સેન્સેક્સ ૨૮૮, નિફ્ટીમાં ૮૧ પોઇન્ટનો ઊછાળો

વૈશ્વિક બજારોમાં મજબૂત વલણથી બજારો ઊંચકાયા
એરટેલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, એચડીએફસી બેંકનું સારૂં પ્રદર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૫
વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ સાથે બેન્કના શેરમાં ખરીદીને કારણે મંગળવારે બીએસઈ સેન્સેક્સમાં ૨૮૮ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. ૩૦ શેરોવાળા સેન્સેક્સ ૨૮૭.૭૨ પોઇન્ટ એટલે કે ૦.૭૪ ટકા વધીને ૩૯,૦૪૪.૩૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી ૮૧.૭૫ અંક એટલે કે ૦.૭૧ ટકાના વધારા સાથે ૧૧,૫૨૧.૮૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ ઊંચકાયો હતો. તેમાં ૪ ટકાથી વધુનો મજબૂતી આવ્યો. આ ઉપરાંત ભારતી એરટેલ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા, એચડીએફસી અને કોટક બેંકે સારૂં પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, ટાઇટન, મારુતિ, આઈટીસી, એશિયન પેઇન્ટ્‌સ, એચસીએલ ટેક અને બજાજ ઓટોના શેરોમાં ઘટાડો થયો હતો. વેપારીઓના મતે વૈશ્વિક બજારોમાં મજબૂત વલણ સાથે વિદેશી મૂડીના સતત પ્રવાહથી સ્થાનિક બજારોમાં વધારો થયો છે. શેરબજારમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે ૨૯૮.૨૨ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. વૈશ્વિક સ્તરે, ચીનમાં શાંઘાઈ, હોંગકોંગ, દક્ષિણ કોરિયા એશિયાના અન્ય નફામાં શામેલ છે, જ્યારે જાપાનમાં ટોક્યોના બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય યુરોપિયન બજારોમાં પ્રારંભિક વેપાર ચાલુ હતો. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૧.૪૯ ટકા વધીને ૪૦.૨૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. અહીં વિદેશી ચલણ વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૧૬ પૈસા તૂટીને ૭૩.૬૪ ની સપાટીએ બંધ રહ્યો છે. સ્થાનિક શેર બજારોમાં સકારાત્મક વલણ હોવા છતાં રૂપિયો ૧૬ પૈસા તૂટીને મંગળવારે ડોલર દીઠ ૭૩.૬૪ (કામચલાઉ)ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયામાં નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી. ડોલર દીઠ ૭૩.૩૩ ના મજબૂત વલણ સાથે ખુલ્યા બાદ રૂપિયો ૧૬ પૈસાના ઘટાડા સાથે ૭૩.૬૪ ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂપિયો ડોલર દીઠ ૭૩.૪૮ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબાર વેળા રૂપિયો ડોલર દીઠ ૭૩.૩૩ ની ટોચે પહોંચી ગયો હતો. તે ડોલર દીઠ ૭૩.૭૨ ની નીચી સપાટીએ પણ આવ્યો હતો. દરમિયાન છ મુદ્રાઓ સામે ડોલરનું વલણ દર્શાવતો ડોલર ઈન્ડેક્સ ૦.૧૬ ટકા ઘટીને ૯૨.૯૦ પર બંધ રહ્યો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope