કોંગ્રેસી નેતા અહેમદ પટેલની ઈડી દ્વારા ચોથીવાર પૂછપરછ

ત્રણ વારની પૂછપરછમાં ૧૨૮ પ્રશ્નો પૂછાયા હતા

આ બધું રાજકીય દુશ્મનાવટ અને કોના દબાણથી આ બધું થઈ રહ્યું છે તેનો મને ખ્યાલ નથી : પટેલનો આક્ષેપ

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૯
વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ સાંડેસરા બંધુઓના બેન્ક કૌભાંડમાં કહેવાતા મની લોન્ડરિંગ કેસ સંદર્ભે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ગુરુવારે નવી દિલ્હી ખાતે ચોથી વખત પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીના લુટિયન્સ ઝોન ખાતેના આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના નિવાસ સ્થાને ૨૩ મધર ટેરેસા ક્રેસેન્ટમાં પૂછપરછ હાથ ધરી હતી. ઈડીના ત્રણ અધિકારીઓ અહેમદ પટેલના ઘરે સવારે ૧૧ વાગ્યે પહોંચ્યા હતા. આ અગાઉ અહેમદ પટેલની ૨ જુલાઈના રોજ ૧૦ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે પત્રકારોને માહિતી આપી હતી કે અગાઉની ત્રણ વખતની પૂછપરછમાં ઈડીએ તેમને ૧૨૮ પ્રશ્નો પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘આ બધું રાજકીય દુશ્મનાવટ અને મને તેમજ મારા પરિવારને હેરાન કરવા કરાઈ રહ્યું છે, કોના દબાણથી આ બધું થઈ રહ્યું છે તેનો મને ખ્યાલ નથી.’ અગાઉ ૨૭ અને ૩૦ જૂને પણ ઈડીએ અહેમદ પટેલની તેમના ઘરે પૂછપરછ કરી હતી અને ત્રણ વખતની તપાસમાં કુલ ૨૭ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. નોંધનીય છે કે અગાઉ અહેમદ પટેલે ઈડીની કચેરીએ હાજર નહીં રહેવા માટે કોવિડ ૧૯ની પ્રતિકૂળ સ્થિતિમાં સરકારના નિર્દેશોનું પાલન કરી બહાર નહીં નિકળવી શકવાનું કારણ ધર્યું હતું. ઈડીના અધિકારીઓએ મની લોન્ડરિંગના કેસમાં અહેમદ પટેલનું નિવેદન નોંધ્યું હતું. ઈડીએ તપાસમાં સાંડેસરા બંધુઓ સાથે તેમના કથિત સંબંધો તેમજ તેમના પરિવાર સાથે નાણાકીય વહીવટને લઈને પણ પ્રશ્નો પૂછાયા હતા. ગત વર્ષે ઈડીએ કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ તેમજ જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકીની પણ આ કેસમાં પૂછપરછ કરી નિવેદનો લીધા હતા. સાંડેરસા ગ્રૂપના કર્મચારી સુનિલ યાદવની માહિતીને આધારે અહેમદ પટેલના પુત્ર તેમજ જમાઈના નિવેદન લેવામાં આવ્યા હતા. યાદવે પોતાના નિવેદનમાં ઈડીને જણાવ્યું હતું કે, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ એક પાર્ટીમાં હાજર રહ્યા હતા નાઈટ ક્લબમાં પ્રવેશ ગોઠવ્યો હતો. આ પાર્ટીનો રૂ.૧૦ લાખનો ખર્ચ તેણે ચૂકવ્યો હતો, આ ઉપરાંત ચેતન સાંડેસરાના કહેવાથી એક વખત ફૈઝલના ડ્રાઈવરને દિલ્હીની ખાન માર્કેટમાં રૂ. ૫ લાખ પણ આપ્યા હોવાનું તેણે જણાવ્યું હતું. આ ઉપરાંત યાદવે ઈડીને વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના વસંત વિહારમાં અહેમદ પટેલના જમાઈ સિદ્દીકી જે ઘર ધરાવે છે તે કથિત રીતે ચેતન સાંડેસરાનું હોવાનું મનાય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope