૨૦૨૨માં કંપનીઓ સરેરાશ ૮.૬ ટકાનો પગાર વધારશે

કોરોનાની બીજી લહેરનુ જાેર ઓછુ થઈ ગયા બાદ દેશના અર્થતંત્રમાં સુધારો જાેવા મળી રહ્યો છે અને તેના પગલે ૨૦૨૨માં કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં સરેરાશ ૮.૬ ટકાનો વધારો કરે તેવી આશા છે. એક સર્વે પ્રમાણે કોર્પોરેટ જગતે ૨૦૨૧માં પણ પોતાના કર્મચારીઓના પગારમાં આઠ ટકા જેટલો વધારો કરેલો છે. આઈટી સેક્ટર એક માત્ર એવુ સેકટર રહેશે જ્યાં કંપનીઓ પોતાના કર્મચારીઓને ૧૦ ટકા અથવા તેના કરતા વધારે પગાર વધારો આપશે. તેનાથી ઉલટુ રીટેલ સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર, રિયલ એસ્ટેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને સૌથી ઓછો પગાર વધારો આપશે. સર્વે પ્રમાણે ૯૨ ટકા કંપનીઓએ ૨૦૨૦માં કર્મચારીઓના પગારમાં માંડ ૪.૪ ટકાનો વધારો કર્યો હતો. ઉપરાંત ૬૦ ટકા કંપનીઓ જ એવી હતી જેણે પગાર વધારો આપ્યો હતો. આ વખતે સર્વેમાં ૪૫૦ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કંપનીઓનુ કહેવુ છે કે, કર્મચારીઓના પરફોર્મન્સના આધારે પગાર વધારો કરવાનુ ચાલુ રખાશે. દરમિયાન એન્જિનિયરિંગ, લોજિસ્ટિક અને ખેતી આધારિત ઉદ્યોગો સહિત બીજા ક્ષેત્રોમાં નોકરીઓમાં એકાદ ટકા જેટલો જ વધારો જાેવા મળ્યો છે. જાેકે નોકરીઓ માટેની જાહેરખબરોમાં ઓગસ્ટ મહિનાના મુકાબલે આ મહિનામાં ચૌદ ટકાનો વધારો જાેવા મળ્યો છે. જે આગામી દિવસોમાં જાેબ માર્કેટમાં સુધારાનો સંકેત છે.

 

ભારતની સરહદ પર ચીનની સેનાનો રાત્રે યુધ્ધાભ્યાસ શરૂ

લદ્દાખ મોરચે ભારતની સરહદને અડીને ચીન અવાર નવાર ઉશ્કેરણી જનક હરકતો કરી રહ્યુ છે. હવે ચીનની સેનાએ ભારતની સરહદ નજીક રાત્રીના સમયે યુધ્ધ કરવાનો અભ્યાસ શરૂ કર્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ચીનની સેનાના વેસ્ટર્ન થીયેટર કમાન્ડ દ્વારા હિમાલયની સીમા પાસે તૈનાત પોતાના સૈનિકો માટે નાઈડ ડ્રીલ શરૂ કરી છે. જેની પાછળનો હેતુ સૈનિકોને અત્યાધુનિક હથિયારો અને ઉપકરણોની તાલીમ આપવાનો છે. આ અહેવાલમાં ચીનના મીડિયાને ટાંકીને કહેવાયુ છે કે, સૈનિકો સંખ્યાબંધ વિસ્તારમાં ૫૦૦૦૦ મીટરની ઉંચાઈ પર રાત્રીના સમયે યુધ્ધ લડવાનો અભ્યાસ કરી રહ્યા છે. ચીનની સેનાના અધિકારીઓના કહેવા પ્રમાણે સૈનિકોને ઉંચાઈવાળા વિસ્તારો પર પ્રશિક્ષણ અપાઈ રહ્યુ છે. કારણકે વધતા જતા પડકારો વચ્ચે સૈનિકોએ કઠોર રીતે યુધ્ધ લડવા માટેના માહોલને પહોંચી વળવા તૈયાર રહેવુ જરૂરી છે. રાતના અંધારામાં સૈનિકો બર્ફિલા વિસ્તારોના શીખરોને પાર કરી રહ્યા છે. આ અભ્યાસ લાઈવ ફાયર છે અને તેમાં મશીનગનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સાથે સાથે સેના દ્વારા નવા મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી સૈનિકોને તેનો સચોટ ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિસ કરાવી શકાય.

 

હિંદુઓની વસતી ઓછી થઈ ત્યાં સમસ્યા : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતનું કહેવું છે કે, જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિન્દુઓની વસતી ઓછી થઈ છે ત્યાં સમસ્યાઓ ઉભી થઈ છે. ઉદેપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રથી જ વિશ્વનું કલ્યાણ થશે. કોરોનાકાળમાં સંઘના સ્વયંસેવકો જે રીતે નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરી છે તે સાચું હિન્દુત્વ છે. ભારતની સમસ્યાઓના સમાધાન માટે હિન્દુ સમાજ સંગઠિત થાય તે જરૂરી છે. આપણે બધા ભારત માતાના સંતાનો છે અને હિન્દુ એટલે કે સનાતન સંસ્કૃતિને માનનારા લોકો છે. સનાતન સંસ્કૃતિના સંસ્કાર વિશ્વનું કલ્યાણ કરી શકે છે. શાંતિ અને સત્ય હિન્દુઓની વિચારધારા છે. આપણે હિન્દુ નથી તેવું અભિયાન દેશ અને સમાજને નબળો પાડવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. ભાગવતે કહ્યુ હતુ કે, સંઘના સ્થાપક ડો.હેડગેરવારે અનુભવ કર્યો હતો કે, ભારતની જે વિવિધતા છે તેમાં એકતાનો ભાવ રહેલો છે. યુગોથી આ પુણ્ય ભૂમિ પર રહેનારા પૂર્વજાેના આપણે વંશજ છે અને આપણે બધા હિન્દુ છે. આ પ્રકારની ભાવના હિન્દુત્વ છે. ડો.હેડગેવારે પોતાના વ્યકતિગત સ્વાર્થને બાજુ પર મુકીને દેશ માટે કામ કરવાનો રસ્તો પસંદ કર્યો હતો. શરૂઆતમાં તેમણે અનુભવ્યુ હતુ કે, સ્વતંત્રતા મળ્યા બાદ આપણે ફરી પરાધીનના થઈએ તેના પર વિચાર કરવો પડશે. સંઘની સ્થાપનાના મૂળમાં પણ આ જ વિચાર છે. તેમણે કહ્યુ હતુ કે, સંઘ વિશ્વ બંધુત્વની ભાવના સાથે કામ કરે છે. સંઘ માટે આખુ વિશ્વ પોતાનુ છે. સંઘને નામ કમાવવાની લાલસા નથી. ક્રેડિટ અને લોકપ્રિયતાની જરૂર નથી. ૮૦ના દાયકા સુધી હિન્દુ શબ્દથી પણ બધાને છોછ રહેતો હતો. આવી સ્થિતિમાં પણ સંઘે કામ કર્યુ છે. આજે આરએસએસ વિશ્વના સૌથી મોટા સંગઠનોમાં સ્થાન પામે છે.

 

કેરળના રિક્ષા ચાલકને ૧૨ કરોડ રૂપિયાની લોટરી લાગી

૫૬ વર્ષીય જયપાલન પીઆરે વિચાર્યું પણ નહીં હોય કે તેઓ એક દિવસ ૧૨ કરોડ રુપિયાના માલિક બની જશે. ગરીબ અને મધ્યમ પરિવારના લોકો માટે આટલી મોટી રકમ પ્રાપ્ત કરવીએ કોઈ સ્વપ્ન સમાન જ હોય છે. અને જયપાલનતો વ્યવસાયે રીક્ષાચાલક છે, તેમના માટે રીક્ષા ચલાવીને આટલી મોટી રકમ ભેગી કરવી લગભગ અશક્ય હતી. લોકો તેમને ઓટો વાળા ભાઈ કહીને બોલાવતા હતા પરંતુ આજે આખું કેરળ તેમના વિષે જાણવા ઉત્સુક છે. જયપાલન કોચિ પાસે મરાડુમાં પોતાના ૯૫ વર્ષીય માતા, પત્ની અને બે બાળકો સાથે રહે છે. તેમણે પોતાના બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે ખૂબ મહેનત કરી. જાે કે, હવે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે તે કરોડો રુપિયાના માલિક બની ગયા છે અને તેઓ પોતાના સપના સાકાર કરશે. જયપાલન રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારના રોજ ઓણમ બંપર લોટરીના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યુ હતું. આ જાહેરાત પછી જયપાલનના દિવસો બદલાઈ ગયા છે કારણકે તેમણે ૧૨ કરોડની લોટરી જીતી છે. આ પરિણામ જાહેર થયા પછી લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે ૧૨ કરોડના વિજેતા જયપાલન કોણ છે. જયપાલન જણાવે છે કે, તેમને ટીવીના માધ્યમથી બંપર પ્રાઈઝ જીતનારા લોટરીના નંબર વિષે જાણવા મળ્યું. જ્યારે તેમણે ટીવીમાં પોતાનો નંબર જાેયો તો તેમની ખુશીનું કોઈ ઠેકાણુ નહોતું. રિપોર્ટ અનુસાર, સોમવારે સવારે જયપાલને કેનરા બેન્કની પલ્લીનાડા બ્રાન્ચમાં ટિકિટ જમા કરાવી છે. ત્યારપછી જ તેઓ બંપર લોટરી જીત્યા હોવાની ખબર વાયરલ થઈ છે. ઉલ્લેખનીય છે કે જયપાલન દર વર્ષે જ ઓણમ બંપર ટિકિટ ખરીદતા હતા. તેઓ જણાવે છે કે, હું લગભગ દરેક સીઝનમાં માત્ર એક જ બંપર ટિકિટ ખરીદુ છું. અને આ વર્ષે નસીબે મારો સાથ આપ્યો. પરિવાર આ રકમનો ઉપયોગ ઘર બનાવવામાં અને દેવું ચૂકતે કરવા માટે કરશે. રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા વિજેતા જયપાલનની લોટરીનો નંબર ટીઈ-૬૪૫૪૬૫ છે. તેમણે ૧૦ સપ્ટેમ્બરના રોજ ત્રિપુનિથુરામાં મીનાક્ષી લોટરી પાસેથી ટિકિટ ખરીદી હતી. કુલ ૧૨ કરોડ રુપિયામાંથી ૧૦ ટકા પૈસા એજન્સી કમિશન તરીકે લેશે. ટેક્સ કપાયા પછી જયપાલનને લગભગ ૭.૩૯ કરોડ રુપિયા મળશે.

 

યુએસ-ભારતના રક્ષામંત્રીઓએ આતંકવાદ ઉપર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પહેલાં અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે અમેરિકાના રક્ષા સચિવે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. બંને દેશોના રક્ષામંત્રીઓએ આતંકવાદ સામે લડવાની પણ વાતચીત કરી. ભારતના રક્ષા મંત્રાલય અનુસાર અમેરિકન રક્ષા સચિવ લોયન ઓસ્ટિને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી. ફોન પર ચર્ચા દરમિયાન બંને રક્ષા મંત્રીઓએ અફઘાનિસ્તાનના ઘટનાક્રમ સહિત દ્વિપક્ષીય ક્ષેત્રીય મુદાઓ પર ચર્ચા કરી. તેમણે બંને દેશોના રક્ષા સહયોગ પર ચર્ચા કરી અને એકસાથે મજબૂતીથી કામ કરવાની આશા વ્યક્ત કરી. જાણકારી અનુસાર બંને દેશોના રક્ષામંત્રીઓએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારતીય અને અમેરિકન નાગરિકો (અને સૈનિકો)ના એરલિફ્ટ દરમિયાન પરસ્પર મદદ અને સહયોગના પણ વખાણ કર્યા. રાજનાસિંહ અને ઓસ્ટિને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ‘નિયમિત સંપર્ક’માં રહેવાની પણ સહમતિ વ્યક્ત કરી. રક્ષા મંત્રાલયે બંને દેશોના રક્ષામંત્રીઓએ ટેલીફોન પર થયેલી ચર્ચા પર નિવેદન જાહેર કરતાં કહ્યું કે રાજનાથ સિંહ અને રક્ષા સચિવ એશિયામાં આતંકવાદનો મુકાબલો કરવા વિશે પણ વિચારોનું આદન પ્રદાન કર્યું. તમને જણાવી દઇએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન દ્વારા ૨૪ સપ્ટેમ્બરના રોજ આયોજિત ક્વાડ દેશોના રાષ્ટ્રધ્વક્ષોના પહેલાં સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અમેરિકા જઇ રહ્યા છે. ક્વાડ દેશોમાં ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. આ મીટિંગમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર વિસ્તૃત ચર્કહ થવાની આશા છે. આ ઉપરાંત ચીન અને ઇંડો-પેસેફિક ક્ષેત્ર પર પણ ગહન મંત્રણા થવાની આશા છે. ૨૫ સ્પટેમ્બરના રોજ પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહા-સભાને સંબોધિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન ૨૪ સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. સોમવારે જાહેર થયેલ રાષ્ટ્રપતિના સાપ્તાહિક કાર્યક્રમમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે ૨૩ સપ્ટેબરના રોજ ગુરૂવારે અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હૈર્રિસ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની વચ્ચે શુક્રવારે થનાર પહેલી બેઠકના સંબંધમાં કહેવામાં આવ્યું છે, રાષ્ટ્રપતિ ભારતીય ગણરાજ્યના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. ડેમોક્રેટિક પાર્ટી નેતા જાે બાઇડનના જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે ઘણીવાર ડિજિટલ માધ્યમોથી વાતચીત થઇ છે. ગત વખતે પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બર ૨૦૧૯ માં અમેરિકા યાત્રા પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે અને તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યૂસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યા હતા. વ્હાઉટ હાઉસને શુક્રવારે રાષ્ટ્રપતિના કાર્યક્રમ વિશે કહ્યું કે બાઇડન જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા સાથે મુલાકાત કરશે.

 

પ્રયાગરાજમાં અખાડા પરિષદ અધ્યક્ષ નરેન્દ્રગીરીનું અવસાન

પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું નિધન થઈ ગયુ છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું નિધન થયુ છે. હાલ મૃત્યુનું કારણ સામે આવ્યું નથી. અધિકારીઓ શંકાસ્પદ મોત ગણાવી રહ્યા છે. મઠમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહત્વના અધિકારીઓ મઠમાં પહોંચી રહ્યાં છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી છે. શંકાસ્પદ પરિસ્થિતિમાં મોતને જાેતા તંત્ર પોસ્ટમોર્ટમ પર વિચાર કરી રહ્યું છે. મઠ પર ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે.
નરેન્દ્ર ગિરીના નિધનના સમાચાર બાદ સંત સમાજની સાથે રાજકીય દળોમાં પણ શોકની લહેર દોડી ગઈ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્‌વીટ કરી શોક વ્યક્ત કર્યો અને લખ્યુ- અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરી જીનું નિધન, અપૂર્ણીય ક્ષતિ. ઈશ્વર પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન અને તેમના અનુયાયિઓને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ભાવભીની શ્રદ્ધાંજલિ.
નરેન્દ્ર ગિરી પોતાના નિવેદનનો લઈને સતત ચર્ચામાં રહે છે. રવિવારે સવારે યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ તેમની સાથે મુલાકાત કરી હતી.
જાણવા મળી રહ્યું છે કે તેઓ સતત તણાવમાં હતા. પોતાના શિષ્ય આનંદ ગિરી સાથે તેમનો જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તેમણે આનંદ ગિરીને મઠથી અલગ કરી દીધા હતા. પરંતુ બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું.

 

બિહારમાં સગીરા પર ગેંગરેપ કેસમાં ચાર આરોપીઓ જબ્બે

બિહારના સમસ્તીપુર જિલ્લાના વિભૂતીપુર થાણા ક્ષેત્રમાં સગીરા સાથેના ગેંગરેપ કેસમાં પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. જાેકે એક આરોપી હજુ પણ પોલીસની પહોંચથી બહાર છે. પીડિતા પોતાના ફ્રેન્ડ મનીષ કુમાર સાથે રોસડાથી ફરીને મોડી રાતે પોતાના ઘરે આવી રહી હતી. જ્યારે તેઓ બંને સિંઘિયા પુલ પાસે પહોંચ્યા ત્યારે ૨ યુવકોએ તેમને અટકાવ્યા હતા અને પોતાના અન્ય ૨ મિત્રોને કોલ કરીને બોલાવી લીધા હતા. ત્યાર બાદ ચારેયે સાથે મળીને છોકરી અને તેના મિત્રને પકડી લીધા હતા અને સૂમસામ જગ્યાએ લઈ જઈને પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ લલિત નામના આરોપીએ પપ્પૂ નામના આરોપી મિત્રના મોબાઈલમાં દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો હતો. પીડિતાએ વિભૂતીપુર થાણામાં ન્યાયની માગણી કરી હતી અને પોલીસની વિશેષ ટીમે મનીષ કુમાર અને ૩ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે રેપનો વીડિયો ઉતારવામાં આવેલો તે ફોન પણ જપ્ત કરી લીધો છે. જ્યારે કૈલાશ મહતો નામનો એક આરોપી હાલ ફરાર છે જેના વિરૂદ્ધ પહેલેથી જ આર્મ્સ એક્ટનો કેસ નોંધાયેલો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ ગેંગરેપમાં પોતાની સંલિપ્તતા કબૂલી લીધી છે અને તેમાં સગીરાના મિત્રનો પણ સમાવેશ થાય છે. મનીષ સગીરા સાથે દુષ્કર્મ કરતો હોય તેનો જ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરે આરોપીઓની ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પોલીસ પદાધિકારીઓને પુરસ્કૃત કરવાની ભલામણ કરી છે.

 

ઈડી આઝમ, અતીક અને મુખ્તારની પૂછપરછ કરશે

ઉત્તર પ્રદેશની અલગ-અલગ જેલમાં બંધ સપા નેતા આઝમ ખાન, ગેંગસ્ટરથી બસપા ધારાસભ્ય બનેલા મુખ્તાર અંસારી અને અતીક અહેમદની મુશ્કેલી વધી ગઈ છે. હવે ઈડી મની લોન્ડ્રિંગ મામલે આ ત્રણ નેતાઓની કુંડલી ખંગાળશે.
ઈડીએ આ ત્રણ નેતાઓ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો. હવે ઈડીને કોર્ટને આ ત્રણ નેતાઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની અનુમતિ મળી ગઈ છે. જે બાદ ઈડીની ટીમ જલ્દી જ ત્રણેય નેતાઓ સાથે પૂછપરછ કરી શકે છે.
સમાજવાદી નેતા આઝમ ખાન પર ખેડૂતોની જમીન હડપવાનો આરોપ છે. જાણકારી અનુસાર, નિયમોનુ ઉલ્લંઘન કરીને આઝમ ખાને ખેડૂતોની જમીન લઈ લીધી હતી. જે બાદ કેટલાક ખેડૂતોએ આની ફરિયાદ રાજ્યપાલને કરી હતી. આરોપ છે કે આઝમ ખાનના ડ્રીમ પ્રોજેક્ટ જાેહર યુનિવર્સિટીના નામ પર જે જમીન લઈ લીધી હતી તેમાંથી કેટલીક જમીન સરકારી છે અને યુનિવર્સિટી બનાવવામાં સરકારી રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો.
યુપીની બાંદા જેલમાં બંધ માફિયા અને બસપા ધારાસભ્ય મુખ્તાર અંસારી વિરૂદ્ધ ઈડીએ એક જુલાઈએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો. આરોપ છે મુખ્યાર અંસારીએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જાે જમાવ્યો અને તેને સાત વર્ષ માટે ૧.૭ કરોડ રૂપિયા પ્રતિ વર્ષના હિસાબે એક ખાનગી કંપનીને ભાડે આપી દીધા. ઈડી આ રકમ અને કબ્જા જમાવવાના મામલે પૂછપરછ કરશે.
માફિયા અતીક અહેમદ વિરૂદ્ધ ઈડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો. આરોપ છે કે ગયા વર્ષે પોલીસે અતીકની કુલ ૧૬ કંપનીઓ ચિહ્નિત કરી હતી જેમાંથી કેટલીય બેનામી હતી. આ કંપનીઓમાં નામ તો કોઈ બીજાનુ છે પરંતુ પરોક્ષરીતે આમાં રૂપિયા અતીકના છે. આમાંથી મોટાભાગની કંપનીઓનો વેપાર રિયલ એસ્ટેટ સાથે સંબંધિત છે. એ પણ જાણકારી મળી છે કે આ કંપનીઓની લેવડદેવડ કરોડોમાં છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે જે ૧૦ કંપનીઓ વિશે જાણકારી મળી છે તેમાંથી ત્રણ કંપનીઓ અતીકની પત્ની સાઈસ્તા પરવીન જ્યારે પાંચ સંબંધીઓના નામે રજિસ્ટર્ડ છે. આઠ કંપનીઓ એવી છે જેના વિશે એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે તેમના માલિક કોણ છે.

 

નાની કારોમાં પણ ૬ એરબેગ આપો : Nititn Gadkari

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાની કારોમાં પણ સેફ્ટીને લઈને મહત્વપુર્ણ ટિપ્પણી કરી છે. નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યૂમાંમાં કહ્યું કે, વાહન કંપનીઓ ફક્ત અમીર લોકો દ્વારા ખરીદવામાં આવતી મોટી કારોમાં જ કેમ આઠ એરબેગ ઉપલબ્ધ કરાવે છે. નાની કારો કે જે મોટા ભાગે સામાન્ય લોકો દ્વારા ખરીદવામાં આવે છે, તેમાં પણ સુરક્ષાની દ્રષ્ટિથી પર્યાપ્ત સંખ્યામાં એરબેગ હોવી જાેઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, નાની કારોની ખરીદી નિમ્ન મધ્યમ વર્ગ દ્વારા કરવામાં આવે છે. જાે તેમની કારોમાં એરબેગ નહીં હોય તો, દુર્ઘટનાની સ્થિતિમાં તેમનો જીવ જઈ શકે છે. તેવામાં હું તમામ કાર નિર્માતાઓને અપીલ કરીશ કે, તે પોતાના વાહનોનાં તમામ વેરિયેન્ટમાં ઓછામાં ઓછી છ એરબેગ ઉપલબ્ધ કરાવે. હું હેરાન છું કે, વાહન નિર્માતાઓ કંપનીઓ ફક્ત અમીર લોકો દ્વારા ખરીદાતી મોટી અને મોંઘી ગાડીઓમાં જ કેમ ૮ એરબેગ આપે છે. આ ઉપરાંત ગડકરીએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, નાની કારોમાં એકસ્ટ્રા એરબેગ આપવાથી તેમની કિંમતમાં ઓછામાં ઓછા ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયાનો વધારો થઈ શકે છે. પણ આપણા દેશમાં ગરીબોને સુરક્ષા મળવી જાેઈએ. અમીરોની કારમાં તમે આઠ એરબેગ આપો છો અને સસ્તી કારોમાં ફક્ત બે કે ત્રણ જ એરબેગ, આવું કેમ? તેવો સવાલ પણ નીતિન ગડકરીએ કાર નિર્માતાઓને પુછ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીતિન ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે ઈન્ડસ્ટ્રી દ્વારા એ વાત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ઊંચા ટેક્સ, ઉત્સર્જન માપદંડ અને સેફ્ટી નોર્મ્સના કારણે વાહનોની કિંમત વધી ગઈ છે. તેવામાં હવે જાેવાનું રહ્યું કે, નીતિન ગડકરી દ્વારા કરવામાં આવેલી આ અપીલને કાર નિર્માતા કંપનીઓ અનુસરે છે કે નહીં?

 

ઉત્તરાખંડમાં સરકાર બનશે તો બેરોજગાર તમામ યુવાનોને રોજગારી મળશે : Arvind Kejriwal

આગામી વર્ષે ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને જાેતા રાજકારણ ગરમાયું છે. આ ક્રમમાં, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી રાજ્યના પ્રવાસે છે. હલ્દવાનીમાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી અને મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે, જાે ઉત્તરાખંડમાં છછઁની સરકાર બનશે તો તમામ બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવશે. જ્યાં સુધી તેમને રોજગારી ન મળે ત્યાં સુધી તેમને સરકાર દ્વારા દર મહિને ૫૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરતા આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રોજગારી સ્થાનિક લોકો માટે પર્વતોમાં એક મોટો મુદ્દો છે, જેની શોધમાં તેમને મેદાનોમાં આવવું પડે છે. તેમણે કહ્યું કે, અમારી પાર્ટીએ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે, જાે ૨૪ કલાક વીજળી આપવાનું વચન આપ્યું છે તો અમે તેને કરી બતાવીશું. અમારી પાર્ટીએ દિલ્હીમાં આ કર્યું છે, તેથી અમે ઉત્તરાખંડમાં પણ તેની જાહેરાત કરી રહ્યા નથી. કેજરીવાલ સાથે પત્રકાર પરિષદ દરમિયાન આપના સીએમ પદના ઉમેદવાર અજય કોઠિયાલ પણ હાજર હતા.
ઉત્તરાખંડમાં બેરોજગારીને લઈને કેજરીવાલે મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે બેરોજગારીને કારણે અહીં સ્થળાંતર એક સમસ્યા બની ગઈ છે. તેમણે કહ્યું કે, આને જાેતા તેમની પાર્ટીએ આ બાબતે વિચારણા કરી. તેથી જ હું આજે ૬ જાહેરાત કરી રહ્યો છું. તેમણે કહ્યું કે, પહેલી જાહેરાત એ હતી કે જાે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઉત્તરાખંડના તમામ બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવશે. બીજું, જ્યાં સુધી તે યુવકને રોજગારી ન મળે ત્યાં સુધી તે પરિવારના યુવકને દર મહિને ૫૦૦૦ રૂપિયા આપવામાં આવશે. ત્રીજી જાહેરાત એ છે કે સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ૮૦ ટકા નોકરીઓ સ્થાનિક યુવાનોને ઉપલબ્ધ થશે. કેજરીવાલે કહ્યું કે, ચોથી જાહેરાત હેઠળ સરકારની રચનાના ૬ મહિનાની અંદર ૧ લાખ નોકરીઓનું સર્જન થશે. આ નોકરીઓ ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, દિલ્હીની જેમ ઉત્તરાખંડમાં પણ જાેબ પોર્ટલ બનાવવામાં આવશે. આ સિવાય છઠ્ઠી જાહેરાત કરતા તેમણે કહ્યું કે રોજગાર અને સ્થળાંતર રોકવા માટે એક અલગ મંત્રાલય રચવામાં આવશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope