નેપાળમાં ભૂસ્ખલનમાં ૧૨નાં મોત,૧૯ લાપતા

નેપાળમાં મૂશળધાર વરસાદ

(સંપૂર્ણ સમાચાર સેવા) કાઠમંડુ,તા.૧૦
નેપાળમાં ભૂસ્ખલનને લીધે ૧૨ લોકોનાં મોત થયાં છે જ્યારે ૧૯થી વધારે લોકો લાપતા થયા છે. આ દુર્ઘટના પશ્ચિમ નેપાળના પોખરા શહેરની નજીક સર્જાઈ છે. પોલીસના જણાવ્યાં મુજબ પાંચ લોકો શુક્રવારે પોખરામાં સાપંગકોટ વિસ્તારમાં મકાન ભૂસ્ખલનને કારણે માર્યા ગયા હતા, જ્યારે અન્ય ૧૦ લોકો ઇજા પામ્યા હતા. આ પહેલાં ગુરુવારે ભૂસ્ખલનની બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં એક પરિવારના ત્રણ લોકોના મોત થયા હતાં. જ્યારે ત્રણ મકાનો તણાઇ જતા કુલ ૧૯ લોકો એકસાથે ગુમ થયા હતા. પશ્ચિમ નેપાળમાં વિતેલા ૪૮ કલાકથી મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ પેદા થઇ છે, ભૂસ્ખલનને લીધે અહીંનો રાજ્યમાર્ગ પર બંધ થયો છે. ભારે વરસાદને કારણે નેપાળની નારાયણી અને દેશની અન્ય પ્રમુખ નદીઓના જળસ્તર વધ્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope