નૌસેનામાં પ્રથમવખત જ બે સબ લેફ્ટનન્ટ મહિલાને મૂકાશે

કુમિદિની ત્યાગી, રિતિ સિંહ યુદ્ધ જહાજ પર તૈનાત થશે
બંન્ને મહિલા અધિકારી નૌસેના મલ્ટીરોલ હેલીકોપ્ટરમાં લાગેલા સેંસરોને ઓપરેટ કરવાની તાલીમ લઈ રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૧
ભારતીય નૌસેનામાં પુરુષ મહિલા સમાનતાને સાબિત કરવા માટેના એક પગલાંના ભાગરૂપે સબ-લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી તથા સબ-લેફ્ટનન્ટ રિતિ સિંહને નૌસેનાના યુદ્ધ જહાજ પર ક્રૂ સભ્ય તરીકે તૈનાત કરવામાં આવશે અને તેઓ આવું કરનારી પહેલી મહિલા અધિકારી હશે.
જોકે ભારતીય નૌસેના ઘણી મહિલા અધિકારીઓને ભરતી કરી રહી છે પરંતુ અત્યાર સુધીમાં મહિલા અધિકારીઓને યુદ્ધ જહાજ પર લાંબા સમય માટે તૈનાત કરવામાં આવી નથી. જેની પાછળનું ઘણાં કારણો છે જેમ કે, ક્રૃ ક્વાર્ટરમાં પ્રાઈવસીની કમી તથા મહિલાઓ માટે ખાસ બાથરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી.
હવે આ બધુ બદલવાનું નક્કી છે. આ બંન્ને યુવા મહિલા અધિકારી નૌસેના મલ્ટી રોલ હેલીકોપ્ટરમાં લાગેલા સેંસરોને ઓપરેટ કરવાની તાલીમ લઈ રહી છે, માનવામાં આવી રહ્યું છે કે આ બંન્ને મહીલા અધિકારી નૌસેનાના નવા સ્ૐ-૬૦ ઇ હેલિકોપ્ટરમાં ઉડાન ભરશે. સ્ૐ-૬૦ ઇ હેલિકોપ્ટરને પોતાની શ્રેણીમાં દુનિયામાં સૌથી અત્યાધુનિક મલ્ટી રોલ હેલિકોપ્ટર માનવામાં આવે છે. તેને દુશ્મનન શીપ અને સબમરિનને ડિટેક્ટ કરવા અને તેમનું ધ્યાન દોરવા માટે ડિધાઈન કરવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૧૮માં તત્કાલિન રક્ષામંત્રી નિર્મલા સિતારમણે લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત હેલિકોપ્ટરની ખરીદીને મંજુરી આપી હતી. જેની કિંમત લગભગ ૨.૬ અરબ અમેરીકન ડોલર હતી. મહિલા અધિકારીઓની યુદ્ધ જહાજમાં તૈનાતીના અહેવાલ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારતીય વાયુસેના પણ મહિલા ફાઈટર પાયલટને રાફેલ વિમાનની ફ્લીટને ઓપરેટ કરવા માટે શોર્ટલિસ્ટ કરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope