સેટેલાઈટમાં સેક્સ રેકેટ ચલાવતું દંપત્તી ઝડપાયું

પોલીસની શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર

ભાડાના ફ્લેટમાં વિદેશી યુવતીઓ લાવીને સેક્સરેક્ટ ચલાવાતું હતું :ગ્રાહક પાસેથી સાતથી ૧૦૦૦ લેવાતા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૨૯
અમદાવાદ શહેરમાં એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં એક યુવતી સહિત બે લોકોની ધરપકડ કરવમાં આવી છે. મળતી વિગત મુજબ, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં એક દંપતિ દ્વારા ચલાવતા હાઈપ્રોફાઈલ સેક્સરેકેટનો ક્રાઇમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસની પ્રથમિક તપાસ મુજબ, વિદેશી યુવતીઓને અમદાવાદમાં લાવી ગ્રાહકો પાસેથી ૭૦૦૦થી ૧૪૦૦૦ રૂપિયા લઇ દેહવ્યાપાર ચલાવતાં હતા. મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીની જોસફને બાતમી મળી હતી કે, સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-૨માં રીતુ પટેલ નામની મહિલા વિદેશી છોકરીઓ લાવી દેહવ્યાપાર ચલાવે છે. જેના આધારે પશ્ચિમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એસ.જાડેજા અને ટીમે નકલી ગ્રાહક તૈયાર કરી શ્યામલ રો- હાઉસમાં મોકલ્યો હતો. વિદેશી છોકરીઓ હોવાની પાકી માહિતી મળતાં જ પોલીસે ઘરમાં દરોડો પાડ્યો હતો. ઘરમાં રીતુ પટેલ (ઉ.વ.૩૬)નામની મહિલા મળી આવી હતી. ઉપરના માળેથી એક ઉઝબેકિસ્તાનની રહેવાસી યુવતી મળી આવી હતી. પોલીસે રીતુ પટેલની પૂછપરછ કરતા છેલ્લા બે વર્ષથી ૧૫૦૦૦ના ભાડા પર મકાન રાખીને પતિ તુષાર પટેલ સાથે રહે છે. વિદેશથી યુવતીઓ લાવી અને ઉપરના માળે દેહવ્યાપાર ચલાવે છે. ગ્રાહકો પાસેથી ૭૦૦૦થી લઇ ૧૪૦૦૦ જેટલા પૈસા લે છે જેમાં ૫૦ ટકા યુવતીઓને આપે છે બાકીના ૫૦ ટકા તે રાખી લે છે. પતિ તુષારના મિત્ર ભરત મકવાણા (રહે. જીવરાજપાર્ક) સાથે મળી આ વ્યવસાય ચલાવે છે. વિદેશી યુવતીને ત્રણ દિવસ પહેલા જ અમદાવાદ લાવ્યા હતા. પોલીસ પૂછપરછમાં ભરત મકવાણાએ જણાવ્યું હતું કે, દિલ્લીમાં ઉસ્માનભાઈ નામના વ્યક્તિ પાસેથી આ યુવતીને દિલ્લીથી અમદાવાદ મંગાવી હતી. પાંચ દિવસ રાખવાના ૫૦૦૦ રૂપિયા ઉસ્માનભાઈને આપવાનું નક્કી કર્યું હતું. મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ફરાર તુષાર પટેલને ઝડપવા તજવીજ શરૂ કરી છે. કેટલી યુવતીઓને અમદાવાદ લાવી અનૈતિક વ્યાપાર ચલાવતા હતા તેની તપાસ શરૂ કરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope