સાંડેસરા કેસ : ઈડીએ અહેમદ પટેલની સઘન પૂછપરછ કરી

નવી દિલ્હીમાં નેતાના નિવાસ્થાને ઈડીની ટીમ પહોંચી

અહેમદ પટેલે કોરોના મહામારીનું કારણ આગળ ધરીને ઈડીના સમન્સ બે વખત ઈડી સમક્ષ હાજરી ટાળી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૭
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ શનિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી હતી અને સાંડેસરા બંધુઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. ઈડીના ત્રણ સભ્યોની ટીમ અહેમદ પટેલના મધ્ય દિલ્હીના નિવાસ સ્થાન ૨૩, મધર ટેરેસા ક્રેસેન્ટ ખાતે પહોંચ્યા હતા અને મની લોન્ડરિંગ કાયદા હેઠળ કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું નિવેદન નોંધ્યું હતું.
અગાઉ ઈડીએ બે વખત અહેમદ પટેલને સમન્સ પાઠવ્યું હતું પરંતુ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પટેલે કોરોના મહામારીનું કારણ આપી સરકારની ગાઈડલાઈન મુજબ સીનિયર સીટિઝનને બહાર નહીં નિકળવાનું કારણ આપ્યું હતું. ઈડીએ તેમની આ રજૂઆતને માન્ય રાખી હતી અને તપાસ ટીમને તેમના ઘરે મોકલી આપવા જણાવ્યું હતું. ગુજરાતની ર્સ્ટલિંગ બાયોટેક કંપનીના માલિકો સાંડસેરા બંધુઓ ચેતન અને નીતિન તેમજ અન્યો દ્વારા બેન્ક લોનમાં આચરેલા મની લોન્ડરિંગ કૌભાંડના કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope