ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪નું ગોવા ખાતે થયું હતું આયોજન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪નું ગોવા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભારતના આ ૫૫મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સમાપન સમારોહ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસને તેમની તેજસ્વી અને વ્યાપક સિનેમેટિક સફરને બિરદાવતા સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪ને પગલે ગોવા ખાતે તેમણે ભાગ લીધો હતો. ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસે કહ્યું કે, મને એક ભારતીય ફિલ્મ બનાવવાનું ગમશે અને મને ખુશી થશે કે ઓસ્ટ્રેલિયા -ભારત સાથે સહ-નિર્માણમાં કોન્ટ્રાક્ટ કરે, જેના પર અમે હસ્તાક્ષર પણ કરેલા છે.
નોયસ એન્જેલીના જોલી-સ્ટારર સોલ્ટ, હેરિસન ફોર્ડ અભિનીત પેટ્રિઓટ ગેમ્સ અને ડેન્ઝેલ વોશિંગ્ટન દર્શાવતી ધ બોન કલેક્ટર જેવી ફિલ્મો માટે જાણીતા છે. સિનેમેટિક હસ્તીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ એવોર્ડમાં સિલ્વર પીકોક મેડલ, એક પ્રમાણપત્ર, એક શૉલ, એક સ્ક્રોલ અને ૧૦,૦૦,૦૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર સામેલ છે.
૧૯૭૮માં, પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા ફિલિપ નોયસે મુંબઈની મુલાકાત લીધી હતી અને સ્થાનિક થિયેટરોમાં ફિલ્મો જોવા ગયા હતા. તે અનુભવ અને ફિલ્મોને દર્શકોના પ્રતિસાદથી તેઓ પ્રભાવિત થયા હતા. ગોવામાં ૫૫મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના સમાપન સમારોહમાં સિનેમામાં શ્રેષ્ઠતા માટે સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થયા બાદ તેમણે યાદ કર્યું હતું કે, “એવું લાગતું હતું કે તેઓ ફિલ્મમાં જ હતા.” નોયસ ઉપરાંત, ફેસ્ટિવલ ડિરેક્ટર શેખર કપૂર અને અભિનેતા વિક્રાંત મેસીએ ભારતીય પ્રેક્ષકો માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી, જેમણે દાયકાઓથી તેના વિશાળ ફિલ્મ ઉદ્યોગને ટકાવી અને સમર્થન આપ્યું છે.