ભારતમાં હાઇવે પ્રોજેક્ટોમાં ચીની કંપનીઓ ઉપર પ્રતિબંધ લદાયો

ચીનની અવરચંડાઈ સામે બાંયો ચઢાવતી ભારત સરકાર

ભારત દ્વારા BSNL-MTNL ૪જી ટેન્ડર રદ કરવામાં આવશે : નવા હાઈવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને અગ્રતા અપાશે : કેન્દ્રિય મંત્રી ગડકરી
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૧
લદાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોની અવળચંડાઈને કારણે ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા, ત્યારથી દેશના લોકોમાં ચીન પ્રત્યે ભારે રોષ ફેલાયેલો છે. આ બાબતને ગંભીરતાથી લઈને ભારત ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી કરવામાં સતત આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં ૫૯ ચાઇનીઝ એપ્સ પર સોમાવારે પ્રતિબંધ મૂક્યો તે પછી બુધવારે વધુ આકરાં અને મોટાં પગલાં લઈને ચીનને આર્થિક મોરચે સીધું કરવાની હિલચાલ ભારતે આદરી છે. ભારતભરમાં હવે ચીની કંપની સાથેના હાઇવે પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, ભારત સરકાર હાઇવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓની એન્ટ્રી બંધ કરશે. ગડકરીએ કહ્યું કે, ચાઈનીઝ કંપનીઓ સાથે ભાગીદારીમાં પણ ભારતમાં કામ થશે નહીં. બીજી તરફ, કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસ બીએસએનએલ અને એમટીએનએલ પોતાના ૪જી ટેન્ડર રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે ફરી નવા ટેન્ડર મંગાવવામાં આવશે. કેન્દ્ર સરકારે બીએસએનએલ અને એમટીએનએલને ચીની કંપનીઓ પાસેથી જરુરી પાર્ટસ કે સામાન નહીં ખરીદવા આદેશ આપ્યો હતો, ત્યારબાદ બીએસએનએલ અને એમટીએનએલ એ પોતાના ટેન્ડર રદ કરી દીધાં છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, કોઇ ચાઇનીઝ કંપની જોઇન્ટ વેન્ચર કરી હાઇવે પ્રોજેક્ટ્સમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશે તો ત્યાં પણ તેને રોકી દેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે એમએસએમઈ સેક્ટરમાં ચાઇનીઝ રોકાણકારોને મહત્વ નહીં મળે. ગડકરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર આ મુદ્દે ટૂંક જ સમયમાં પોલિસી બહાર પાડશે, જેના આધારે ચાઇનીજ કંપનીઓની એન્ટ્રી બંધ થશે અને ભારતીય કંપનીઓ માટે નિયમો સરળ બનાવવામાં આવશે. નવા નિયમો થકી હાઇવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને વધારે તક આપવામાં આવશે. આ માટે હાઇવે સેક્રેટરી અને નેશનલ હાઈવે ઓથોરિટીની એક બેઠક પણ યોજાશે, જેમાં ટેન્ડર મુદ્દે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ નોર્મ્સ સરળ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે. ગલવાનમાં ચીની સેનાના ઘાતકી હુમલા બાદ #BoycottChina અભિયાન હેઠળ સૌપ્રથમ ભારતીય રેલવેએ ચીની કંપનીઓના ૪૭૧ કરોડના કોન્ટ્રાક્ટ રદ કરી દીધા હતા. બાદમાં કેન્દ્ર સરકારે એકાએક ૫૯ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope