ગુજરાતમાં દરિયાઈ ભરતીથી વિજળી ઉત્પન્ન કરવા તૈયારી

દેશનો પ્રથમ પ્રોજેક્ટ અમલી બનશે

 

­(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૦

સૌર ઊર્જાના ઉપયોગમાં ઉલ્લેખનીય સફળતા મેળવ્યા બાદ ગુજરાત હવે દરિયાઈ ભરતીથી વિજળી ઉત્પન્ન કરવા માટેની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યુ છે. રાજ્યસરકાર ઉર્જાના રિન્યુએબલ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે અને આમા પણ આવનાર દિવસોમાં ઉલ્લેખનીય સફળતા મળે તેવી શક્યતા છે. 

ગુજરાત સરકારે પાન ઇન્ડિયા૭૫૦ મેગાવોટની ક્ષમતા સાથે પ્લાન્ટ સ્થાપિત કરી સૌર ઉર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં આગેકૂચ કરી લીધી છે. સૂત્રોંના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર હવે સમુદ્રમાંથી વીજળી ઉત્પન્ન કરવાના પાયલોટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરે તેવી શક્યતા છે. પરંપારિક ભરતી ઊર્જા સંશાધનને બદલે ૪૦ મીટર ઊંડે દરિયામાં ઉત્પન્ન થતા ભરતીના મોજામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. વધારામાં આ ઊર્જા વિકેન્દ્રીકરણ પદ્ધતિથી ઉત્પન્ન કરાશે. જેના માટે ૫૦ કિલોવોટની ૭.૫ મેગાવોટ સુધીની ક્ષમતાવાળા વિવિધ એકમો પણ સ્થાપવામાં આવશે. સમુદ્રની ભરતીમાંથી પેદા થતી ઊર્જાનો ઉપયોગ રાઉન્ડ દ ક્લોક અને સમગ્ર વર્ષ દરમ્યાન કરવામાં આવશે. જ્યારે અન્ય રીન્યુબલ ઊર્જાનો ઉપયોગ સીઝન પૂરતો જ કરાય છે. હાલ સમુદ્રની ભરતીમાંથી વીજ ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ ઈટાલીના ગોરગોના અને કેસ્ટીગીનોટોલોમાં છે. આ ઉપરાંત માલદીવ અને યુકેમાં પણ કાર્યરત છે. મુંબઈ સ્થિત સ્પા જૂથની દરખાસ્ત સ્વીકારવામાં આવશે તો દેશનો આ પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ બનશે. પાયલોટ પ્રોજેક્ટના એક એકમનો ખર્ચ અંદાજે ૭.૫ કરોડ રૃપિયા થવા જાય છે. જો ૧૨ એકમને એક સાથે સાંકળી લેવામાં આવે તો ખર્ચ ૧૨૫ કરોડ રૃપિયાને પણ પાર કરી જાય તેવી સંભાવના છે. પાયલોટ પ્રોજેક્ટ ઉપરાંત કંપની સંશોધન અને વિકાસ (આરએન્ડડી) એકમ પણ સ્થાપવા ઈચ્છી રહ્યું છે. જેમાં થર્મોકોલનો ઉપયોગ કરી ભટ્ઠો બનાવવા માંગે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાત નજીક આવેલા ચારણકામાં ૬૦૦ મેગાવોટનો પ્લાન્ટ નાંખીને ગુજરાત સરકાર રિન્યુએબલ ઊર્જા ઉત્પાદનનો ઉપયોગ કરવામાં મોખરે છે. આ ઉપરાંત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)ના વિદ્યાર્થિઓને કેનાલટોપર હાઈડ્રોપાવર ઉત્પન્ન કરવા માટે રાજ્ય સરકારે આગળ આવવા આહ્વાન કર્યું છે. 

સૌર ઉર્જા ઉપયોગમાં ઉલ્લેખનીય સફળતા મેળવી લીધા બાદ ગુજરાતની સરકાર નવી સિદ્ધિ મેળવવાની દિશામાં

 

હવે દરિયાઈ ભરતીથી વિજળી ઉત્પન્ન થશે….. 

૧    સૌર ઉર્જાના ઉપયોગમાં સફળતા બાદ ગુજરાત હવે નવી દિશામાં આગળ વધશે

૨    દરિયાઈ ભરતીથી વિજળી ઉત્પન્ન કરવાની તૈયારી

૩    સમુદ્રમાંથી વિજળી ઉત્પન્ન કરવાના પાઈલોટ પ્રોજેક્ટ માટે એમઓયુ થશે

૪    વધારામાં આ ઉર્જા વિકેન્દ્રિકરણ પદ્ધતિથી ઉત્પન્ન કરાશે

૫    સમુદ્રીની ભરતીમાંથી પેદા થતી ઉર્જાનો ઉપયોગ રાઉન્ડ ક્લોક કરાશે

૬    અન્ય રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગ સિઝન પુરતો કરાય છે પરંતુ આનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન કરાશે

૭    દરિયાઈ ભરતીમાંથી વિજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ હાલમાં ઇટાલીમાં છે

૮     મુંબઈ સ્થિત જુથની દરખાસ્ત સ્વીકારાશે તો પ્રથમ પ્રોજેક્ટ બનશે

 
latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope