છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૩૨૬ કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ લોકોનાં મોત થયા
અત્યાર સુધીમાં ૩૨૧૩ લોકોના મૃત્યુ થયા,૯૪૦૧૦ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૮૭ લોકો વેન્ટીલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩
રાજ્યમાં ૨૪ કલાકમાં ૬૮૮૨૮ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૧૩૨૬ પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત ૧૧૩૬૬૨ નોંધાયા છે. આજે ૧૫ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૩૨૧૩ થયો છે. રાજ્યમાં આજે ૧૨૦૫ દર્દી સાજા થયા આ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૯૪ હજારને પાર થઈ ૯૪૦૧૦ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ કુલ ૧૬૪૩૯ એક્ટિવ કેસ છે. જેમાં ૮૯ વેન્ટીલેટર પર અને ૧૬૩૫૨ સ્ટેબલ છે. રાજ્યમાં સતત કોરોનાના કેસ વધતા જાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૨૮૮૮૧૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજની સ્થિતિએ ૭૪૨૯૬૮ વ્યક્તિ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૭૪૨૪૬૦ વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૫૦૮ ફેસીલીટી ક્વોરોન્ટાઈન છે. રાજ્યમાં સાજા થવાનો દર ૮૨.૭૧ ટકા છે. રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૫ દર્દીના દુઃખદ મોત થયા છે. અમદાવાદ શહેરમાં ૪, સુરત જિલ્લામાં ૪ અને શહેરમાં ૨, ભરુચ, ભાવનગર, રાજકોટ શહેર, વડોદરા શહેર અને જિલ્લામાં ૧-૧ મોત થયા છે. અમદાવાદ શહેરમાં ૧૫૧ અને જિલ્લામાં ૨૧ સાથે ૧૭૨ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૩૭૨૫ થયો છે. આજે અમદાવાદમાં કોરોનાને લીધે વધુ ૪ મોત થતા કુલ મૃત્યુઆંક ૧૭૫૯ થયો છે. સુરત શહેરમાં ૧૭૫ અને જિલ્લામાં ૧૦૬ સાથે ૨૮૧ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૨૪ હજારને પાર થઈ ૨૪૨૬૬ થયો છે. આજે ૬ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૬૯૮ થયો છે. વડોદરા શહેરમાં ૮૫ અને જિલ્લામાં ૩૯ સાથે ૧૨૪ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૯૮૧૮ થયો છે. આજે ૨ મોત થતા કુલ મૃત્યુઆંક ૧૫૧ થયો છે. રાજકોટ શહેરમાં ૯૯ અને જિલ્લામાં ૫૨ સાથે ૧૫૧ કોરોનાના કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૬૬૯૭ થયો છે. આજે ૧ મોત ૧૧૨ મોત થયા છે. જામનગર શહેર ૯૯ અને જિલ્લામાં ૨૧ સાથે ૧૨૦ કોરોના કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતનો આંકડો ૪૧૬૮ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૨૬ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૫
અમદાવાદ કોર્પોરેશન ૧૫૧
સુરત ૧૦૬
જામનગર કોર્પોરેશન ૯૯
રાજકોટ કોર્પોરેશન ૯૯
વડોદરા કોર્પોરેશન ૮૫
રાજકોટ ૫૨
ભાવનગર કોર્પોરેશન ૩૯
વડોદરા ૩૯
મહેસાણા ૩૨
ભાવનગર ૩૦
પંચમહાલ ૩૦
ગાંધીનગર ૨૯
કચ્છ ૨૮
અમરેલી ૨૫
અમદાવાદ ૨૧
ભરૂચ ૨૧
જામનગર ૨૧
જુનાગઢ ૧૯
સુરેન્દ્રનગર ૧૯
બનાસકાંઠા ૧૮
દાહોદ ૧૭
ગાંધીનગર કોર્પોરેશન ૧૭
જુનાગઢ કોર્પોરેશન ૧૭
મોરબી ૧૫
ગીર સોમનાથ ૧૪
સાબરકાંઠા ૧૩
ખેડા ૧૧
પાટણ ૧૧
આણંદ ૧૦
નર્મદા ૯
મહીસાગર ૮
નવસારી ૮
તાપી ૮
વલસાડ ૮
બોટાદ ૬
દેવભૂમિ દ્ધારકા ૬
પોરબંદર ૫
અરવલ્લી ૩
છોટા ઉદેપુર ૨
કુલ ૧૩૨૬

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope