શહેનાઝે દિલજીત સાથેની ફિલ્મનું શૂટિંગ રદ્દ કર્યું

ટીવી એક્ટર અને બિગ બોસ ૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરે હાર્ટ અટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના મોતના સમાચારે દેશભરના તેના ફેન્સ, મનોરંજન ઈન્ડસ્ટ્રી ઉપરાંત પરિવાર અને મિત્રોને આંચકો આપ્યો હતો. સિદ્ધાર્થના મોત બાદ તેની ખાસ ફ્રેન્ડ શહેનાઝ ગિલ ભાંગી પડી હતી. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર વખતે સ્મશાને પહોંચેલી શહેનાઝની હાલત કોઈની પણ આંખમાં આંસુ લાવી દે તેવી હતી. ત્યારબાદ શહેનાઝને મળનારા દરેક સેલિબ્રિટીનું કહેવું હતું કે, હંમેશા હસતી રહેતી શહેનાઝ મૂરઝાઈ ગઈ છે. ત્યારે શહેનાઝની પંજાબી ફિલ્મના મેકર્સને એ ચિંતા સતાવી રહી છે કે તે સેટ પર પાછી ક્યારે ફરશે. શહેનાઝ ગિલ એક્ટર-સિંગર દિલજીત દોસાંજ સાથે પંજાબી ફિલ્મ ‘હોંસલા રખ’માં જાેવા મળશે. આ ફિલ્મના મેકર્સે ૧૫ સપ્ટેમ્બરે ફિલ્મનું પ્રમોશનલ સોન્ગ શૂટ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ શહેનાઝ શૂટિંગ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમણે શૂટિંગ મુલતવી રાખ્યું છે. હવે ફિલ્મના મેકર્સ ચાલુ મહિનાના અંતે શૂટિંગ રાખવાનું વિચારી રહ્યા છે અને તેમને આશા છે કે, ત્યાં સુધીમાં શહેનાઝ શૂટ કરવાની સ્થિતિમાં આવી જશે. ફિલ્મના પ્રોડ્યુસર દિલજીત થીંડે જણાવ્યું કે, તેના પર જે અસહ્ય દુઃખ આવી પડ્યું છે તેમાંથી તે બહાર નીકળે અને સ્વસ્થ થાય તેની અમે રાહ જાેઈ રહ્યા છીએ. અમે ૧૫ સપ્ટેમ્બરે લંડનમાં ગીતનું શૂટિંગ કરવાના હતા પરંતુ દેખીતા કારણોસર ના કરી શક્યા. અમે નવી તારીખ જલદી જ નક્કી કરીશું અને અમે ઈચ્છીએ છીએ કે, શહેનાઝ તેનો ભાગ બને કારણકે તે ફિલ્મનો મહત્વનો ભાગ છે. હું શહેનાઝના મેનેજરના સંપર્કમાં છું અને અપેક્ષા છે કે, તે થોડા દિવસમાં અમને સામેથી સંપર્ક કરશે. સિદ્ધાર્થના મોત બાદ ભાંગી પડેલી શહેનાઝ ગિલને મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી ઘણાં કલાકારોએ સહારો આપ્યો છે. ‘બિગ બોસ ૧૪’માં જાેવા મળેલી એક્ટ્રેસ પવિત્રા પુનિયાએ તાજેતરમાં જ મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે સિદ્ધાર્થના ઓચિંતા અવસાન અને શહેનાઝ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યો તે વાત પચાવી મુશ્કેલ છે. મેં શહેનાઝ સાથે વાત નથી કરી. મને લાગે છે અત્યારે આપણે તેને શાંતિથી રહેવા દેવી જાેઈએ. મને નથી લાગતું કે હાલ તે કોઈપણ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં હોય. કેમ છે? એવું પૂછવું પણ ખોટું છે કારણકે તે સારી સ્થિતિમાં નથી તે દેખાય છે. હું ઈચ્છું છું કે, શહેનાઝ જલદી જ નોર્મલ જિંદગી જીવવાની શરૂ કરી દે કારણકે સિદ્ધાર્થ હોત તો તેના માટે આ જ ઈચ્છત.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope