૨૪ કલાકમાં દર્દીઓની સંખ્યા ૨૫ હજાર :૪૮૭ લોકોનાં મોત

૯ જુલાઈએ ચેપગ્રસ્તોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ

મૃત્તકોની સંખ્યા ૨૧,૧૨૯ થઈ : વાયરસના સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૪,૭૬,૩૭૮ પહોંચી ગઈ

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૯
ભારતમાં કોરોનાના વાયરસ પણ અનલોક થઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ જોવા મળતી થઈ છે. ૯મી જુલાઈએ દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. વિતેલા ૨૪ કલાકમાં દેશભરમાંથી ૨૪,૮૭૯ નવા કોવિડ-૧૯ના દર્દીઓ નોંધાયા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. જ્યારે એક જ દિવસમાં ખતરનાક વાયરસથી ૪૮૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં કોરોના વાયરસના ૨,૬૯,૭૮૯ કેસ સક્રિય છે. ભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ગુરુવારે ૭,૬૭,૨૯૬ પર પહોંચી ચૂકી હતી. જ્યારે મૃત્તકોની કુલ સંખ્યા ૨૧,૧૨૯ થઈ છે. વાયરસના સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ૪,૭૬,૩૭૮ થઈ છે. દેશમાં કોરોનાની બિમારીમાંથી સાજા થનારા દર્દીઓનો રિકવરી રેટ ૬૨.૦૮ ટકા થઈ ચૂક્યો છે. તેની સાથે દેશમાં હાલ પોઝીટીવિટી રેટ ૯.૩૧ ટકા જોવા મળી રહ્યો છે. તેનો અર્થ જેટલા સેમ્પલોનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે, તેમાંથી ૯.૩૧ ટકા કેસ પોઝીટીવ મળી રહ્યા છે. દેશભરના ૫ રાજ્યોમાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ રાજ્યોમાંથી જ વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધારે સંક્રમણ અને મૃત્યનો આંક સામે આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં વિતેલા ૨૪ કલાકમાં ૬૬૦૩ નવા ચેપગ્રસ્તો ઉમેરાયા હતા. જ્યારે તામિલનાડુમાં ૩૭૫૬, કર્ણાટકમાં ૨૦૬૨, દિલ્હીમાં ૨૦૩૩ તેમજ તેલંગાણામાં ૧૯૨૪ દર્દીઓ નોંધાયા છે. જ્યારે કોવિડ-૧૯થી થયેલા મૃત્યુમાં પણ મહારાષ્ટ્રમાં જ સૌથી વધુ વિતેલા ૨૪ કલાકમાં ૧૯૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ તામિલનાડુમાં ૬૪, કર્ણાટકમાં ૫૪, દિલ્હીમાં ૪૮ તેમજ પશ્ચિમ બંગાળમાં ૨૩ લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના કુલ ૫૧૩૪ દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ ૯૨૫૦ કોરોના દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના કુલ દર્દીઓ વધીને ૨,૧૭,૧૨૧ પર પહોંચી ગયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે ૮૯,૨૯૪ પર પહોંચી ગઈ છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ ૫૦૦૨ કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મહાનગરના ધારાવી તરફથી સૌથી રાહતના સમાચાર છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એક જ કેસ સામે આવ્યો છે. અત્યાર સુધીમાં, ધારાવીમાં દર્દીઓની કુલ સંખ્યા ૨૩૩૫ પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં કુલ ૧૧૮૫૫૮ દર્દીઓ સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ઘરે ગયા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope