All posts by news

અમદાવાદ શહેરમાં નિવૃત્ત પ્રોફેસર અને પત્નીની બિમારીથી કંટાળી આત્મહત્યા

અમદાવાદમાં ફરી એક વખત સિનિયર સિટીઝન દંપતીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. વૃદ્ધ દંપતીએ એક સાથે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. કયા કારણથી આ દંપતીએ મોતને વ્હાલું કર્યું છે. જાેકે, આત્મહત્યા કરનાર શખ્સ નિવૃત્ત પ્રોફેસર હતા. નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે કિડની અને તેમનાં પત્નીએ કેન્સરની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ભારે ચર્ચા ઉઠી છે. સેટેલાઈટ વિસ્તારમાં આવેલ સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. મૃતક ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી છે. મહત્વનું છે કે પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એક સાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. જાેકે ઘટનાની જાણ પોલીસ થતા સેટેલાઇટ પોલીસ સ્થળ પર તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બને જણાંએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ, પ્રાણાયામ કર્યા. પરંતુ કોઈ પરિણામ ના મળતા આત્મહત્યા કરવાનો ર્નિણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલા કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતાં હતાં. જ્યારે અંજના બેન હાઉસ વાઈફ હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, મૃતક સિનિયર સિટીઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહયાં છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

 

રાજ્યમાં ગુટકા – પાન મસાલા પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો હોવાનુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયુ છે. ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવુંએ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ ર્નિણય કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે ર્નિણય કર્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીઓની તપાસ કરી દંડ વસુલાત કરવામાં આવતી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

 

ભાજપ ચાલુ ૬૦ ધારાસભ્યના પત્તા કાપે એવી શક્યતા

રાજ્યમાં અચાનક સરકાર બદલીને તેમજ જૂના તમામ મંત્રીઓને પડતા મૂકીને ભાજપના મોવડી મંડળે સૌ કોઈને ચોંકાવી દીધા છે. જાેકે, તાજેતરમાં જ થયેલી આ ભારે ઉથલપાથલ બાદ હવે તેનાથી પણ મોટું કંઈક કરવાની તૈયારીઓ હાલ જાેરશોરમાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને માંડ સવા વર્ષ જેટલો સમય રહ્યો છે ત્યારે એક્શનમાં આવેલું મોવડીમંડળ અત્યારથી જ મોટો પ્લાન બનાવી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, જેમ નવા મંત્રી મંડળમાં નો રિપીટ થીયરી લાગુ કરાઈ, તે જ રીતે હવે વિધાનસભા ચૂંટણી ટાણે ટિકિટ વહેંચણીમાં પણ તેને મોટાપાયે લાગુ કરવામાં આવી શકે છે. તેવામાં હાલ ભાજપના હાલના ૬૦ ટકા જેટલા ધારાસભ્યોના પત્તાં કપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જાેકે, આ અંગે કોઈ ખૂલીને કશુંય બોલવા તૈયાર નથી. વળી, ઉપરથી બધા ર્નિણયો લેવાતા હોઈ સ્થાનિક નેતાગીરી પણ ક્યારે શું થશે તે અંગે અજાણ છે. નવી સરકારને આવ્યે હજુ ૧૫ દિવસ માંડ થયા છે, ત્યારે રુપાણી સરકારના એક સિનિયર નેતા સામે તો ભાજપના જ સાંસદે મોરચો માંડ્યો છે. આ સિનિયર નેતાને પડતા મૂકાયા ત્યારે તેમણે જાહેરમાં નારાજગી વ્યક્ત તો નહોતી કરી, પરંતુ જાે ટિકિટ ના મળી તો નવાજૂની થઈ શકે તેવો અંદેશો પણ આપ્યો હતો. હાલ તો એવી પણ અટકળો ચાલી રહી છે કે જે મંત્રીઓને પડતા મૂકાયા તેમાંના કેટલાકને ટિકિટ મળશે કે કેમ તે પણ કોઈ નથી જાણતું. બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ જાણે ઈલેક્શન મોડમાં આવી ગઈ હોય તેમ જૂની સરકારના ર્નિણયો પર ફેરવિચાર કરાઈ રહ્યો છે. કેટલાક નવા ર્નિણયો પણ લેવામાં આવ્યા છે. જેમાં રાહત સમયે ચૂકવાતી રકમમાં વધારો પણ સામેલ છે. આ ઉપરાંત, અધિકારીઓ અને મંત્રીઓને પણ તમામ પેન્ડિંગ કામ પૂરા કરવા તાકીદ કરાઈ છે. અઠવાડિયામાં બે દિવસ તમામ મંત્રીઓને ફરજિયાત ઓફિસમાં હાજર રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જે દર્શાવે છે કે ચૂંટણી પહેલા સરકાર પોતાની છબી બદલવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં ગુજરાતની સાથે યુપી, હિમાચલ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં સંભવતઃ સૌથી છેલ્લે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આ તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે, અને ચૂંટણીને ખાસ સમય નથી રહ્યો ત્યારે સરકારની ઈમેજ બદલવા અને એન્ટિ ઈન્કમ્બન્સી ફેક્ટરને ખાળવા માટે મોવડી મંડળે એડી-ચોટીનું જાેર લગાવી દીધું છે. ગુજરાત, ઉત્તરાખંડ જેવા રાજ્યમાં સીએમ અને મંત્રીમંડળ પણ બદલવામાં આવ્યા છે. યુપીમાં પણ નવાજૂની કરવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુપી અને ગુજરાતમાં ભાજપને ટક્કર આપી શકે તેવા પક્ષો ખાસ મજબૂત નથી. તેમ છતાંય અહીં મોટી જીત મળે તે માટે પક્ષ દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. ૨૦૧૭માં ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહે ૧૫૦ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે પક્ષને માંડ ૯૯ બેઠકો મળી હતી. જ્યારે આ વખતે પ્રદેશ પ્રમુખ તમામ ૧૮૨ બેઠકો જીતવાની વાતો કરી રહ્યા છે. અંદરખાને મોવડી મંડળ પણ માધવસિંહનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ તૂટે તેવું ઈચ્છી રહ્યું છે. જેના ભાગરુપે જ તમામ કવાયત કરવામાં આવી રહી છે. હવે જાેવાનું એ રહે છે કે આ પ્રયાસોનું પરિણામ શું આવે છે.

 

રસી રેસ્ટોરાં-હોટેલમાં એન્ટ્રી માટે ફરજિયાત કરાઈ શકે છે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૨૦મી સપ્ટેમ્બર, સોમવારથી કોરોનાની રસી મેળવવા માટેની પાત્રતા ધરાવતા હોય પરંતુ પહેલો કે બીજાે ડોઝ ન લીધો હોય તેવા નાગરિકોને છસ્ઝ્રની વિવિધ સેવાનો લાભ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. આ ર્નિણયને હકારાત્મક પ્રતિક્રિયા મળી છે. હવે ટૂંક સમયમાં એએમસી અને અમદાવાદ હોટેલ-રેસ્ટોરા એસોસિએશન દ્વારા એક નવા પ્રયોગની વિચારણા કરવામાં આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં અમદાવાદની રેસ્ટોરાંમાં જાે અંદર બેસીને જમવું હશે અથવા હોટેલમાં રોકાવું હશે તો ફરજિયાત વેક્સિનેશનલ સર્ટિફિકેટ દેખાડવું પડશે, તેવા ર્નિણયને અમલમાં મૂકવાની ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ન્યૂયોર્ક જેવા શહેરમાં રેસ્ટોરાંમાં જમવા ઈચ્છતા લોકો માટે કોરોનાની રસી લીધી હોવાની જરૂરી છે. થોડા દિવસ પહેલા જ બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે કોવિડ-૧૯ની રસી નહોતી લીધી તો તેમને પણ બહાર ઊભા રહીને પિઝ્‌ઝા ખાવા પડ્યા હતા. તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી એએમસી અને હોટેલ-રેસ્ટોરાં અસોસિએશન વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો છે. જેમાં અંદર બેસીને જમવા ઈચ્છતા અથવા રોકાવા ઈચ્છતા લોકો માટે રસી ફરજિયાત કરવા માટેની ચર્ચા ચાલી રહી છે. તેથી, જાે આગામી સમયમાં રેસ્ટોરાંમાં જમવા માટે કોરોનાની રસી ફરજિયાતની જાહેરાત કરવામાં આવે તો નવાઈ નહીં. જાે કે, એએમસી નહીં પરંતુ હોટેલ-રેસ્ટોરાં અસોસિએશન આ જાહેરાત કરશે. અમદાવાદ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા લેક ફ્રંડ, ગાર્ડન સહિતની જગ્યાએ સ્થળ પર જ વેક્સિનેશન કરવામાં આવે છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ઉત્સાહ સાથે રસી લેવા આવી રહ્યા છે, તેથી આગામી દિવસોમાં દૈનિક એક લાખ ડોઝ આપવામાં આવે તેવી ગણતરી કરવામાં આવી રહી છે. આ સિવાય રેસ્ટોરાંના સ્ટાફે રસી લીધી હોય તેઓ જ ગ્રાહકોને પીરસે તેવી પણ ચર્ચા થઈ રહી છે. આ સાથે ઓનલાઈન ફૂડ ઓર્ડર લેતી કંપનીઓ રસી લીધેલા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપે તેના મુદ્દા પર પણ વાર્તાલાપ થઈ રહ્યો છે. મહાનગરપાલિકાનું લક્ષ્ય વધારેમાં વધારે લોકોને કોરોનાની રસી આપવાનું છે.

 

વડોદરામાં કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કેસ : પૈસા પડાવવા કેસ કરાયાનો સીએનો આક્ષેપ

વડોદરામાં કોલેજિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીઓ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટને શોધવા પોલીસની બે ટીમોની મદદમાં ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય શાખાની પોલીસ ટીમો પણ જાેડાશે. આ આરોપીઓને ઝડપી લેવા પોલીસે પણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડયા હતા પણ બંને મળી આવ્યા ન હતા. ફરિયાદ નોંધાવતી વખતે યુવતીએ તેના ઘરમાં એસીના પ્લગ સાથે લગાવેલો સ્પાય કેમેરો મળ્યો હોવાનું ફરિયાદમાં જણાવતાં પોલીસે સ્પાય કેમેરો રજુ કરવા યુવતીને જણાવ્યું હતું પણ બુધવારે રાત સુધી યુવતીએ સ્પાય કેમેરો રજુ ના કર્યો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. ૬૯ વર્ષના ફરાર આરોપી સીએ અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા ડીજીપી સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી પોતે નિર્દોષ હોવાનું જણાવી બુટલેગર અલ્પુ સિંધીએ બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. અશોક જૈને કહ્યુ છે કે, પોતે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતના તમામ ટેસ્ટ કરાવવા તૈયાર છે. ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, આ યુવતી પાંચ મહિના પહેલા તેમના મિત્ર પ્રણવ શુક્લાના રેફરન્સથી તેમની ઓફિસે આવી હતી. તે વખતે તેને ઓફિસમાં બેસી કામ કરી શકે છે તેમ કહ્યું હતું પણ કોરોનામાં યુવતી ઓફિસ આવતી ન હતી, ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ભટ્ટનું નામ સંડોવાયેલું છે અને તેમણે રાજુ ભટ્ટ સાથે મિટીંગ કરાવ્યાનું જણાવેલું છે પણ તેઓ રાજુ ભટ્ટને ઓળખતા નથી અને ફોન પર પણ વાત થઇ નથી. ફ્લેટ તેમણે ભાડે અપાવ્યો હોવાનું જણાવ્યું છે પણ યુવતીએ બ્રોકર મારફતે વર્તમાનપત્રમાં જાહેરાત મારફતે શોધ્યો હતો અને તેના માલિકનું નામ રાહીલ રાજેશ જૈન હોવાનું જણાતા તેણે તેમનો સંપર્ક કરી તમારી અટક પણ જૈન હોવાથી તમે ભાડુ ઓછું કરાવી શકતા હોવાની વિનંતી કરી હતી. તેથી તેમણે રાહીલ જૈનને ફોન કરી ભાડુ ઓછું કરાવ્યું હતું. ફ્લેટમાં તે તેના ભાઇ આસુ સાથે રહેતી હતી અને આસુ ના હોય ત્યારે તેનો બોયફ્રેન્ડ અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિંધી સાથે રહેતી હોવાનું તેમને જાણવા મળ્યું છે. યુવતી દિલ્હી ગયા બાદ અલ્પુ સિંધીએ તેમને મોબાઇલમાં ફોટા મોકલ્યા હતા. જેમાં તેઓ યુવતીની બાજુમાં બેઠેલા હોવાનું જણાતુ હતું. અલ્પુ સિંધી દ્વારા મોકલેલા મેસેજમાં તેઓ કહે તે રીતે તમારે કરવું પડશે નહીંતર તે બળાત્કારના કેસમાં ફસાવી દેશે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે પત્રમાં તે પણ લખ્યુ છે કે, તેમણે તપાસ કરતાં અલ્પુ સિંધી માથાભારે અને ગુનાઇત ઇતિહાસ ધરાવતો હોવાનું અને જીદ પર આવી જાય તો કોઇ પણ ભોગે જઇ શકે તેવું તેમને જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમણે અલ્પુ સિંધીને ફોન કરતાં અલ્પુ સિંધીએ બળાત્કાર કર્યા હોવાના આરોપ લગાવી ફોટા તમે મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. અલ્પુ સિંધી તેમને બદનામ કરી તોડપાણી કરી પૈસા પડાવવા ષડયંત્ર રચ્યું હતું અને તેમણે પૈસા ચુકવવાની તૈયારી ના બતાવતા ફરિયાદ કરાવી છે. આ બનાવમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા બંને આરોપીને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે અને સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પણ પાડયા છે. બીજીતરફ આ કેસમાં પોલીસ કમિશનરે પણ વિગતો મેળવી છે. જ્યારે, ગોત્રીના પીઆઇ એસ.વી. ચૌધરી દ્વારા ફરિયાદ સંબંધિત કેટલીક વ્યક્તિના નિવેદનો તેમજ સ્થળના પંચનામાની તજવીજ કરી હતી. આ ઉપરાંત પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ પીડિતા તેમજ અન્ય સબંધિત વ્યક્તિઓના કોલ્સ ડીટેલ મેળવવા પણ કાર્યવાહી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

 

રાજ્ય સરકારનાં કર્મી-પેન્શર્સના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો

રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે નાણાં વિભાગ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ એક મહત્વનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારીઓ અને પેન્શનરોને પહેલી જુલાઈ, ૨૦૨૧ની અસરથી વર્તમાનમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના ૧૭ ટકાના દરમાં ૧૧ ટકાનો વધારો કરીને ૨૮ ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. ટુંકમાં મોંઘવારી ભથ્થાના દરમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ મહિનામાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો અને ત્યારપછી રાજ્ય સરકાર દ્વારા ૬ સપ્ટેમ્બરના રોજ તેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં રાતોરાત રાજકીય પરિસ્થિતિ બદલાઈ જવાને કારણે ઠરાવ બાકી રહ્યો હતો, જેના કારણે નવા દર મુજબ મૂળ પગારના ૨૮ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવા બાબતે અસમંજસતા ઉભી થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ ઠરાવ અનુસાર કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનાથી પગારની સાથે સાથે ૨૮ ટકા મોંઘવારી ભથ્થું મળશે. જુલાઈ મહિનાના તફાવતની રકમ ઓક્ટોબર મહિનાના પગારમાં ચૂકવવામાં આવશે. ઓગસ્ટ ૨૦૨૧ના તફાવતની રકમ જાન્યુઆરી-૨૦૨૨ના પગારની સાથે ચૂકવવામાં આવશે. આ જ રીતે પેન્શનરોને પણ સપ્ટેમ્બર મહિનાથી ૨૮ ટકા મુજબ હંગામી વધારો માસિક પેન્શન સાથે ચૂકવવામાં આવશે અને જુલાઈના તફાવતની રકમ ઓક્ટોબરમાં તેમજ ઓગસ્ટના તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ-સંસ્થાઓ, જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ આપવામાં આવે છે તેમના માટે આ ઠરાવ લાગુ પડશે. નાણાં વિભાગની સૂચનાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ ઉપરના કર્મચારીઓ જેમના માટે પણ સાતમું પગાર પંચ મંજૂર હશે તેમને મળવાપાત્ર હશે. ટુંકમાં કહીએ તો, જે કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગારમાં સુધારો થયો છે તેમને રાજ્ય સરકારની વર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા વધારાનો લાભ મળશે.

 

રાજકોટ શહેરની ૩ મહિનાની બાળકીએ ૧૪ દિવસમાં કોરોનાને હરાવ્યો

રાજકોટ શહેરની ૩ મહિનાની નવજાત બાળકીને ખતરનાક કોરોના વાયરસને હરાવવામાં માત્ર ૧૪ દિવસનો સમય લાગ્યો હતો અને તે પોતાની આ લડાઈમાં વિજય મેળવીને મંગળવારે ઘરે પરત ફરી હતી. પીડીયુ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શિવાની સોલંકી કે જે પડધરી તાલુકાના દોમડાની રહેવાસી છે તેને શરદી, ઉધરસ, તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે ૯મી સપ્ટેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ જ દિવસે બાળકીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેને હાઈ-ફ્લો ઓક્સિજન મશીન પર શિફ્ટ કરવામાં આવી હતી કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. નવજાત બાળકીની સારવાર કરતા ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, શિવાનીને આઠ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવી હતી અને સ્થિતિમાં સુધારો થયા બાદ તેને ૧૭ સપ્ટેમ્બરના રોજ રૂમ ઓક્સિજન પર શિફ્ટ કરવામાં આવી હતી. ‘પીડિયાટ્રિક ડોક્ટરોએ શિવાનીની સારવાર કરી હતી અને અમને ખુશી છે કે બાળકીએ માત્ર ૧૪ દિવસના ઓછા સમયમાં કોવિડ-૧૯ને હરાવ્યો છે. હવે તે એકદમ તંદુરસ્ત છે અને અમે તેને ડિસ્ચાર્જ કરી છે’, તેમ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ આર.એસ. ત્રિવદીએ જણાવ્યું હતું. રાજકોટમાં મંગળવારે નોંધાયેલા કેસની વાત કરીએ તો, ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા (ઇસ્ઝ્ર)ના જણાવ્યા પ્રમાણે, હાલ રાજકોટ શહેરમાં કુલ નવ લોકો કોરોનાની સારવાર હેઠળ છે. શહેરમાં અત્યારસુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની કુલ સંખ્યા ૪૨,૮૧૭ છે.

 

મોરબી નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં પાંચનાં મોત

છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં અકસ્માતોના બનાવો છાશવારે બનતા રહે છે જેમાં બુધવારે રાત્રે ૧૦-૧૧ના સુમારે ટીમ્બડી પાટિયા નજીક રસ્તા પર પૂરપાટ વેગે દોડતી એક કાર ધડાકાભેર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. મોરબી નજીક થયેલો ટ્રક અને કાર વચ્ચેના આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે એક સાથે ૫ યુવાનનાં મોતથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્પીડમાં જતા કારચાલકે સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતા પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારમાં સવાર પાંચ યુવક મોતને ભેટ્યા હતા. પોલીસ તપાસમાં મોરબીમાં રહેતા તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળે ટોળાં ઊમટી પડ્યાં હતાં. ટ્રક પાછળ ઘૂસેલી કારનો કચ્ચરઘાણ નીકળ્યો ગયો હતો. બાદમાં રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં તમામ યુવાનો મોરબી શહેરના ભરતનગરથી આવતાં હતાં. આ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જાેડાયેલા છે. આ અકસ્માતમાં કારમાં સવાર આનંદ શેખાવત (૨૬) તારાચંદ (૩૦),બ્રિજેન્દ્રભાઈ (૨૨), દિનેશ ઉર્ફે રાજેશકુમાર (૨૮) અને પવન મિલ્ત્રી સહિત પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બનાવની જાણ થતાં મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ટિમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતની આ ઘટનાની તપાસ શરું કરી છે. બનાવની વિગત મુજબ યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ૧૦ વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે અશ્નમેઘ હોટેલની સામે સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.

 

SRH સામે DC ની જીત

આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કાની ૩૩મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદની ટીમે પહેલાં ટોસ જીતીને બેટિંગનો ર્નિણય કર્યો હતો. પણ દિલ્હીની ટીમની બોલિંગ આગળ હૈદરાબાદની ટીમ ફક્ત ૧૩૪ રન જ બનાવી શકી હતી. અને જીત માટે દિલ્હીને ૧૩૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી તરફથી સૌથી વધારે કાગિસો રબાડાએ ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ અને નોર્ટઝેએ ૨-૨ વિકેટ ઝડપી હતી. રનોનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સની ટીમે ૧૭.૫ ઓવરમાં ૧૩૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર શિખર ધવને ટીમને સારી શરૂઆત અપાવી હતી. બીજી જ ઓવરમાં તેણે બે ચોગ્ગા લગાવ્યા હતા. જાે કે ત્રીજી જ ઓવરમાં જ દિલ્હી કેપિટલ્સને ઝટકો લાગ્યો હતો. ખલીલ અહમે પૃથ્વી શોને ૧૧ રન બનાવીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જાે કે, તે બાદ શિખર ધવન અને શ્રેયસ ઐય્યરે ઈનિંગને સંભાળી હતી. ધવન અને ઐય્યર વચ્ચેની પાર્ટનરશિપ ૧૧મી ઓવરમાં રાશિદ ખાને તોડી હતી. રાશિદ ખાને શિખર ધવનને કેચ આઉટ કરાવ્યો હતો. ધવને ૩૭ બોલમાં ૬ ચોગ્ગા અને એક સિક્સની મદદથી ૪૨ રન બનાવ્યા હતા. તેમજ ધવન અને ઐય્યર વચ્ચે ૫૨ રનોની પાર્ટનરશિપ થઈ હતી. જે બાદ કેપ્ટન ઋષભ પંત ક્રિઝ પર આવ્યો હતો. ઐય્યર અને પંતની વિસ્ફોટ બેટિંગ આગળ હૈદરાબાદની બોલિંગ એટેક ધરાશાયી થઈ ગયો હતો. ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર વચ્ચે પણ ૫૦ રનોની પાર્ટનરશિપ થઈ હતી. ઐય્યરે સિક્સ ફટકારીને મેચ જીતાડી હતી. ઐય્યરે ૪૧ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૭ રન બનાવ્યા હતા, જ્યારે પંતે ૨૧ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૫ રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંહ માટે ઉતરેલી હૈદરાબાદની ટીમે ૨૦ ઓવરના અંતે ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૩૪ રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી સૌથી વધારે અબ્દુલ સમદે ૨૮ રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત જ નબળી થઈ હતી. પહેલી ઓવરના ત્રીજા બોલ પર જ એમરિચ નોર્ટઝેએ ડેવિડ વોર્નરને ૦ રને અક્ષર પટેલનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ પાંચમી ઓવરમાં કાગિસો રબાડાએ ઋદ્ધિમાન સાહાને ૧૮ રને આઉટ કર્યો હતો. જ્યારે ૧૦મી ઓવરમાં અક્ષર પટેલે હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનને ૧૮ રને આઉટ કર્યો હતો.

 

ઓરિસ્સાનાં કટક જિલ્લાનો બનાવ : ઝેર આપતાં ૨૦ શ્વાનના મોત થયા

ઓડિશાના કટક જિલ્લામાં કથિત રીતે ઓછામાં ઓછા ૨૦ કૂતરાઓને ઝેરી પદાર્થ ખવડાવીને મારી નાખનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ૨૪ વર્ષીય આ વ્યક્તિ મીઠાઈની દુકાન ચલાવે છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાત્રે કૂતરાઓના ભસવાથી અને તેની દુકાનની સામે કૂતરાઓના ભેગા થવાના કારણે પરેશાન રહેતો હતો. જેથી તેણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમને ઝેરી પદાર્થ ખવડાવી દીધા. ઘટના ત્યારે સામે આવી જ્યારે સ્થાનિક લોકોએ એક ખાડામાં ઓછામાં ઓછા ૧૦ મરેલા કૂતરા જાેયા. કટક શહેરથી ૧૩ કિલોમીટર દૂર તંગી-ચૌદગરના શંકરપુર ગામના બજારમાં પણ મરેલા કૂતરા મળી આવ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ સ્વીકારી લીધું છે કે તે રાત્રે કૂતરાઓના ભસવાના કારણે પરેશાન રહેતો હતો અને તેથી તેણે કૂતરાઓને ઝેર મેળવેલું ખાવાનું ખવડાવી દીધું હતું. પોલીસે જણાવ્યું કે, આરોપી પર ઈન્ડિયન પિનલ કોડ અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત મરેલા કૂતરાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં અનેક રસ્તે રખડતા કૂતરા છે. લોકોના જણાવ્યા મુજબ, રસ્તે રખડતા કૂતરા અનેકવાદ દુકાનદારના ઘરમાં ઘૂસી જતા હતા અને બહાર મીઠાઈ બનાવવાના ચુલા પર બેસી જતા હતા. જેથી આ શખ્સે રસ્તે રખડતા કૂતરાઓથી છુટકારો મેળવવાની યોજના બનાવી હતી. આરોપીએ કથિત રીતે ગુલગુલા (એક ખાદ્ય પદાર્થ)માં ‘દાનદાર’ નામનું ઝેર મેળવીને કૂતરાઓને ખાવા માટે આપ્યું. ઝેરી ગુલગુલા ખાધા બાદ કૂતરાઓએ ઉલ્ટી કરી દીધી. ત્યારબાદ અનેક કૂતરાઓના મોત થઈ ગયા. થોડા દિવસો પહેલા કર્ણાટકમાં પણ કૂતરાઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો હતો. કર્ણાટકના શિવમોગામાં ક્રૂરતાની તમામ હદો પાર કરીને ૧૦૦થી વધુ રસ્તે રખડતા કૂતરાઓનેને ઝેર આપવાનો મામલો સામે આવ્યો હતો. આ કૂતરાઓને શિવમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના એક ગામમાં દાટી દેવામાં આવ્યા હતા. પોલીસે ગ્રામ પંચાયતના અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.