ICSE, ISCમાં ધો.૧૦માં ૯૯.૩૩% વિદ્યાર્થીઓ પાસ

CISCE મેરિટ યાદી નહીં જાહેર કરે

ગત વર્ષની સરખામણીએ પરિણામ ઊંચું, બોર્ડે બાકી રહેલી પરીક્ષાઓ કોરોના વાયરસને લીધે પડતી મૂકી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧૦
કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું પરિણામ શુક્રવારે જાહેર કર્યું છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો દેખાવ તેમજ સર્ટિફિકેટ ડિજીલોકર પર ૪૮ કલાક બાદ ઉપલબ્ધ થઈ શકશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે સીઆઈએસઈ મેરિટ યાદી જાહેર નહીં કરે જેનો અર્થ એ છે કે આ વર્ષે ટોપર્સની જાહેરાત કરવામાં આવશે નહીં. બોર્ડે તેની બાકીની પરીક્ષાઓ કોરોના મહામારીને લીધે પડતી મુકવાનો નિર્ણય લીધો હતો અને વિદ્યાર્થીઓના અગાઉની પરીક્ષાના આધારે મૂલ્યાંકન કરી પરિણામ તૈયાર કર્યું હતું. આ વર્ષે ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન ધો. ૧૦માં ૯૯.૩૩ ટકા અને ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ ધો. ૧૨માં ૯૬.૮૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષે ધો. ૧૦માં ૯૮.૫૪ ટકા અને ધો. ૧૨માં ૯૬.૫૨ ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હતી. આ વર્ષનું પરિણામ અગાઉના વર્ષની તુલનાએ સારું છે. ચાલુ વર્ષે ધો. ૧૦માં ૨,૦૭,૯૦૨ વિદ્યાર્થીઓ બેઠા હતા જે પૈકી ૨,૦૬,૫૨૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમજ ધો. ૧૨માં ૮૮,૪૦૯ વિદ્યાર્થીઓ હતા અને તે પૈકી ૮૫,૬૧૧ ઉત્તિર્ણ થયા છે. આઈસીએસઈની પરીક્ષા ૬૧ ભાષાઓમાં લેવામાં આવી હતી જે પૈકી ૨૨ ભારતીય ભાષાઓ તેમજ ૯ વિદેશી ભાષામાં ૨ શાસ્ત્રીય ભાષા છે. ધો.૧૦ના ૧,૩૭૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને ધો.૧૨માં ૨,૭૯૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું એક યાદીમાં જણાવાયું છે. આ વર્ષે ધો. ૧૦ તેમજ ધો. ૧૨માં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ રહી હતી. ધો. ૧૦માં ૫૪.૧૯ ટકા વિદ્યાર્થીઓ જ્યારે ૪૫.૧૮ ટકા વિદ્યાર્થીનીઓ હતી. ધો. ૧૨માં ૫૩.૬૫ ટકા વિદ્યાર્થીઓ અને ૪૬.૩૫ ટકા વિદ્યાર્થીનીઓ રહી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope