કુલ સંક્રમિતોનો આંકડો ૩૯ હજારને પાર, મૃતાંક ૨૦૧૦

રાજ્યમાં કોરોનાના ૮૬૧ કેસ : ૧૫નાં મોત

રાજ્યમાં પ્રથમવાર ૮૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૯
રાજ્યમાં કુદકેને ભુસકે કોરોના પોઝિટિવના કેસ રોજ નવા રેર્કોડ સર કરી રહ્યું છે. આજે પ્રથમવાર ૨૪ કલાકમાં ૮૦૦ ને પાર ૮૬૧ કેસ નોંધાયા છે.આ સાથે રાજ્યમાં કુલ સંક્રમીતોનો આંકડો ૩૯ હજારને પાર થઇ ૩૯૨૮૦ કોરોનાના કેસ નોંધાયા છે.આજે વધુ ૧૫ મોત કોરોનાને કારણે થતા કુલ મૃત્યુ આંક ૨૦૦૦ ને પાર થઇ ૨૦૧૦ થયો છે. રાજ્યમાં આજે ૪૨૯ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જ થવાનો આંકડો ૨૭૭૪૨ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ એક્ટિવ કેસ ૯૪૫૬ છે.જેમાં ૭૨ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૯૪૫૬ સ્ટેબલ છે.રાજ્યમાં સતત કોરોના વાયરસ પોતાનો પ્રકોપ સાર્વત્રિક રીતે બતાવી રહ્યો છે.જેને આરોગ્યતંત્રની ઊંઘ હરામ કરી મુકી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૨૮ લોકોના ટેસ્ટ કરાતા ૮૬૧ જેટલા રર્કોડ બ્રેક કોરોનાના દર્દી નોંધાયા છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દર્દીઓના કોવિડ-૧૯ ને કારણે મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના ૫,સુરત કોર્પોરેશનના ૪, સુરતના ૨,અરવલ્લી, પાટણ અને બનાસકાંઠા અને ભરુચમા ૧-૧ મૃત્યુ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં ૧૫૩ અને ગ્રામ્યમાં ૯ સાથે કુલ ૧૬૨ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.આ સાથે અમદાવાદ શહેરમાં કુલ સંક્રમિતોનો આંકડો૨૨૫૮૦ થયો છે અને પાંચના મોત સાથે ૧૫૦૬ કુલ મૃત્યુઆંક થયો છે. સુરતમાં આજે પ્રથમ વાર કોરોનાનો આંકડો ૩૦૦ને પાર ગયો છે. સુરત શહેરમાં ૨૧૨ અને ગ્રામ્યમાં ૯૫ સાથે કુલ ૩૦૭ કેસ સામે આવ્યા છે. સુરતમાં કુલ સંક્રમિતોનો આંકડો ૭૦૩૮ થયો છે. આજે વધુ છ મોત સાથે મૃત્યુઆંક ૨૦૨ થયો છે. વડોદરા શહેરમાં ૪૩ અને ગ્રામ્યમાં ૨૫ સાથે ૬૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો ૨૮૩૬ થયો છે. ગાંધીનગરમાં આજે ૨૪ અને ગ્રામ્યમાં ૮ કેસ સાથે કુલ કેસ ૩૨ થયા છે જ્યારે સંક્રમિતોનો કુલ આંકડો ૮૦૫ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪ લાખ ૪૧ હજાર ૬૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ૨૯૮૭૩૮ લોકોને ક્વોરનટાઈન કરાયા છે જે પૈકી ૨૯૫૭૪૯ હોમ ક્વોરનટાઈન અને ૨૯૮૯ ફેસિલીટી ક્વોરનટાઈનમાં રખાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૮
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૮૬૧ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૨૧૨
અમદાવાદ કોર્પોરેશન ૧૫૩
વડોદરા કોર્પોરેશન ૪૩
સુરત ૯૫ વડોદરા કોર્પોરેશન ૪૩ વલસાડ ૨૮ વડોદરા ૨૫ ગાંધીનગર ૨૪ ભરુચ ૧૯ બનાસકાંઠા ૧૮ રાજકોટ કોર્પોરેશન ૧૮ ખેડા ૧૭ મહેસાણા ૧૭ નવસારી ૧૬ ભાવનગર કોર્પોરેશન ૧૪ દાહોદ ૧૩ જુનાગઢ કોર્પોરેશન ૧૨ આણંદ ૧૧ સાબરકાંઠા ૧૧ સુરેન્દ્રનગર ૧૦ અમદાવાદ ૯ ભાવનગર ૯ ગીર સોમનાથ ૯ અમરેલી ૮ ગાંધીનગર કોર્પોરેશન ૮ તાપી ૮ જામનગર કોર્પોરેશન ૭ જુનાગઢ ૭ બોટાદ ૬ અરવલ્લી ૫ કચ્છ ૫ પાટણ ૫ છોટાઉદેપુર ૪ જામનગર ૪ મોરબી ૪ પંચમહાલ ૩ રાજકોટ ૨ નર્મદા ૧
પોરબંદર ૧ કુલ ૮૬૧

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope