રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં ૧૪૩૦ કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોનાં મોત થયા
અત્યાર સુધીમાં ૩૩૩૯ લોકોના મૃત્યુ થયા,૧૦૫૦૯૧ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૮૯ લોકો વેન્ટીલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૧
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૧૮૯૭ના ટેસ્ટ કરાતા ૧૪૩૦ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૨૪૭૬૭ થયો છે. રાજ્યમાં આજે ૧૭ દર્દીના મોત થયા હતા જ્યારે અત્યાર સુધીમાં ૩૩૩૯ કુલ મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ૧૩૧૬ દર્દીઓ સાજા થયા આ સાથે કુલ સાજા થનારા આંકડો ૧૦૫૦૯૧ થયો છ.ે રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૩૩૭ એક્ટિવ કેસ છે જેમાં ૮૯ વેન્ટીલેટર પર અને ૧૬૨૪૮ સ્ટેબલ છે. રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવના કેસ ૧૪૦૦ને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૮૬૨૩૬૬ ટેસ્ટ કોરોનાના થયા છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૬૧૯૪૧૭ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૬૧૯૦૦૯ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૪.૨૩ ટકા છે. રાજ્યમાં કોવિડ-૧૯ના લીધે ૧૭ના મોત થયા છે. જેમાં સુરત જિલ્લામાં ૪ અને શહેરમાં ૨, અમદાવાદ શહેરમાં ૩, ભાવનગરમાં શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૨ અને જિલ્લામાં ૨, ગીર સોમનાથમાં ૧ અને રાજકોટમાં શહેરમાં ૧ મોત થયા છે. અમદાવાદ શહેરમાં ૧૫૭ અને જિલ્લામાં ૨૦ સાથે ૧૭૭ કેસ છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૫ હજારને પાર થઈ ૩૫૧૧૯ થયો છે. આજે ૩ના મોત થથા ૧૭૮૬ મોત કુલ થયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૬,૧૯,૪૧૭ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૪૦૮ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૬,૧૯,૦૦૯ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૬૩૩૭ એક્ટિવ કેસ છે. જેમાંથી ૮૯ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૬૨૪૮ની સ્થિતિ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૧
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૩૦ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૯
અમદાવાદ કોર્પોરેશન ૧૫૭
સુરત ૧૧૧
રાજકોટ કોર્પોરેશન ૧૦૧
જામનગર કોર્પોરેશન ૧૦૦
વડોદરા કોર્પોરેશન ૯૫
મહેસાણા ૬૦
બનાસકાંઠા ૫૨
રાજકોટ ૪૨
વડોદરા ૪૨
અમરેલી ૩૨
મોરબી ૨૯
પંચમહાલ ૨૮
ભાવનગર કોર્પોરેશન ૨૭
કચ્છ ૨૭
સુરેન્દ્રનગર ૨૭
ગાંધીનગર કોર્પોરેશન ૨૫
જામનગર ૨૩
ગાંધીનગર ૨૨
અમદાવાદ ૨૦
પાટણ ૨૦
જુનાગઢ કોર્પોરેશન ૧૯
જુનાગઢ ૧૮
સાબરકાંઠા ૧૬
ગીર સોમનાથ ૧૫
મહીસાગર ૧૪
ભરૂચ ૧૩
બોટાદ ૧૩
આણંદ ૧૨
દાહોદ ૧૨
નર્મદા ૧૨
ભાવનગર ૧૧
ખેડા ૧૦
અરવલ્લી ૯
દેવભૂમિ દ્ધારકા ૯
પોરબંદર ૯
નવસારી ૭
છોટા ઉદેપુર ૫
વલસાડ ૫
તાપી ૨
કુલ ૧૪૩૦

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope