સિદ્ધાર્થે કિયારાની સાદગીના ખૂબ વખાણ કર્યા

પાછલા ઘણાં સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિલેશનશિપની ખબરો સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અનેક પ્રસંગો પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને સાથે જાેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જાેડીના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ફેન્સને આ જાેડી ખૂબ પસંદ આવી છે. ફેન્સ જાણવા માંગે છે કે શું ખરેખર આ બન્ને રિલેશનશિપમાં છે, અને તેઓ ક્યારે લગ્ન કરવાના છે? ઉલ્લેખનીય છે કે ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યુ હતું, જ્યારે કિયારા અડવાણીએ વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિંપલ ચીમાનું પાત્ર ભજવ્યુ હતું. તાજેતરમાં જ સિદ્ધાર્થે પોતાના લગ્નના પ્લાન વિષે ચર્ચા કરી હતી. તેણે કિયારા સાથે લગ્ન કરવાના પ્રશ્નનો પણ જવાબ આપ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે લગ્ન ક્યારે કરવાનો છે તો સિદ્ધાર્થે જવાબ આપ્યો કે, મને નથી ખબર હું ક્યારે પરણીશ. હું કોઈ જ્યોતિષ નથી. લગ્ન ક્યારે થશે તેના કરતા વધારે મહત્વની વાત એ છે કે લગ્ન કોની સાથે થશે. તો લગ્ન જ્યારે પણ અને જેની સાથે પણ થશે, હું જરુર જાણ કરીશ. જ્યારે સિદ્ધાર્થને પૂછવામાં આવ્યું કે, શું તે ૪૦ વર્ષની ઉંમર પહેલા લગ્ન નહીં કરે? તો સિદ્ધાર્થે કહ્યું કે, મને ખરેખર નથી ખબર. આવી કોઈ ટાઈમલાઈન નથી. મારું માનવું છે કે લગ્ન યોગ્ય સમયે અને યોગ્ય રીતે થવા જાેઈએ. વધારે પડતી ઉતાવળ અથવા વધારે પડતું મોડું ના કરવું જાેઈએ. સિદ્ધાર્થ મલ્હોત્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે કિયારા અડવાણીની કઈ વાત તેને પસંદ છે અને કઈ વસ્તુ તે બદલવા માંગે છે? આના જવાબમાં સિદ્ધાર્થે કહ્યું, મને કિયારાની સૌથી વધારે જે વાત પસંદ છે તે એ છે કે કિયારા ઓફ કેમેરા ઘણી અલગ છે. તેને જાેઈને કોઈ કહી ના શકે કે આ ફિલ્મ એક્ટ્રેસ છે. તે ઘણી જ રેગ્યુલર અને નોર્મલ છે અને તેની આ ખુબી મને પસંદ છે. હું પોતે પણ ઓફ કેમેરા ઘણો રેગ્યુલર છું. શું તમે કિયારા અડવાણીમાં કોઈ બદલાવ નથી ઈચ્છતા? આ પ્રશ્નના ઉત્તરમાં સિદ્ધાર્થે કહ્યું કે, એક વસ્તુ હું ચોક્કસપણે બદલવા માંગીશ, કે કિયારા સાથે મારી કોઈ લવ સ્ટોરી નથી. એટલે કે હું આશા કરુ છું કે કિયારા સાથે હું એક લવ સ્ટોરી ફિલ્મમાં કામ કરું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope