છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૮ કોરોનાના કેસ સામે આવ્યા

કોરોનાને લીધે ૧૦ લોકોનાં મૃત્યુ થયા
અત્યાર સુધીમાં ૧૩૫૧૨૭ લોકો ડિસ્ચાર્જ થયા જ્યારે ૩૫૮૭ના મૃત્યુ થયા : એક્ટિવ કેસની સંખ્યા ૧૫૨૦૯
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં ૧૧૫૮ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૩૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૫,૧૨૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૦,૯૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૮૪.૫૧ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૧,૧૪,૬૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૧૫૮ કેસ નોંધાયા છે. જ્યારે ૧૩૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૫,૧૨૭ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર ૮૭.૭૯% ટકા છે.રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૮૨,૨૪૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૮૧,૯૪૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૯૮ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૭.૭૯ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૫૨૦૯ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૨ છે. જ્યારે ૧૫૧૨૭ લોકો સ્ટેબલ છે. ૧,૩૫,૧૨૭ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૫૮૭ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશન ૩, વડોદરા કોર્પોરેશન ૩ અને મહીસાગર ૧ સહિત ગુજરાતમાં કુલ ૦૯ કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૫૮ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૬૯, અમદાવાદ કોર્પોરેશન ૧૬૩, વડોદરા કોર્પોરેશન ૮૪, સુરત ૭૯
જામનગર કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૩, મહેસાણા ૪૧, વડોદરા ૪૦
રાજકોટ ૩૬, પંચમહાલ ૨૭,ભરૂચ ૨૬, જામનગર ૨૩, મોરબી ૨૨, સાબરકાંઠા ૨૨
ગાંધીનગર કોર્પોરેશન ૨૦, અમરેલી ૧૯,સુરેન્દ્રનગર ૧૯, બનાસકાંઠા ૧૭, જુનાગઢ ૧૭
જુનાગઢ કોર્પોરેશન ૧૭, પાટણ ૧૭, આણંદ ૧૬, ગાંધીનગર ૧૬, કચ્છ ૧૫
અમદાવાદ ૧૪, ગીર સોમનાથ ૧૩, ભાવનગર કોર્પોરેશન ૧૧, ખેડા ૧૧
દેવભૂમિ દ્ધારકા ૯, મહીસાગર ૯, છોટા ઉદેપુર ૭ ,દાહોદ ૭,નવસારી ૬, તાપી ૬
અરવલ્લી ૩, ડાંગ ૨, વલસાડ ૨, ભાવનગર ૧, નર્મદા ૧, પોરબંદર ૧.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope