All posts by Sampurna Samachar

અભિનેતા ફારઝ ખાન ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ

પૂજા ભટ્ટે ફેન્સને મદદ માટે અપીલ કરી
રાની મુખર્જીની મહેંદી ફિલ્મથી ફેમસ ફરાઝ ખાનની હાલત ગંભીર, બેંગલુરુની હોસ્પિટલમાં સારવાર ચાલુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૫
મહેંદી અને ફરેબ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલો પૂર્વ બોલિવૂડ એક્ટર ફરાઝ ખાન બેંગાલુરુની એક હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડત લડી રહ્યો છે. મહાભારત અભિનેતા યુસુફ ખાનના પુત્ર બ્રેન ઈન્ફેક્શન અને નિમોનિયા ડાયગ્નોસ થયો છે. અભિનેતી-ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટે ટિ્‌વટ કરીને ફેન્સને તેમની મદદ કરવાની અપીલ કરી છે જેથી એક્ટરની સારવાર માટે ભંડોળ એકત્ર કરી શકે. પૂજા ભટ્ટે તેના ટિ્‌વટમાં ફરાઝ ખાનની તસવીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, કૃપા કરીને શેર કરો અને જેટલું યોગદાન આપી શકો તેટલો ફાળો આપો. હું પણ કરી રહી છું. જો તમે કોઇ કરી શકો તો હું ખૂબ આભારી રહીશ. ફરાઝને લગતી બાકીની માહિતી પૂજાએ શેર કરેલા ફંડ રેઝરમાં આપવામાં આવી છે. આ ફંડ રેઝર ફરાઝના પરિવાર દ્વારા શરૂ કરાયું છે. જેમાં લખ્યું છે કે ફરાઝ લગભગ એક વર્ષથી છાતીમાં કફ અને ચેપ સામે લડી રહ્યો છે. તાજેતરમાં જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે તેણે રોગચાળા દરમિયાન ડોક્ટર સાથે વીડિયો કોલની મદદથી સલાહ લીધી હતી. તેમની હાલત જોઈને ડોક્ટરે તેને તુરંત દાખલ ખવા માટે કહ્યું. ફરાજની સારવાર માટે ડોક્ટરોના જણાવ્યા મુજબ ૨૫ લાખ રૂપિયાની જરૂર છે. તેના ફંડ રેઝરમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અભિયાનની મદદથી અત્યાર સુધીમાં લગભગ ૧ લાખ ૮ હજાર રૂપિયા એકત્રિત થયા છે, પરંતુ ફરાજની સારવાર માટે ઘણા પૈસાની જરૂર છે.

 

અભિનેત્રી અમૃતા રાવ બાળકને ગર્ભ સંસ્કાર આપી રહી છે

કપલ બાળકને લઈને ઉત્સાહિત છે
બાળપણ ફરીથી જીવવા સમાન છે, જો કે હું જલદી મા બની જઈશ એ વાત હજી સ્વિકારી નથી શકી : અમૃતા રાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૫
કરીના કપૂર ખાન અને અનુષ્કા શર્મા બાદ એક્ટ્રેસ અમૃતા રાવ પણ પ્રેગ્નેન્ટ છે. મુંબઈમાં ડૉક્ટરના ક્લિનિકની બહાર અમૃતા પતિ આરજે અનમોલની તસવીર વાયરલ થઈ હતી. તસવીરમાં અમૃતાનો બેબી બંપ દેખાઈ રહ્યો હતો. તસવીર વાયરલ થયા બાદ અમૃતાએ વાતચીતમાં પ્રેગ્નેન્સીના ન્યૂઝ કન્ફર્મ કર્યા હતા. હવે અમૃતાએ મા બનવાની જર્ની, મેન્ટલ હેલ્થ અને પતિ આ દરમિયાન કેવી કાળજી રાખે છે તે વિશે જણાવ્યું છે. મા બનવા વિશે ’વિવાહ’ની એક્ટ્રેસ અમૃતા રાવે કહ્યું, આ અમારું બાળપણ ફરીથી જીવવા સમાન છે. જો કે, હું જલદી જ મા બની જઈશ એ વાત હજી સ્વીકારી નથી શકી. કુદરત શું કરિશ્મા કરી શકે છે તે સમજવા માટે બાળકનું તમારી સામે હોવું જરૂરી છે. અમૃતાએ કહ્યું કે, પતિ અનમોલે રિપોર્ટ જોયા હતા અને પ્રેગ્નેન્સીની જાણ તેને કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ૧૫ મે ૨૦૧૬ના રોજ અનમોલ અને અમૃતાએ લગ્ન કર્યા હતા. ૩૪ વર્ષીય અમૃતાને પૂછવામાં આવ્યું કે, શું તેમણે ૨૦૨૦માં ફેમિલી આગળ વધારવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું? એક્ટ્રેસે કહ્યું, “આ બધી બાબતોમાં કોઈ પ્લાનિંગની જરૂર નથી હોતી, બસ થઈ જાય છે. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે અમૃતાનું માનવું છે કે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ અગત્યનું છે. અમૃતાએ કહ્યું, “બાળક પણ આ વાત સમજે છે અને કોઈ માગ નથી કરતું. મને કંઈ ખાસ વસ્તુ ખાવાની ઈચ્છા થતી નથી. હું જે પણ ખાઉં તેમાં બાળક ખુશ રહે છે.” અનમોલ હાલ અમૃતાને ખૂબ કાળજી લઈ રહ્યો છે. અમૃતાએ કહ્યું, “હાલ અનમોલ વર્ક ફ્રોમ હોમ કરતો હોવાથી અમે ઘણો સમય સાથે વિતાવીએ છીએ. રોજ રાત્રે અનમોલ મને અને બાળકને ભગવદગીતાનો એક અધ્યાય વાંચીને સંભળાવે છે.” અનમોલ અને અમૃતા બંનેને જૂના જમાનાના ગીતો પસંદ છે. ત્યારે ’જીવન કી બગીયા મહેકેગી’ તેમનું મનપંસદ છે. હાલ તેઓ જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તેના માટેની ગીતની પર્ફેક્ટ કડી પણ મળી ગઈ છે. ’થોડા હમારા, થોડા તુમ્હારા, આયેગા બચપન ફિર સે હમારા’, આ પંક્તિને હાલ અમૃતા અને અનમોલ જીવી રહ્યા છે.

 

પુત્ર તૈમુરને રામાયણ ખૂબ જ ગમે છેઃ સૈફ અલી ખાન

સૈફે તૈમૂર વિશે કેટલીક રસપ્રદ બાબતો જણાવી
કરીનાએ ક્રિકેટ રમતાં દીકરાની તસવીર શેર કરી છે ત્યારે સૈફનું કહેવું છે કે, તેને આ ગેમમાં ખાસ રૂચિ જ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૫
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જલદી જ બીજીવાર પેરેન્ટ્‌સ બનવાના છે. જો કે, તેમનો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ પાપારાઝીનો ફેવરિટ અને સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. ગાર્ડનિંગ, પેઈન્ટિંગ કે મસ્તી કરતા તૈમૂરની તસવીરો કરીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ સિવાય જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે પોતાની ધૂનમાં ચાલતો કે ફોટોગ્રાફર્સ સામે હાથ હલાવતા તૈમૂરની તસવીરો અને વિડીયો વાયરલ થતાં રહે છે. હાલમાં જ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં તૈમૂરને લગતી રસપ્રદ વાત શેર કરી છે. સૈફ અલી ખાને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આજકાલ તૈમૂર રામાયણ જોવે છે. રામાયણ તૈમૂરને ખૂબ પસંદ છે અને તેને લાગે છે કે તે ભગવાન શ્રીરામ છે. આ ઉપરાંત તૈમૂરને કિંગ આર્થર અને તલવારો વિશે સાંભળવાનું ગમે છે. હું અને કરીના તેને આ વિશે વાંચી સંભળાવીએ છીએ. તૈમૂરને દાદા મન્સૂર અલી ખાન પટૌડીની જેમ ક્રિકેટમાં રસ છે કે નહીં તે વિશે પણ સૈફે વાત કરી. એક્ટરે કહ્યું, તૈમૂરને ક્રિકેટ કે ફૂટબોલમાં ખાસ રૂચિ નથી. તૈમૂરને પેઈન્ટિંગ, ડાન્સ કરવો અને ગીતો ગાવા પસંદ છે. તૈમૂરને ભલે ક્રિકેટમાં રસ ના હોય પરંતુ તેના મોટાભાઈ ઈબ્રાહિમને ક્રિકેટ પસંદ છે. ઘણીવાર ઈબ્રાહિમ સ્ટેડિયમમાં રમતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. જો કે, હાલમાં જ કરીનાએ તૈમૂરની એક તસવીર શેર કરી છે. જેમાં તે ક્રિકેટ રમતો જોવા મળે છે. તસવીરમાં તૈમૂર તેની હાઈટ જેટલું જ બેટ પકડીને બોલને મારવાની કોશિશ કરતો દેખાય છે. કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, આઈપીએલમાં જગ્યા છે? હું પણ રમી શકું છું. જણાવી દઈએ કે, કરીના અને સૈફ હાલ તૈમૂર સાથે દિલ્હીમાં છે.

 

અભિનેત્રી નોરા ફતેહીનો ગુરુ રંધાવા સાથેનો વીડિયો લિક

બંન્નેના જબરદસ્ત ડાન્સ મૂવ્સ જોવા મળ્યા
અગાઉ ટેરેંસ અભિનેત્રીના હિપ્સને સ્પર્શ કરી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો એ સમયે ખૂબ ચર્ચામાં હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૫
નોરા ફતેહી ઈન્ટરનેટ પર હંમેશા છવાયેલી રહે છે. દરિયાકિનારે તેણે કરેલા ડાન્સથી લઈને પ્યાર દો પ્યાર લોના એક વર્ષના સેલિબ્રેશન સુધીના ઘણા વીડિયો ધમાલ મચાવી રહ્યા છે. હવે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે સિંગર ગુરુ રંધાવા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. નોરા ફતેહીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ઓએમજી કોઈએ નાચ મેરી રાની હુકલાઈનની સાથેનો રિહર્સલ વીડિયો લીક કરી દીધો. જ્યારે આ બહાર આવી જ ગયો છે તો ઓફિશિયલ રિલીઝ પહેલા તેને કેમ હિટ ન કરી દઈએ? ચાલો કરીએ. તમારા મૂવ્સ અને પ્રેમ દેખાવો. તેનું આઈજી રિલ અથવા વીડિયો બનાવીને હેશટેગ સાથે અમારી સાથે શેર કરો. નોરાના આ વીડિયો પર ગુરુ રંધાવાએ પણ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, તું અને તારા મૂવ્ય ઈન્ડિયાને ક્રેઝી કરી દેશે. સિંગરે પોતે પણ આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ સિવાય તેણે નોરા સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેના કારણે ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. અગાઉ નોરા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે કોરિયોગ્રાફર ટેરેંસ લુઈસે તેના હિપ્સ પણ સ્પર્શ કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો બાદ ટેરેંસ ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયો હતો. જે બાદ નોરા તેના સપોર્ટમાં આવી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ’આજના સમયમાં સોશિયલ મીડિયા પર વીડિયો મોર્ફ કરવામાં આવી રહ્યો છે અને ફોટોશોપથી ઈફેક્ટ નાખીને મીમ બનાવવામાં આવી રહ્યા છે. આ બધું ત્યારે થયું જ્યારે નોરા સ્પેશિયલ ગેસ્ટ જજ બનીને ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર શોમાં ગઈ હતી. આમ તો શોમાં ગીતા કપૂર અને ટેરેંસ સિવાય મલાઈક કપૂર પણ કો-જજ છે. જો કે, મલાઈકાને કોરોના થતાં થોડા અઠવાડિયા માટે આ જગ્યા નોરાને આપવામાં આવી હતી.

 

શહેરમાં દેખાઈશ તો જીવતો નહીં બચે, પૂર્વ પ્રેમિકાની ધમકી

પૂર્વ પ્રેમીને પ્રેમિકા, પતિ અને ભાઇની ધમકી
બે વર્ષ પૂર્વે પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતા પ્રેમીએ મકાન બદલી નાખ્યુુંં હતું, તેના સંપર્કમાં પણ ન હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પ્રેમી યુવકની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ત્રણ વ્યક્તિઓએ હોકી અને પંચ વડે ધોલાઇ કરી હતી. જેથી યુવકને સિવિલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા. જેથી આ મામલે યુવકે પૂર્વ પ્રેમિકાના પતિ, ભાઇ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. બે વર્ષ પૂર્વે પ્રેમિકાની સગાઇ અન્ય યુવક સાથે થઇ જતા પ્રેમીએ મકાન બદલી કાઢ્યું હતું અને તેના સંપર્કમાં પણ ન હતો છતા અદાવત રાખી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતો યુવક ખાનગી ટેલિકોમ કંપનીમાં ફિલ્ડમાં નોકરી કરે છે. યુવકને મેઘાણીનગર વિસ્તારમાં રહેતી પાડોશી યુવતી સાથે પ્રેમ સબંધ હતો. તેથી તેઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા અને બહાર ફરતા પણ હતા. જોકે, યુવતીના પરિવારને આ સબંધ પસંદ ન હતો તેથી તેની સગાઇ અન્ય યુવક સાથે કરી દીધી હતી. બીજી તરફ સગાઇ બાદ યુવકને તેની ફિયાનસીના પ્રેમ પ્રકરણની જાણ થઈ હતી. જેથી તે સમયે મારા મારી થઇ હતી. પરંતુ સમાજરાહે સમાધાન કરી દીધુ હતુ અને તે સમયે પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. ત્યારબાદ આ પ્રેમી યુવકે મકાન બદલી દઇ બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. ગત ૧૧ ઓક્ટોબરના રોજ યુવક પોતાના માસાના ઘરે જઇ પરત ફરી રહ્યો હતો. ત્યારે પૂર્વ પ્રેમિકા અને તેનો પતિ તથા ભાઈ રસ્તામાં મળ્યા હતા. ત્રણે જણાએ યુવકને મનફાવે તેમ ગાળો આપી હતી અને કહ્યું હતું કે, પહેલાં તો તને છોડી દીધો પરંતુ હવે નહીં છોડીયે. ત્યારબાદ ત્રણે માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન પૂર્વ પ્રેમિકાના પતિએ હોકી વડે યુવક પર હુમલો કર્યો હતો. જેથી તે નીચે પડી ગયો હતો. આ સમયે યુવતીના ભાઈએ લોખંડના પંચ વડે માર માર્યો હતો અને કહ્યું હતું કે, તું અહીંયા ફરીથી મળીશ તો જીવતો નહિં રાખીએ, જાનથી મારી નાંખીશું. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. જેથી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મોઢાના ભાગે ટાંકા આવ્યા હતા.

 

૧૦ લાખ નહીં આપે તો હોસ્પિટલ નહીં ચાલવા દઉં

અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ બન્યા
પ્રકાશ પટેલ હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન મોબાઈલ ઉપર કરણ રબારી નામની વ્યક્તિએ ફોન કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
અમદાવાદ શહેરમાં લુખ્ખાઓએ જાણે કે હવે હદ જ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ બાદ હવે ખંડણીના એક પછી એક બનાવો સામે આવી રહ્યાં છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા ડૉકટર પાસે રૂપિયા ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી છે. ડૉક્ટર તરફથી આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ડૉક્ટરની ફરિયાદ પ્રમાણે આરોપી કોણ છે અને શું કરે છે તેના વિશે તેમને કોઈ માહિતી નથી. આ ઉપરાંત આરોપી સાથે તેમણે ભૂતકાળમાં પૈસાની કોઈ લેદીદેતી પણ કરી નથી. ઘાટલોડિયા વિસ્તારમાં હૉસ્પિટલ ધરાવતા પ્રકાશ પટેલ ગઇકાલે બપોરે તેમની હૉસ્પિટલ ખાતે હાજર હતા તે દરમિયાન તેમનાં મોબાઈલ પર કરણ રબારી નામથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે, તે લોકોની બહુ પત્તર ફાડી છે. તું મને ૧૦ લાખ રૂપિયા આપી દે. જોકે, ડૉકટરે ડર્યા વગર ફોન કરનાર વ્યક્તિે કહ્યું હતું કે, તારા જેવા મેં કેટલાય જોયા છે. હું પોલીસ ફરિયાદ કરીશ. ડૉક્ટરની આવી વાત બાદ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલી ધમકી આપી હતી કે, તું મને ૧૦ લાખ નહીં આપે તો હું જોઉં છું તારી હૉસ્પિટલ કેવી રીતે ચાલે છે. બાદમાં તેણે ફોન કાપી નાખ્યો હતો. આ મામલે ડૉક્ટરે તેનાં કમ્પાઉન્ડરને જાણ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. ડૉક્ટરના કહેવા પ્રમાણે આ કરણ રબારી કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે તેની તેમને કોઈ જાણ નથી. ઉપરાંત તેની સાથે પૈસાની કોઈ લેતીદેતી કરી હોવાનો ઇન્કાર કર્યો છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં ખંડણી માંગવાના બે ગુના દાખલ થઈ ચૂક્યા છે. જેમાં વટવામાં એક વેપારી પાસે રૂપિયા ૫૦ લાખની ખંડણી તેમજ ઓઢવમાં પણ વેપારી પાસે ખંડણી માંગવામાં આવી હતી.

 

પરિણીતાને ઘેનની દવા પીવડાવી નગ્ન ફોટા પાડ્યા

સુરતના કતારગામની ઘટના
ટેમ્પો ચાલાકે પરણીતાને ઘેનની દવા પીવડાવી તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી અનેક વખત દુષ્કર્મ આચર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ સાથે ડેરીનો વ્યવસાય કરે છે. પરણિતાએ ડેરી પ્રોડ્‌ક્ટ આપવા આવતા ટેમ્પો ચાલકને રૂપિયા જરુરુ હોવાથી રૂપિયા આપ્યા હતા. ટેમ્પો ચાલક તેજસ દિપક પાટીલે મહિલા પાસેથી ઉછીના ૧૫ હજાર ,મોબાઇલ ખરીદવા ૪૦ હજાર લીધા હતા. ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ લીધા હતા. રૂપિયાની જરૂરી હોવાથી મહિલાએ રૂપિયાની ઉઘરાની કરવા જતા ટેમ્પો ચાલાકે પરણીતાને ઘેનની દવા પીવડાવી તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ યુવાનથી કંટાળી જઈને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના કતારગામમાં આવેલા ડભોલી વિસ્તારમાં પરણિતા પતિ સાથે ડેરીની એજન્સી ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતી હતી. જોકે, આ પરણિતા ડેરીના કામ માટે અવાર નવાર સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક ડેરી પર જતી હતી. આ પરણિતાને આ ડેરી પર દૂધ આપવા આવતા ટેમ્પો ચાલાક તેજસ પાટીલ સાથે મિત્રતા થઇ હતી. પહેલા મિત્રતા બાદ બંનેવ વચ્ચે વેપારી સંબંધ થયા હતા. અનાવા નવાર મળતા તેજસને રૂપિયાની જરૂર હોવાને લઈને આ પરણિતાએ પહેલા મોબાઈલ લેવા ૧૫ જહર રૂપિયા અપ્યા હતા. પછી ૪૦ હજાર ઉછીના ત્યાર બાદ ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ પરણિતા પાસેથી લીધા હતા. થોડા સમય બાદ પરણિતાએ રૂપિયાની ઉઘરાણી શરુ કરતા ટેમ્પો ચાલાક તેજસે ડિંડોલી ખાતે આવીને લઇ જવા કયું હતું. જેને લઈને આ પરણિતા રૂપિયા લેવા માટે ડિંડોલી ખાતે પોહચી હતું ત્યારે તેજસે તેના મિત્રના ઘરે બોલાવી ઘેનવાળુ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. એક અઠવાડિયા બાદ ફરી પરણિતા રૂપિયા લેવા ગઈ હતી ત્યારે તેજસે આ વીડિયો બતાવી તેણીના પતિને નગ્ન ફોટો-વીડિયો બતાવી દેવાની ધમકી આપીને તેજસે પરણિતા પર અનેક વખત ડિંડોલીમાં બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે ટેમ્પો ચાલક તેજસથી કંટાળીને પરિણીતાએ આ મામલે ડિંડોલી પોલીસમાં આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

 

કોરોના વાયરસે રામલીલાના કલાકારોના પેટ પર લાત મારી

કલાકારોને ક્યાંય કામ નથી મળતું
૧૯૬૨થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું, ત્યારે આ વર્ષે મંડળ દ્વારા સ્ટેજ બનાવી પૂજા અર્ચના કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા અનેક કલાકારોને પણ આર્થિક નુકસાન થયુ છે. અમદાવાદના ખોખરામાં છેલ્લા ૫૮ વર્ષથી સતત યોજાતી રામલીલા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રામલીલા દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ ૧૯૬૨ થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે. કોરોનાને લીધે ૫૯માં વર્ષે રામલીલાનું આયોજન ના થતા કલાકારો તેમજ સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, ડેકોરેશન, સાફ સફાઈ જેવા જુદા જુદા કામ સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. રામલીલા માટે અન્ય રાજ્યોમાંથી ૨૦ જેટલા કલાકારો આવતા અમદાવાદ આવતા હતા. મથુરા, આગ્રા અને બિહારથી આવતા કલાકારોને રોજગારી મળતી હતી, પરંતુ કોરોનાએ તમામની આવક છીનવી લીધી. આ ઉપરાંત જે સ્થાનિક લોકો આ કામ સાથે જોડાયેલા હતા, તે લોકોની રોજગારી પર બ્રેક લાગી છે. રામલીલા બાદ મંડળ દ્વારા દર વર્ષે દશેરા પર રાવણદહનનો કાર્યક્રમ પણ કરાતો હતો. જે આ વર્ષે મોકૂફ રખાયો છે. રાણ દહનમાં દરવર્ષે ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ લોકો એકઠા થતા હતા. પરંતુ કોરોના ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમ પણ નહિ યોજવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી જાહેર ઉજવણી પણ કેન્સલ કરાઈ છે. આવામાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના કોઈ તહેવારો નહિ ઉજવાય. જેથી તહેવારો સાથે સંકળાયેલા બિઝનેસ કરતા લોકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવશે.

 

કોરોનાના લક્ષણો દેખાતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

મહિલા ઘરમાં જ આઇસોલેટેડ હતા
કોરોનાનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
સુરતમા કોરોના વાયરસનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા નહીં કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ ફરિયાદ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ હરિયાણાના પાનીપતના વતની હતા. તેમના પતિ રીંગરોડના મિલેનિયમ માર્કેટ-૨માં કપડાની દુકાન ધરાવે છે. ગોપાલકિશને સરોજ સુરતમાં વેસુ રોડ પર ફ્લોરેન્સની બાજુમાં નંદની એકમાં રહેતા પરિવાર સાથે રહે છે. જોકે, તેમાંય પત્નીને છેલ્લા બે -ચાર દિવસથી તાવ ખાંસી સહિતની તકલીફ હોવાથી સુનિતાબેન જાતે ઘરમાં આઈસોલેશન થઈ ગયા હતા. પરિણીતાને મનમાં કોરોના થવાના વિચારો આવતા હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા. પરિવારજનો તેમને કોરોના ટેસ્ટ કરાવવા લઇ જવાના હતા. તે પહેલા તેમને કોરોની બીક હતી કે, તેમને કોરોના પોઝિટિવ આવશે તો તેમની સાથે પરિવારના સભ્યો પણ હેરાન થઇ જશે. જેને લઈને આવેશમાં આવી જઈને ગતરોજ સવારે પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે પરિવારે આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને તપાસ શરુ કરી હતી. જોકે, આ મહિલાને કોરોના લક્ષણ દેખાતા પીએમ પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવતા આ મહિલાન કોરોના ગાઈડ લાઇન પ્રમાણે તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે શહેરમાં અન્ય એક પરિણીતાએ પણ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઇન્દિરાનગર મેઇન રોડ, ગુરુજીનગર-૨માં રહેતી હેતલ અમિતભાઇ ટાંક નામની પરિણીતા કેટલાક સમયથી તેના તામશી સ્વભાવને કારણે જીદ્દી થઇ ગઇ હોય કંટાળીને ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

 

સ્કૂલ સંચાલકનો ફી મુદ્દે દબાણ કરતો વીડિયો વાયરલ

કોસમોસ સ્કૂલ સંચાલકની ફી મુદ્દે ધમકી
૧૦ ઓક્ટોબર સુધી પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા જણાવાયું ફી નહીં ભરનારાના એલસી તૈયાર હોવાની ધમકી અપાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી ભરવા મામલે ૨૫ ટકા માફી આપવામાં આવી છે પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કોસમોસ સ્કૂલના સંચાલકોએ તો હદ જ કરી નાખી. સંચાલકે વાલીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક વીડિયો અપલોડ કર્યો જેમાં ફી ભરવા મામલે સંચાલકના ધમકીના સુર જણાઈ રહ્યા છે. જેમાં સંચાલકએ વાલીઓને ૧૦ ઓક્ટોબર સુધીમાં પ્રથમ ક્વાર્ટર ફી ભરવા જણાવાયું હતું પરંતુ તે નહિ ભરતા વાલીઓના એલસી તૈયાર છે જે વાલીઓને લઈ જવા જણાવ્યું છે. જોકે વિવાદ થતા સંચાલકે ફેરવી તોળ્યું હતું. જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ અને લોકડાઉન જાહેર થયા બાદ ફી મામલો વિવાદમાં આવ્યો હતો. જે મામલે હાલમાં જ ૧ ઓક્ટોબરના રોજ સરકારે સ્કૂલ ફી મામલે ૨૫ ટકા રાહત આપી હતી. જે માટે એક ઠરાવ ૭ ઓક્ટોબરના રોજ સરકારે કર્યો હતો. જોકે, ૧૧ ઓક્ટોબરે અમદાવાદના મણિનગરમાં આવેલી કોસમોસ સ્કૂલના ટ્રસ્ટીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સ્કૂલના ટ્રસ્ટી અભિજીત હલદરનો છે. રાજ્ય સરકારે ફીમાં આપેલી રાહત અંગેના પરિપત્ર બાદ પણ ટ્રસ્ટીની અજ્ઞાનતા પ્રદર્શિત આ વાયરલ વીડિયોમાં થઈ છે. કેટલાક ન્યૂઝપેપરના નામ અને ફી મામલે રાહત અંગે સરકારે કરેલા પરિપત્રનો ઉલ્લેખ કરી ટ્રસ્ટીએ વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, અગાઉ ૧૦ ઓક્ટોબર સુધીમાં વાલીઓને ફી જમા કરાવવા કહ્યું હતું. સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરીને ટ્રસ્ટીએ વાલીઓને કહ્યું કે, સરકારે આપેલી ૨૫ ટકા રાહત એ જ વાલીને મળશે, જે ૩૧ ઓક્ટોબર સુધીમાં ફી જમા કરાવશે. એટલું જ નહીં જે લોકોએ ગયા વર્ષની અને આ વર્ષની પ્રથમ સત્રની ફી નથી ભરી તેવા ૭૦ બાળકોના એલસી સ્કૂલમાં તૈયાર રાખ્યા છે, જે વાલીઓએ લઈ જવા. આમ આ વીડિયોમાં સંચાલકના ધમકીના સુર જોવા મળ્યા છે. જોકે, આ મામલે વાલીઓ કેમેરામાં કશું કહેવા ડરી રહ્યા છે તેઓને ડર છે કે વાલીઓ મીડિયામાં કશું કહેશે તો સ્કૂલ સંચાલક તેમના બાળકનું એલસી પકડાવી દેશે. આ અંગે અભિજીત હલદરને વીડિયો અંગે પૂછતાં તેઓ એ જણાવ્યું કે, આ અંગે અમે વાલીઓને જાણ કરી દીધી છે. જેમાં કેટલાક ન્યુઝ પેપરની વિગતને ધ્યાને લઇ મેં વીડયો બનાવ્યો હતો. અને હવે અમે નવો વીડિયો બનાવી વાલીઓને ફી માફી અંગેની સૂચના આપી છે.