છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૦ કેસ : ૨૭ વ્યક્તિનાં મોત થયા

અમદાવાદામાં નવા ૩૩૦ કેસો સપાટીએ આવ્યા : ૩૪૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે : ૬૯ લોકો વેન્ટીલેટર પર : અત્યાર સુધીમાં ૩૦૩૬૭૧ ટેસ્ટ કરાયા (સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ,તા.૧૭
અનલોક થયા બાદ ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. રાજ્યમાં આજે સતત પાંચમા દિવસે કોરોનાના ૫૦૦થી વધુ કેસ નોંધાયા હતા. ગુજરાત રાજ્યમાં આજે ૫૨૦ નવા કોરોનાના કેસ સપાટીએ આવ્યા હતા. કોરોનાથી ૨૭ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આજ રોજ ૩૪૮ દર્દીઓ સાજા થઈને પોતોના ઘરે પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૦૩૬૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ લોકોના મોત થયા હતા જેમાં અમદાવાદમાં ૨૨, વડોદરામાં ૨, આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ થતાં અત્યાર સુધીમાં ૧૫૬૧ વ્યક્તિઓના મોત થયા છે. આજે ગુજરાત રાજ્યમાં ૫૨૦ કેસો નોંધાયા હતા જેમાં અમદાવાદમાં ૩૩૦, સુરતમાં ૬૫, વડોદરામાં ૪૪, ગાંધીનગરમાં ૧૬, ભરૂચમાં ૭, જામનગરમાં ૬, જુનાગઢમાં ૫, ભાવનગર, રાજકોટ, આણંદ, પાટણ, ખેડા અને અન્ય રાજ્યમાં ૪-૪, મહેસાણા અને ગીર સોમનાથમાં ૩-૩, બનાસકાંઠા અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્ધારકા, અમરેલીમાં ૨-૨, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા, મોરબીમાં ૧-૧ કેસ સપાટીએ આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨૧૮૧૪૨ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં ૨૧૪૨૩૪ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને ૩૯૦૮ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ ૩૪૮ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. જેમાં અમદાવાદમાં ૨૨૩, જામનગરમાં ૪, પંચમહાલમાં ૩, દાહોદમાં ૧, સુરતમાં ૬૪, કચ્છમાં ૪, ભાવનગરમાં ૨, ગાંધીનગરમાં ૧, વડોદરામાં ૨૪, વલસાડમાં ૪, નવસારીમાં ૨, ખેડામાં ૧, બનાસકાંઠામાં ૧૦, આણંદમાં ૩, છોટાઉદેપુરમાં ૧, પાટણમાં ૧ વ્યક્તિનો સમાવેશ થાય છે. આજ રોજ કોરોનાની લીધે વેન્ટીલેટર પર ૬૯, સ્ટેબલ ૬૦૮૦ અને ડિસ્ચાર્જ ૧૭૪૩૮નો સમાવેશ થાય છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૭
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૫૨૦ કેસ સપાટી પર આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ ૩૩૦
સુરત ૬૫
વડોદરા ૪૪
ગાંધીનગર ૧૬
ભરૂચ ૭
જામનગર ૬
જુનાગઢ ૫
ભાવનગર ૪
રાજકોટ ૪
આણંદ ૪
પાટણ ૪
ખેડા ૪
મહેસાણા ૩
ગીર-સોમનાથ ૩
બનાસકાંઠા ૨
અરવલ્લી ૨
સુરેન્દ્રનગર ૨
દેવભૂમિ દ્ધારકા ૨
અમરેલી ૨
મહીસાગર ૧
સાબરકાંઠા ૧
બોટાદ ૧
દાહોદ ૧
નવસારી ૧
નર્મદા ૧
મોરબી ૧
અન્ય રાજ્ય ૪
કુલ ૫૨૦

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope