છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં ૧૪૦૭ કેસ નોંધાયા

ગુજરાતભરમાં ૧૭ લોકોનાં મોત થયા
અત્યાર સુધીમાં ૩૩૨૨ લોકોના મૃત્યુ થયા,૧૦૩૭૭૫ લોકો ડિસ્ચાર્જ થયા : કુલ ૯૨લોકો વેન્ટીલેટર ઉપર છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૦
રાજ્યમાં આજે ૨૪ કલાકમાં ૬૦૬૮૭ ટેસ્ટ કરવામાં આવતા કોરોના પોઝિટિવના ૧૪૦૭ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૧ લાખ ૨૩ હજારને પાર થઈ ૧૨૩૩૩૭ થયો છે. રાજ્યમાં આજે ૧૭ દર્દીના મોત કોરોનાને લીધે થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૩૩૨૨ થયો છે. રાજ્યમાં આજે ૧૨૦૪ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૧૦૩૭૭૫ થઈ છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૨૪૦ એક્ટિવ કેસ છે અને ૯૨ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૬૧૪૮ સ્ટેબલ છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના પોઝિટિવના આંકડા ૧૪૦૦ને પાર થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૭ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૪, સુરત શહેરમાં ૪ અને જિલ્લામાં ૧, ગાંધીનગરમાં ૩, ભાવનગર શહેરમાં ૨ અને જિલ્લામાં ૧, જુનાગઢમાં ૧ અને રાજકોટ શહેરમાં ૧ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં આજે ૧૬૧ અને જિલ્લામાં ૨૨ સાથે ૧૮૩ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ સંક્રમિતનો આંકડો ૩૪૯૪૨ થયો છે. જ્યારે ચારના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૮૩ થયો છે. સુરત શહેરમાં ૧૮૧ અને જિલ્લામાં ૧૦૨ સાથે કુલ ૨૮૩ કોરોનાના કેસ આજે નોંધાયા હતા. આ સાથે સુરતમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૬ હજારને પાર થઈ ૨૬૦૩૨ કેસ નોંધાયા. આજે વધુ ૫ મોત સાથે મૃત્યુઆંક ૭૩૧ થયો. વડોદરા શહેરમાં ૯૮ અને જિલ્લામાં ૪૨ સાથે ૧૪૦ કોરોનાના કેસ આજે નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૧૦૭૩૦ થયો છે. રાજકોટ શહેરમાં ૧૦૪ અને જિલ્લામાં ૬૦ સાથે ૧૬૪ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૭૭૩૬ થયો છે. આજે ૧ મોત નોંધાતા મૃત્યુઆંક કુલ ૧૨૨ થયો છે. જામનગર શહેરમાં ૧૦૫ અને જિલ્લામાં ૨૪ સાથે કુલ ૧૨૯ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૫ હજારને પાર થઈ ૫૦૪૭ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૦
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૦૭ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ, સુરત કોર્પોરેશન ૧૮૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૧, જામનગર કોર્પોરેશન ૧૦૫, રાજકોટ કોર્પોરેશન ૧૦૪, સુરત ૧૦૨, વડોદરા કોર્પોરેશન ૯૮, રાજકોટ ૬૦, મહેસાણા ૫૩, વડોદરા ૪૨, કચ્છ ૩૫, પંચમહાલ ૨૯, ભાવનગર કોર્પોરેશન ૨૮, બનાસકાંઠા ૨૭, અમરેલી ૨૪, જામનગર ૨૪, ગાંધીનગર ૨૩, અમદાવાદ ૨૨, ભરૂચ ૨૨, ભાવનગર ૨૨, પાટણ ૨૨, ગાંધીનગર કોર્પોરેશન ૨૧ સુરેન્દ્રનગર ૨૦, જુનાગઢ ૧૯, મોરબી ૧૯, જુનાગઢ કોર્પોરેશન ૧૮, સાબરકાંઠા ૧૭. ખેડા ૧૪, દાહોદ ૧૩, ગીર સોમનાથ ૧૩, દેવભૂમિ દ્ધારકા ૧૧, આણંદ ૧૦, નવસારી ૭, બોટાદ ૬, મહીસાગર ૬, પોરબંદર ૬, તાપી ૬, નર્મદા ૫, વલસાડ ૫, અરવલ્લી ૪, છોટા ઉદેપુર ૩, કુલ ૧૪૦૭

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope