હિમાલય ઉપર સુશાંતે સારા સાથે ડ્રગ્સના હેવી ડોઝ લીધા

અભિનેત્રી રિયા ચક્રવર્તીનો દાવો
સુશાંત ખૂબ જલદી ગભરાઈ જતો હતો, મી ટૂના ખોટા આરોપો લાગ્યા ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો : રિયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૧
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈની તપાસ નિર્ણાયક તબક્કે પહોંચી છે. તો બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સઘન તપાસ ચલાવે છે. દરમિયાન ભાયખલા જેલમાં બંધ રિયા ચક્રવર્તીએ પૂછપરછ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સામે મહત્વના ખુલાસા કર્યા છે. રિયાએ જણાવ્યું છે કે, સુશાંતે પહેલીવાર સારા અલી ખાન સાથે ડ્રગ્સનો હેવી ડોઝ લીધો હતો. ૮ સપ્ટેમ્બરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. આ પહેલા ત્રણ દિવસ સુધી રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીની મેરેથોન પૂછપરછમાં રિયાએ સુશાંતનું ઘર છોડવાનું અસલી કારણ પણ જણાવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, રિયા ચક્રવર્તીએ ૮ જૂને સુશાંતને કહ્યું હતું કે, તે ડ્રગ એડિક્ટ (ડ્રગ્સનો બંધાણી) થઈ ગયો છે અને આમાંથી ઈચ્છવા છતાં નથી નીકળી શકતો. આટલું કહીને તે જતી રહી હતી. રિયાએ પોતાના સ્ટેટમેન્ટ (કબૂલતનામું)માં કહ્યું કે, સુશાંત ખૂબ જલદી ગભરાઈ જતો હતો. મી ટૂના ખોટા આરોપો લાગ્યા ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો. તેને લાગતું હતું કે હવે તેનું કરિયર પૂરું થઈ જશે. રિપોર્ટ મુજબ, લોકડાઉન અને સુશાંત પર લાગેલા મી ટૂના કથિત આરોપોને ધ્યાને રાખીને રિયાએ વિચાર્યું કે, જો તે સુશાંત સાથે રહી તો તેનું કરિયર પણ પૂરું થઈ જશે. એટલે તેણે સુશાંતને છોડવાનો નિર્ણય કર્યો હતો. પોતાના સ્ટેટમેન્ટમાં રિયાએ કહ્યું, કેદારનાથ ફિલ્મના શૂટિંગ વખતે સુશાંતની ડ્રગ્સ લેવાની આદત વધી ગઈ હતી. આ ફિલ્મ પહેલા પણ સુશાંત ડ્રગ્સ લેતો હતો પરંતુ મર્યાદિત પ્રમાણમાં. સુશાંત મુંબઈ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યો ત્યારે તેનું સર્કલ સુપર પાર્ટી કલ્ચરવાળું બનવાનું શરૂ થયું. આ પાર્ટીઓમાં ડ્રગ્સ લેવાતા હતા પરંતુ સુશાંત તેનો બંધાણી નહોતો. રિયાના સ્ટેટમેન્ટ મુજબ, સુશાંત ક્યૂરેટેડ મેરુઆના (ગાંજો)ના ૧૦-૨૦ ડોપ્સ લેતો હતો. જ્યારે અહેવાલો આવ્યા કે સંજના સાંઘીએ સુશાંત પર મી ટૂના આરોપ લગાવ્યા છે ત્યારે તે ટેન્શનમાં આવી ગયો હતો. પરિણામે તેણે વધુ ડ્રગ્સ લેવાના શરૂ કર્યા હતા. લોકડાઉનમાં સુશાંતની ડ્રગ્સ લેવાની ટેવ વધી ગઈ હતી. સુશાંત ડ્રગ્સનો બંધાણી બની રહ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope