાલમાં જ પોતાના પતિ શોએબના બર્થ ડે પર ટુ-ટાયર્સ ચોકલેટ કેક બનાવી હતી. જેને પરિવારની દરેક વ્યક્તિએ વખાણી હતી. આ સિવાય તેણે સાસુ-સસરાની એનિવર્સરી પર પણ કેક બનાવી હતી અને છેલ્લે તેણે સુંદર રોઝ પિસ્તાચો કેક બનાવી હતી.
 

મલાઈકા અરોરાએ વોડકા પેનકેકની રેસિપી શેર કરી

માત્ર ચાર વસ્તુથી કેક બનાવી
પેનકેકની રેસિપી શેર કરતાં તેણે લખ્યું છે, પહેલા એક વાસણમાં લોટ, ઇંડા, દૂધ લો, ત્યારબાદ વોડકા પી લો
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦ મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યાં છે, જેમાંથી એક વોડકા વાળો પેનકેક પણ છે. મહત્વનું છે કે મલાઈકાએ લૉકડાઉનમાં કિચનમાં ખૂબ સમય પસાર કર્યો છે અને ઘણા પ્રકારની ડિશ ટ્રાય કરી છે. આ વખતે તેણે જે રેસિપી શેર કરી છે તે ખુબ રસપ્રદ અને ટિ્વસ્ટ વાળી છે. મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પેનકેક રેસિપી શેર કરી છે, જેમાં ઉપયોગ થનાર એક આઈટમ વોડકા પણ છે. પરંતુ તેણે તે પણ જણાવ્યું કે, આ રેસિપીમાં વોડકાનો ઉપયોગ કેમ થશે. તેણે પોતાના પોસ્ટમાં આ પેનકેકમાં ઉપયોગ થતી સામગ્રિઓનું લિસ્ટ લખ્યું છે, જેમાં- લોટ, ઈંડા, દૂધ અને વોડકાનું પણ નામ લખ્યું છે. ત્યારબાદ તેણે તેને બનાવવાની રીત શેર કરતાં લખ્યું છે, સૌથી પહેલા એક વાસણમાં લોટ, ઇંડા અને દૂધ લો, ત્યારબાદ વોડકા પી લો. છે ને ફની અને મજેદાર રેસિપી ? મલાઇકા આ દિવસોમાં લૉકડાઉનમાં પોતાના ઘર અને મુંબઈમાં વરસાદની સીઝનની મજા માણી રહી છે. થોડા દિવસ પહેલા તેણે આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે આ વીડિયોમાં કહ્યું કે, લોકડાઉન ખુલવાનો મતલબ તે નથી કે શું તમે નિયમને ભૂલીને ઘરમાંથી નિકળી પડશો પરંતુ તમારે તેને ફોલો કરવા જોઈએ જેથી તમે ખુદને સુરક્ષિત રાખી શકો.
 

સ્ટાર અભિનેત્રી મૌની રૉય ભારત આવવા માટે આતુર

માતા અને ભાઈને મિસ કરે છે
તે પોતાની બાળપણની ફ્રેન્ડના ઘરે રોકાઈ છે, સાથે જ સમય પસાર કરવા તે વિવિધ રેસિપીઝ બનાવતાં શીખી રહી છ
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૦ બોલીવુડ અભિનેત્રી મૌની રૉય હાલમાં તેની મમ્મીને મિસ કરી રહી છે અને ભારત આવવા માટે ઉત્સુક બની ગઈ છે. તે લૉકડાઉનને કારણે અબુ ધાબીમાં ફસાઈ ગઈ છે. તે પોતાની બાળપણની ફ્રેન્ડના ઘરે રોકાઈ છે. સાથે જ સમય પસાર કરવા માટે તે વિવિધ રેસિપીઝ બનાવતાં શીખી રહી છે. પોતાની ફૅમિલીને મિસ કરતાં મૌનીએ કહ્યું હતું કે ‘મારી ફ્રેન્ડ જેની સાથે હું મોટી થઈ હતી તેની અને તેની ફૅમિલી સાથે હું અહીં રહેવાનું એન્જોય કરી રહી છું. આમ છતાં હું મારી મમ્મી અને ભાઈને મિસ કરી રહી છું. તેઓ વેસ્ટ બંગાળના કુચબિહારમાં રહે છે. હું ભારત આવવા માટે ઉતાવળી થઈ છું. જોકે ક્યારે પાછી ફરીશ એની તારીખ નક્કી નથી કરી.’ ઘરે રહીને કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે મૌનીએ કહ્યું હતું કે ‘હું કુકિંગ શીખી રહી છું. પારંપરિક બંગાળી મીઠાઈઓ બનાવતાં શીખી રહી છું. એક સમય હતો જ્યારે મને કિચનમાં જવું નહોતું પસંદ. જોકે આજે હું કુકિંગમાં એક્સપર્ટ થઈ ગઈ છું. હું હવે બંગાળી ઈંડા કરી, બીગન પોશ્તો, ફૂલ કોપીર ડાલના અને બંગાળી સોયાબીન બનાવી શકું છું. સાથે જ હું બેકિંગ, માર્બલ કેક અને બનાના બ્રેડ પણ બનાવી શકું છું.’
 

ગુજકેટ પરીક્ષાની તારીખ બદલવા શિક્ષણમંત્રી ચુડાસ્માને રજૂઆત

એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે પત્ર લખ્યો
કોરોના કાળમાં વિવિધ પરીક્ષાઓ અને અભ્યાસના ક્ષેત્રે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે : રાકેશ શાહ
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦ કોરોના વાઇરસના આ કાળ દરમિયાન ગુજરાતનું શિક્ષણ ખાતું અસમંજસમાં રહ્યું છે. જેના કારણે વિવિધ પરીક્ષાઓ અને અભ્યાસના ક્ષેત્રે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. કારણ કે, પહેલા પરીક્ષાઓની જાહેરાત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવે છે. તે જાણે ચક્રીય પ્રક્રિયા બની ગઈ છે. શિક્ષણ વિભાગે ગુજકેટની પરીક્ષાની જાહેરાત કરી છે. જેને લઇને એલિસબ્રિજના ધારાસભ્યએ શિક્ષણ પ્રધાનને પત્ર લખ્યો છે. પરીક્ષાઓની નવી તારીખો એવા દિવસે નક્કી કરાય છે, જ્યારે જાહેર રજા હોય છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ ગુજરાતના વિધાર્થીઓએ ઇજનેરી, તબીબી અને ફાર્મા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે, પરંતુ તેને લેવાની જાહેરાત શિક્ષણ વિભાગે ૩૦ જુલાઈએ કરી હતી. જેને બદલીને હવે ૨૨ ઓગસ્ટ કરવામાં આવી છે, પરંતુ તે દિવસે જૈનોનો તહેવાર સંવત્સરી અને ગણેશ ચતુર્થી પણ છે. જે જાહેર રજાના દિવસો છે. જેથી આ પરીક્ષાની તારીખ બદલવા માટે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.
 

સરદારનગરમાં ચોરીના રવાડે ચઢેલા ૩ યુવક ઝડપાઇ ગયા

લૉકડાઉન બાદ રૂપિયા કમાવવા ભારે પડ્યા
વાહનો ચોરીના રવાડે ચઢેલા ૩ આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરૂ કરી છે (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦ રૂપિયા કમાવા માટે શોર્ટકટ અપનાવવું ૩ યુવકોને ભારે પડ્યું છે. સરદારનગર પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે વાહન ચોરીનાં રવાડે ચડેલા કરતા ૩ આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરૂ કરી છે. સરદારનગરમાં રહેતા અને લોકડાઉન પછી ૩ યુવાનોએ ઝડપથી પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવ્યો. નાની ઉંમરે પૈસાદાર થવા માટે આ ત્રણે યુવક શહેરના અલગ વિસ્તારમાં બાઈક એક્ટિવા અને રીક્ષાની ચોરી કરતા હતા અને બાદમાં સસ્તા ભાવે દસ્તાવેજ વગર જ વેચી દેતા.જે કેસમાં સંડોવાયેલા આરોપી સ્વરૂપ મેઘરનજન, ,મિતેષ બાબુ બારોટ,સાગર ગોપલાનીની હાલ પોલીસે ધરપકડ કરી છે.વધુ પુછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય આરોપી પહેલાં સરદારનગરમાં એક મકાનમાં ભાડેથી રહેતા અને ત્યારથી આરોપીઓ એક બીજા ના સંપર્કમાં આવ્યા.ખાસ પોતાની મોડેશ ઓપરેન્ડી મુજબ વાહનચોર આ શખ્સો ચોરી કરવા માટે પહેલાં પાર્કિંગ અને જાહેર સ્થળોમાં પોતાના વાહન સાથે રાખી રેકી કરતા, અને બાદમાં વાહન ચાલક વાહન મૂકી ને કામે જાય ત્યારે તે વાહનનું લોક તોડી ચોરી કરી ફરાર થઈ જતા. એટલું નહી છેલ્લા કેટલાક સમયમાં એક ડઝન જેટલા વાહનો ચોરી કર્યાનો આરોપ લાગ્યો છે.ચોરી કરેલા આ વાહનો આરોપીઓ વગર દસ્તાવેજથી સસ્તા ભાવે વેચી મારતા હતા.હાલ તો પોલીસે આરોપી પાસે થી શહેરના અલગ વિસ્તાર માંથી ચોરી કરેલ ૪ એક્ટિવા ૨ રીક્ષા કબ્જે કર્યા છે. આમ ઝડપથી પૈસા કમાવવા માટે આ ૩ એ યુવાન આરોપી એ ચોરી કરવાનો ઉપાય અજમાવ્યો .પણ આજ ઉપાય તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા ત્યારે આરોપીની પુછપરછમાં વધુ વાહનચોરી ના કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે બહાર આવી શકે છે.સાથે જ ચોરી નાં વાહનો અગાઉ કેટલા કોને વહેચ્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
 

આગામી સપ્તાહમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી

બફારાથી નાગરિકોને રાહત મળશે
સામાન્ય રીતે ચોમાસની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૦ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ રાજ્ય પરથી ફંટાઈ જતાં વરસાદનું જોર ઘટી જશે. જો કે, આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે સામાન્ય વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. આગામી અઠવાડિયે એટલે કે ૧૫ જુલાઈથી ફરી રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી શક્યતા છે. હાલ વરસાદ પડી રહ્યો હોવા છતાં વાતાવરણમાં ભેજ અને ઉકળાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો બેહાલ બન્યા છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે ચોમાસની શરૂઆત દક્ષિણ ગુજરાતથી થતી હોય છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ હાલ સક્રિય નથી. પરંતુ ૧૫થી ૨૨ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેનાથી ૩૦ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સરેરાશ ૨૭.૭૫ ટકા વરસાદ નોંધાઈ ગયો છે. દ્વારકા જિલ્લામાં તો વરસાદે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.