અમેરિકામાં કોરોનાનો આંકડો ૨૫ લાખને પાર

અમેરિકામાં સવા લાખથી વધુનાં મોત
(સંપૂર્ણ સમાચાર સેવા) વોશિંગટન, તા. ૨૮
વૈશ્વિક કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમણના કેસો વધીને ૨૫ લાખને પાર કરી ગયા છે. સૌથી વધુ કેસને મુદ્દે અમેરિકા વિશ્વના ટોપ ૧૦ દેશોની યાદીમાં પહેલા નંબરે છે. કોરોના સંક્રમણની કડી તોડવામાં અમેરિકા જેવી મહાસત્તા પણ થાપ ખાઇ રહી છે. સમગ્ર વિશ્વમાં આ બીમારીને લઇને અલગ-અલગ આંકડાઓનો અભ્યાસ કરી રહેલી જોનસ હોપકિન્સ યુનિવર્સિટીએ તાજેતરમાં બહાર પાડેલા આંકડાઓ મુજબ અમેરિકામાં હાલમાં ૨૫,૦૦,૪૧૯ કેસ સામે આવ્યા છે, પરંતુ અમેરિકા જેવા વિકસિત અને શક્તિશાળી દેશ માટે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વિતેલા ૨૪ કલાકમાં ૪૩,૧૨૧ કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૫૦૨ અન્ય દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. અમેરિકામાં કુલ મૃત્યુઆંક વધીને ૧,૨૫,૪૮૦એ પહોંચી ગયો છે. આ આંકડો વિશ્વના કુલ મૃત્યુઆંક ૪,૯૫,૦૦૦નો ચોથા ભાગનો છે. અમેરિકાના ફ્લોરિડામાંથી વિતેલા ૨૪ કલાકમાં ૯,૫૮૫ નવા કેસ સામે આવ્યા છે અને આજ પ્રકારની સ્થિતિ અમેરિકાના મોટા ભાગના સ્ટેટ્સની છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope