હવે ચંબલના મગરો યમુના નદીમાં પાછા ફરી રહ્યા છે

કોરોનાના કાળમાં નદીઓ પણ સ્વચ્છ બની

૨૦૧૧માં યમુના નદીમાં મગરો જોવા મળ્યા હતા, નદી સ્વચ્છ થતા મગરો પાછા ફર્યાનું નિષ્ણાતોનું અનુમાન
(સંપૂર્ણ સમાચાર સેવા) ઇટાવા, તા. ૨૭
લોકડાઉનને કારણે યમુનામાં પ્રદૂષણ ઘટ્યું છે અને તેના ચોખ્ખા પાણીમાં, ચંબલ નદીના મગરો તેમની વસતી વધારવા માટે પાછા ફરી રહ્યા છે. યમુના નદીમાં મગરોનાં બાળકો જોવા મળે છે. વન્યપ્રાણી સંરક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે આ પહેલાં ૨૦૧૧ માં આ સ્થિતિ જોવા મળી હતી. ઇંડા આપવા માટે મગરો દ્વારા ફરીથી યમુના નદીની પસંદગી કરવામાં આવી છે, વન અધિકારીઓ તે અંગે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ગામના લોકો મગરને જોવા માટે ઉમટી રહ્યા છે.
૧૫ જૂને ઇટાવાના ભાઈપુર નજીક યમુના નદીમાં મગરના લગભગ ૪૩ બચ્ચા દેખાયા હતા. તેઓ મોટા મગરોની સાથે નદીમાં તરતા હતા. તેને જોવા માટે લોકોના ટોળાં એકત્રિત થયા હતા. આ અંગે પ્રાદેશિક વન અધિકારી રાજેશકુમાર વર્માએ જણાવ્યું હતું કે યમુનામાં મગરનું પરત આવવું એ ખૂબ સારી નિશાની છે. રક્ષકો અને ગ્રામજનોમાંથી સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી છે જેઓ મગરને બચાવવા માટે સતત દેખરેખ રાખે છે. ૨૦૧૧ પછી યમુના પરત આવેલા મગરો વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના કન્ઝર્વેશન ઓફિસર રાજીવ ચૌહાણે કહ્યું કે, ખૂબ જ નવાઈની વાત છે કે મગરો સંવર્ધન માટે યમુનામાં આવ્યા છે. આ અગાઉ ૨૦૧૧ માં મગરો યમુનામાં જોવા મળ્યા હતા. એ પછી તે ચંબલ નદીમાં રહ્યા કે જ્યાં તે રહે છે. તેમણે કહ્યું કે ચંબલમાંથી બહાર આવ્યા પછી યમુનામાં આટલી મોટી સંખ્યામાં મગર દેખાવા પાછળનું એક કારણ એ છે કે લોકડાઉન દરમિયાન આ પ્રદૂષિત નદીનું પાણી સાફ થઈ ગયું છે. આનો અર્થ એ છે કે જો યમુના આ રીતે સ્વચ્છ રહે છે, તો તે જૈવવિવિધતાના સંરક્ષણ માટે એક મોટી વસ્તુ હશે માત્ર ઇટાવામાં જ નહીં, પરંતુ . કાનપુર દેહાટ વિસ્તારમાં યમુનામાં પણ મગર પર નજર રાખવામાં આવી રહી છે. આ પછી વન્યપ્રાણી પ્રેમીઓ અને નિષ્ણાતોએ આ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. તેઓએ તેનો અભ્યાસ શરૂ કરી દીધો છે. તેઓ ગ્રામજનો અને સ્વયંસેવકો પાસેથી મગર વિશે માહિતી લઈ રહ્યા છે. ૨૦૦૭ માં, યમુનામાં ૧૦૦ થી વધુ મૃત મગર મળી આવ્યા હતા. એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે યમુનામાં પ્રદૂષણને લીધે આ મગરોમાં યકૃત સિરહોસિસ રોગ થયો હતો જેના લીધે તેઓ જીવી શક્યા ન હતા. યમુનાની સફાઇ સાથે મગરને નવું જીવન મળ્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope