નવા બોલે ગાંગુલી મને સારી રીતે ફેસ કરતો હતોઃ અખ્તર

પાકિસ્તાનના પૂર્વ પેસ બોલરનો દાવો

મહેન્દ્રસિંહ ધોની પણ સારો કેપ્ટન, પણ ટીમ-બિલ્ડિંગની વાત કરો ત્યારે ગાંગુલી બાજી મારી જાય : સોએબ અખ્તર
(સંપૂર્ણ સમાચાર સેવા) કરાંચી, તા. ૧૫
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું કહેવું છે કે તેણે પોતાની કરીયરમાં જે પણ બેટ્‌સમેનો સામે બોલિંગ કરી છે એમાં સૌરવ ગાંગુલી સૌથી બહાદુર બેટ્‌સમેન છે. અખ્તરના નવા બોલ સાથે સામનો કરવામાં ગાંગુલી જરા પણ ગભરાતો નહોતો. પોતાની વાત કહેતાં શોએબ અખ્તરે કહ્યું કે, ‘લોકો કહે છે કે, ગાંગુલી મારી ફાસ્ટ બોલિંગથી ડરતો હતો, પણ એ બધી વાત બકવાસ છે. સૌરવ ગાંગુલી ઘણો બહાદુર બેટ્‌સમેન છે અને કદાચ એકમાત્ર એવો ઓપનર છે જે મને નવા બોલ સાથે ફેસ કરવામાં જરા પણ ડરતો નહોતો. તે પોતે જાણતો હતો કે તે કયો શોટ નથી રમી શકતો અને હું પણ મારી બોલિંગ દ્વારા તેની છાતી પર ટાર્ગેટ કરતો હતો છતાં તે હાર માનતો નહોતો અને સ્કોર કર્યે જતો હતો. કદાચ એટલે જ તે સૌથી બહાદુર બેટ્‌સમેન છે. ભારતના સંદર્ભમાં જો કેપ્ટનની વાત કરુંં તો મારા ખ્યાલથી સૌરવ ગાંગુલીના રૂપમાં ભારતને સૌથી સારામાં સારો કેપ્ટન મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની પણ સારો કેપ્ટન છે, પણ જ્યારે તમે ટીમ-બિલ્ડિંગની વાત કરો છો ત્યારે ગાંગુલી બાજી મારી જાય છે.’

 
latest news
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૪૨ કેસ : ૧૨નાં મોત થયા

૫,૯૯,૬૩૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાયા
અત્યાર સુધીમાં ૩૩૯૬ લોકોનાં ...

આત્મનિર્ભર ગુજરાત હેઠળ ૧૬૪૭ કરોડની લોન મંજૂર

આત્મનિર્ભર ગુજરાત સહાય હેઠળ લોન મંજુર
અત્યાર સુધીમાં જરૂરતમંદ અરજદ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા

૫,૯૮,૯૯૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૮૪ લોકોનાં મ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope